VIDEO: બેભાન વ્યક્તિને ખભા પર ઉપાડીને બચાવ્યો જીવ, મહિલા ઇન્સપેક્ટરની થઇ રહી છે પ્રશંસા

પૂરમાં ડૂબેલા ચેન્નઇ (Chennai) શહેરમાં એક બેભાન વ્યક્તિને ખભા પર ઉપાડીને હોસ્પિટલ પહોંચડવા માટે મહિલા ઇન્સપેક્ટર ઇ. રાજેશ્વરી (E. Rajeshwari) ની જોરદાર પ્રશંસા થઇ રહી છે.

VIDEO: બેભાન વ્યક્તિને ખભા પર ઉપાડીને બચાવ્યો જીવ, મહિલા ઇન્સપેક્ટરની થઇ રહી છે પ્રશંસા

Chennai Flood: પૂરમાં ડૂબેલા ચેન્નઇ (Chennai) શહેરમાં એક બેભાન વ્યક્તિને ખભા પર ઉપાડીને હોસ્પિટલ પહોંચડવા માટે મહિલા ઇન્સપેક્ટર ઇ. રાજેશ્વરી (E. Rajeshwari) ની જોરદાર પ્રશંસા થઇ રહી છે. એક્ટરમાંથી રાજનેતા બનેલા કમલ હાસન (Kamal Haasan) એ પણ મહિલા ઇન્સપેક્ટરની બહાદુરીની પ્રશંસા કરતાં તેમણે સમાજની રોલ મોડલ ગણાવી છે. 

કમલ હાસન (Kamal Haasan) એ ટ્વીટ કરીને કહ્યું મહિલા ઇન્સપેક્ટર ઇ. રાજેશ્વરી (E. Rajeshwari) નો કર્તવ્ય સચેત સ્વભાવ, જે એક બેભાન વ્યક્તિનો જીવ બચાવવા માટે દોડતી જોવા મળી છે. આ આશ્વર્યજનક છે. તેમનું સાહસ અને સેવા પ્રશંસનીય છે. એક અધિકારીના આ રોલ મોડલને મારી દિલથી શુભેચ્છાઓ.' 

તમિલનાડુના ઘણા ભાગોમાં પડી રહ્યો છે વરસાદ
તમને જણાવી દઇએ કે ચેન્નઇ (Chennai) સહિત તમિલનાડુના ઘણા ભાગોમાં હાલ જોરદાર કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના લીધે આખુ શહેર પાણીમાં ડૂબી ગયું છે. ગુરૂવારે સવારે ભારે વરસાદની વચ્ચે મહિલા ઇન્સપેક્ટર ઇ. રાજેશ્વરી (E. Rajeshwari) ને ફોન પર સૂચના મળી હતી કે શહેરના ટીપી ચતર્મ વિસ્તારમાં એક વ્યક્તિ ઝાડ નીચે દબાઇ જતાં મોતને ભેટ્યો છે. 

મહિલા ઇન્સપેક્ટરે બચાવ્યો જીવ
ઘટનાસ્થળે પહોંચેલી મહિલા ઇન્સપેક્ટરએ તૂટેલા ઝાડને હટાવીને દબાયેલા વ્યક્તિને જોયો તો તે બેભાન હતો. ત્યારબાદ મહિલા ઇન્સપેક્ટરે તે બેભાન વ્યક્તિને પોતાના ખભા પર લીધો અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે ઓટો રિક્શા કરી. તેની તાત્કાલિક મદદના લીધે બેભાન વ્યક્તિનો જીવ બચી ગયો. તેની ઓળખ ઉદયકુમારના રૂપમાં કરવામાં આવી છે. તે એક કબ્રસ્તાનમાં કામ કરે છે. ઝાડ નીચે દબાતા અને આખી રાત વરસાદમાં પલળતાં તે બેભાન થઇ ગયો હતો. 

Chennai is facing waterlogging due to incessant rainfall here.

(Video Source: Police staff) pic.twitter.com/zrMInTqH9f

— ANI (@ANI) November 11, 2021

આ ઘટના બાદ મહિલા ઇન્સપેક્ટર ઇ. રાજેશ્વરી (E. Rajeshwari) ની બહાદુરીનો વીડિયો વાયરલ થઇ ગયો. લોકો સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી રહ્યા છે. મહિલા ઇન્સપેક્ટર ઇ. રાજેશ્વરી (E. Rajeshwari) પોતાની ટીમ સાથે પોતાના ક્ષેત્રમાં સતત પૂર પીડિતો માટે રાહત અભિયાન ચલાવી રહી છે. લોકોનું કહેવું છે કે આ સમાજની અસલી રોલ મોડલ છે. 

ભારે વરસાદના લીધે ચેન્નઇમાં 14 લોકોના જીવ ગયા
ચેન્નઇમાં ભારે વરસાદના લીધે અત્યાર સુધી 14 લોકોના જીવ ગુમાવી ચૂક્યા છે. સ્થાનિક વહિવટી તંત્ર રાહત અને બચાવ કાર્યોમાં જોડાઇ ગયું છે અને ગત 4 દિવસની અંદર શહેરમાં 20 લાખ લોકો સુધી ભોજન પહોંચડવામાં આવ્યું છે. 

ચેન્નઇ એરપોર્ટ સાંજ સુધી બંધ કરી દેવામાં આવ્યો
ચેન્નઇમાં થઇ રહ્યો છે ભારે વરસાદના લીધે એરપોર્ટ બપોરે 1.15 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના લીધે ચેન્નઇ શહેરના 13 સબવેમાં પાણી ભરાઇ ગયું છે અને હજારો ઝાડ પડી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news