છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલવાદીઓનો હૂમલો, 2 જવાન શહીદ

આ હૂમલામાં બે જવાન શહીદ થઇ ગયા અને પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા, આઇઇડી વિસ્ફોટ દ્વારા કરાયો હૂમલો

છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલવાદીઓનો હૂમલો, 2 જવાન શહીદ

બીજાપુર : સરકાર નક્સલવાદીઓનાં ખાત્મા માટે પ્રયાસ કરી રહી છે પરંતુ જેવું લાગે છે કે નક્સલવાદીઓ અંત તરફ છે, કોઇને કોઇ સ્થળે મોટો હૂમલો કરે છે. બીજાપુરનાં કુટરૂમાં સોમવારે નક્સલવાદીઓએ આઇઇડી વિસ્ફોટમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)નાં જવાનોની ભરેલી બસને ઉડાવી દીધી હતી.આ હૂમલામાં બે જવાનો શહિદ થઇ ગયા હતા અને પાંચ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર વિસ્ફોટ બાદ નક્સલવાદીઓએ ફાયરિંગ પણ કર્યું હતું. 

— ANI (@ANI) April 9, 2018

ઉલ્લેખનીય છે કે, સોમવાર સવારથી નક્સલવાદીઓ આશરે 10 સ્થળો પર સીરિયલ બ્લાસ્ટ કર્યા હતા. આ બ્લાસ્ટમાં સવારે એક જવાન ઘાયલ થઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હૂમલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 14 એપ્રીલનાં પ્રસ્તાવિત કાર્યક્રમ સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યો છે. 14 એપ્રીલે વડાપ્રધાન મોદી પોતાનાં પ્રવાસમાં દેશ સમક્ષ પોતાનું રિપોર્ટકાર્ડ રજુ કરવાનાં છે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા દલિતો અને પછાત વર્ગનાં લોકો માટે ચાલુ કરવામાં આવેલી યોજના અંગે પણ જણાવશે. 

— ANI (@ANI) April 9, 2018

નક્સલી મુદ્દે સ્પેશ્યલ ડીજીડીએમ અવસ્થીએ જણાવ્યું કે, કુટરૂની પાસે આઇઇડી દ્વારા વિસ્ફોટ થયો. હૂમલા પાછળ નક્સલવાદીઓનો જ હાથ છે. વિસ્ફોટમાં ડીઆરજીનાં બે જવાન શહીદ થઇ ગયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે, ઘાયલ જવાનોની સારવાર કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુકમામાં રવિવારે નક્સલવાદીઓએ જિલ્લા મુખ્યમથખ સોઢીપારામાં બડ્ડેસેટ્ટી પંચાયતનાં સરપંચ કલમું હુંગાની હત્યા કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર 6 અજાણ્યા લોકોએ ઘટનાને પાર પાડી હતી. ડીઆરજી પ્રદેશ પોલીસ દળનો હિસ્સો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news