ચીને અરૂણાચલને ગણાવ્યો પોતાનો હિસ્સો, ગુમ થયેલા 5 ભારતીયો અંગે ચોંકાવનારૂ નિવેદન

LAC પર ચીન અને ભારત વચ્ચે ટક્કરની સ્થિતી છે. હાલમાં જ મોસ્કોમાં બંન્ને દેશોના સંરક્ષણમંત્રીઓ વચ્ચે અઢી કલાક સુધી બેઠક યોજાઇ હતી. જેમાં ગલવાન અને લદ્દાખ મુદ્દે ગહન ચર્ચા થઇ હતી. મીટિંગ તુરંત બાદ જ ચીને સીમા પર રહેલી સ્થિતી માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. હવે ડ્રેગને અરૂણાચલ પ્રદેશ પર પણ પોતાનો દાવો ઠોક્યો છે.

Updated By: Sep 7, 2020, 08:33 PM IST
ચીને અરૂણાચલને ગણાવ્યો પોતાનો હિસ્સો, ગુમ થયેલા 5 ભારતીયો અંગે ચોંકાવનારૂ નિવેદન

નવી દિલ્હી : LAC પર ચીન અને ભારત વચ્ચે ટક્કરની સ્થિતી છે. હાલમાં જ મોસ્કોમાં બંન્ને દેશોના સંરક્ષણમંત્રીઓ વચ્ચે અઢી કલાક સુધી બેઠક યોજાઇ હતી. જેમાં ગલવાન અને લદ્દાખ મુદ્દે ગહન ચર્ચા થઇ હતી. મીટિંગ તુરંત બાદ જ ચીને સીમા પર રહેલી સ્થિતી માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. હવે ડ્રેગને અરૂણાચલ પ્રદેશ પર પણ પોતાનો દાવો ઠોક્યો છે.

ખેડૂતો ખેતી ઉપરાંત પણ કરી શકશે કરોડો રૂપિયાની કમાણી, આ પ્રકારે કરી શકો છો

ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને  (Zhao Lijian) સોમવારે નિવેદન બહાર પાડીને જાહેરાત કરી કે ચીને ક્યારે અરૂણાચલપ્રદેશને માન્યતા નથી આપી કે જે ચીનનો દક્ષિણ તિબેટ વિસ્તાર છે. લિજિને આ વાત ચીની સમાચારપત્ર (Global Times newspaper) ના હવાલાથી જણાવી હતી. ચીનનાં વિદેશ મંત્રાલય દ્વારા આ નિવેદન બહાર પાડીને અરૂણાચલ પ્રદેશનાં 5 ભારતીય યુવકોના ગુમ થયા બાદ આવી છે. જ્યારે લિજિનથી અરૂણાચલ પ્રદેશથી ગુમ થયેલા 5 ભારતીયો અંગે પુછ્યું તો તેમણે ચુપ્પી સાધી અને કહ્યું કે તેમને આ અંગે કોઇ જ માહિતી પ્રાપ્ત થઇ નથી. 

કંગના રનૌતની મુંબઇ ઓફીસ પર BMC ના દરોડા, અભિનેત્રીએ કહ્યું બધુ જ ધ્વસ્ત કરી દઇશું

ચીની સેનાએ કર્યું અપહરણ
ભારતીય પાયદળે (Indian Army) અરૂણાચલ પ્રદેશનાં ઉપરનાં સુબનસિરી જિલ્લામાંથી પાંચ લોકોને પીપલ્સ લિબરેશન આર્મીનાં (People’s Liberation Army) સૈનિકો દ્વારા કથિત રીતે અપહરણ કરવા અંગેના મુદ્દે ચીની સેના સમક્ષ ઉઠાવ્યો છે. સેનાએ 5 યુવકોનાં અપહરણની તપાસ માટે એક પોલીસ ટીમ મેકમોહન લાઇન પર રહેલા સીમાવર્તી વિસ્તારમાં મોકલી છે. આ લાઇન અપર સુબનસિરી જિલ્લાને તિબેટથી અલગ કરે છે. 

Exclusive: ચીન સાથે સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાને 400 આતંકવાદીઓએ ઘૂસણખોરીનું ઘડ્યું કાવતરું

ભારતીય સંરક્ષણ પ્રવક્તા લેફ્ટિનેંટ કર્નલ હર્ષવર્ધન પાંડેએ (Lieutenant Colonel Harsh Wardhan Pande) આ અંગે કહ્યું કે, અમે અમારા દળને એલર્ટ કર્યું છે. તેઓ અસૈન્ય તંત્રના સંપર્કમાં સતત રહ્યા છે અને અપર સુબનસિરીનાં એસપીએ જણાવ્યું કે, તેમની પાસે અત્યાર સુધી ગુમ થયાની ફરિયાદ મળી નથી. પાંડેએ કહ્યું કે, અમે હોટલાઇન પર ચીન સાથે વાતચીત કરી અને કહ્યું કે, અમને આશંકા છે કે અહીંના કેટલાક લોકો લાઇનક્રોસ કરી ગયા છે. જો તમે અમને સોંપી દેશો તો અમે તમારા આભારી રહીશું. 

હાઇકોર્ટનો ચુકાદો: હવે ખાનગી શાળાઓ 3 હપ્તામાં 70 ટકા સુધી ફી વસુલી શકશે

આ ક્ષેત્રમાં જંગલ કે પહાડોમાંથી પસાર થનારી કોઇ પણ રેખા નથી, એટલા માટે આમ તેમ ફરી રહ્યા હોય ત્યારે બીજી તરફ જતા રહ્યા હોય તેવું બની શકે. આ ખુબ જ સામાન્ય બાબત છે. આ ગુમ થયેલા 5 ભારતીય યુવકોની ઓળખ ટોક સિંગકમ, પ્રસાંત રિંગલિંગ, ડોંગટુ એબિયા, તનુ બાકેર અને ગારુ ડિરી તરીકે થઇ છે. આ ગુમ થવાના સમાચાર એવા સમયે આવ્યા જ્યારે ભારતમાં પૂર્વી લદ્દાખમાં બંન્ને દેશો વચ્ચે સીમા વિવાદ મધ્યે 3400 કિલોમીટર લાંબી વાસ્તવીક નિયંત્રણ રેખા (LAC) પર પોતાની સંખ્યામાં વધારો કર્યો છે. અરૂણાચલ પ્રદેશનાં ડીજીપીએ આ અંગે પીએલએસ સૈનિકો દ્વારા યુવકોનાં અપહરણની પૃષ્ટી નથી કરી. જો કે ઇન્ડિય આર્મી આ અંગે તપાસ ચલાવી રહી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube