Big News: ભારત-ચીન તણાવ વચ્ચે લદાખના ડેમચોકમાંથી ચીની સૈનિક પકડાયો

ભારતીય સેના (Indian Army)એ પૂર્વ લદાખના ચુમાર ડેમચોક સેક્ટરથી એક ચીની સૈનિકને પકડ્યો છે. મળતી માહિતી મુજબ સોમવારે સવારે આ સૈનિકને પકડી લેવાયો. હાલ તેની પૂછપરછ ચાલુ છે.

Big News: ભારત-ચીન તણાવ વચ્ચે લદાખના ડેમચોકમાંથી ચીની સૈનિક પકડાયો

નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army)એ પૂર્વ લદાખના ચુમાર ડેમચોક(Demchok) સેક્ટરથી એક ચીની સૈનિક (Chinese Soldier) ને પકડ્યો છે. મળતી માહિતી મુજબ સોમવારે સવારે આ સૈનિકને પકડી લેવાયો. હાલ તેની પૂછપરછ ચાલુ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે 'સૈનિક કદાચ અજાણતા ભારતીય સરહદમાં પ્રવેશી ગયો. નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ તેને ચીની સેનાને હવાલે કરી દેવાશે.'

ભારતીય સેના તરફથી પૂછપરછમાં એ જાણવાની કોશિશ કરાશે કે આ એકલો અટુલો સૈનિક ભારતીય સરહદમાં કેવી રીતે ઘૂસી ગયો. શું તે જાસૂસીના હેતુથી આવ્યો હતો કે પછી રસ્તો ભટકી ગયો, એ જાણ્યા બાદ સેના આગામી કાર્યવાહી કરશે. પ્રોટોકોલ મુજબ અજાણતા સરહદમાં ઘૂસી ગયેલા સૈનિકને પાછો મોકલી દેવાય છે. 

આમને સામને છે બંને દેશની સેનાઓ
ભારત અને ચીનની સેનાઓ એપ્રિલ-મે મહિનાથી આમને સામને છે. પૂર્વ લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના અનેક પોઈન્ટ્સ પર બને તરફથી તનાતની છે. તણાવના મુખ્ય પોઈન્ટ્સ દેમચોક ઉપરાંત પેન્ગોંગ ઝીલનો ઉત્તર અને દક્ષિણ તટ, ડેપસાંગનો મેદાની વિસ્તાર સામેલ છે. સરહદ પર બંને બાજુથી ભારે સંખ્યામાં જવાનોની તૈનાતી છે. આવામાં કોઈ ચીની સૈનિક જો અજાણતા જ સરહદ પાર કરીને ભારતમાં ઘૂસે તે મોટી વાત ગણાય. 

— ANI (@ANI) October 19, 2020

ભારતે હંમેશા દેખાડી છે દરિયાદિલી
બંને દેશો વચ્ચે સરહદ નિર્ધારિત ન હોવાના કારણે છાશવારે આમ થતું હોય છે. ભારત અજાણતાથી સરહદ પાર કરીને આવી ગયેલા ચીની નાગરિકોને સકુશળ પાછા મોકલતા ખચકાતું નથી. આ તણાવ વચ્ચે હાલમાં જ એક ચીની કપલ રસ્તો ભટકી ગયું હતં. સેનાએ તેમને રસ્તો દેખાડ્યો સાથે સાથે ભોજન કરાવ્યું અને ધ્યાન પણ રાખ્યું. 

પ્રોટોકોલ મુજબ જો કોઈ અજાણતા સરહદ પાર કરીને આવે તો તેને પૂછપરછ બાદ પાછા સોંપી દેવાય છે. જો કે ચીન આ મામલે પણ તિકડમબાજીથી બહાર આવતું નથી. ગત મહિને અરૂણાચલ પ્રદેશમાં પાંચ યુવકો ગૂમ થયા હતાં. પૂરેપૂરો શક હતો કે ચીને પકડી રાખ્યા હતા. પહેલા તો ચીને કશું કહ્યું નહીં પરંતુ પાછળથી છોડી દીધા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news