LGના ઘરે ધરણા પર બેઠેલા CM કેજરીવાલે PM મોદી પર લગાવ્યો મોટો આરોપ

ઉપરાજ્યપાલ અનિલ બૈજલના ઘર પર સાત દિવસથી ધરણા પર બેઠેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો છે.

LGના ઘરે ધરણા પર બેઠેલા CM કેજરીવાલે PM મોદી પર લગાવ્યો મોટો આરોપ

નવી દિલ્હી: ઉપરાજ્યપાલ અનિલ બૈજલના ઘર પર સાત દિવસથી ધરણા પર બેઠેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો છે. રવિવારે વહેલી સવારે અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર આરોપ લગાવ્યો કે તેમના ઈશારે દિલ્હીમાં ઓફિસરોની હડતાળ કરાવવામાં આવી છે. સીએમ કેજરીવાલે ટ્વિટ કરી છે કે 'જે વડાપ્રધાન કોઈ રાજ્યમાં ઓફિસરોની હડતાળ કરાવીને ત્યાંનું કામ કાજ ઠપ કરાવી શકે છે, શું એવા વડાપ્રધાનના હાથમાં દેશનું લોકતંત્ર સુરક્ષિત છે?'

કેજરીવાલના સપોર્ટમાં આવેલા મુખ્યમંત્રીઓને તેમને મળવા ન દેવાયા
ચાર મુખ્યમંત્રીઓને દિલ્હીના તેમના સમકક્ષ અરવિંદ કેજરીવાલને ઉપરાજ્યપાલના કાર્યાલય પર મળવાની મંજૂરી ન આપવા દેવા બદલ આપ નેતૃત્વએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા આરોપ લગાવ્યો કે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે. આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી હતી કે મને નથી લાગતુ કે ઉપરાજ્યપાલ પોતે આટલો મોટો ફેસલો લઈ શકે છે. નિશ્ચિત રીતે પીએમઓએ તેમને મંજૂરી આપવાની ના પાડી હશે. જે રીતે પીએમઓના ઈશારે આઈએએસ હડતાળ કરી રહ્યાં છે.

जो प्रधान मंत्री किसी राज्य में अफ़सरों की हड़ताल करवा के वहाँ का काम काज ठप करता है, क्या ऐसे प्रधान मंत्री के हाथों में देश का लोकतंत्र सुरक्षित है?

— Arvind Kejriwal (@ArvindKejriwal) June 17, 2018

ચાર મુખ્યમંત્રીઓએ કેજરીવાલ પ્રત્યે એકજૂથતા બતાવી
પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રીઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રતિ એકજૂથતા દર્શાવી. કેજરીવાલ દિલ્હીમાં નોકરશાહોની હડતાળ ખતમ કરાવવા માટે પોતાના મંત્રીમંડળના સહયોગીઓ સાથે ઉપરાજ્યપાલના કાર્યાલયમાં ધરણા પર બેઠા છે.

કેજરીવાલના ઘરે પત્રકાર સંમેલનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને કેરળના સીએમ પિનરાયી વિજયને કેન્દર્ને તરત આ સંકટનું સમાધાન કરવા જણાવ્યું છે.

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી દળોના સાથે આવવાના પ્રયત્નો વચ્ચે કેજરીવાલને આ ચાર મુખ્યમંત્રીનું સમર્થન ખુબ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે 2019ની ચૂંટણીમાં ભાજપ સામે મુકાબલો કરવા માટે વિપક્ષી દળો સાથે ગઠબંધન પર વિચાર કરી રહેલી કોંગ્રેસ દિલ્હીના મુખ્યમંત્રીના ધરણાની આલોચના કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news