Video: કેજરીવાલના આમંત્રણ પર અમદાવાદનો સફાઈકર્મી પરિવાર સહિત ફ્લાઈટમાં દિલ્હી પહોંચ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના અમદાવાદ શહેરના એક સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને પરિવાર સહિત પોતાના ઘરે લંચ કરવા માટે આમંત્રણ આપ્યું. આ આમંત્રણ સ્વીકારતા હર્ષ અને તેમનો પરિવાર ફ્લાઈટથી દિલ્હી પહોંચ્યા. અહીં પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. કેજરીવાલે રવિવારે અમદાવાદમાં ટાઉનહોલ બેઠક દરમિયાન સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને દિલ્હી પોતાના ઘરે ભોજન પર આમંત્રણ આપ્યું હતું.
Trending Photos
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના અમદાવાદ શહેરના એક સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને પરિવાર સહિત પોતાના ઘરે લંચ કરવા માટે આમંત્રણ આપ્યું. આ આમંત્રણ સ્વીકારતા હર્ષ અને તેમનો પરિવાર ફ્લાઈટથી દિલ્હી પહોંચ્યા. અહીં પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. કેજરીવાલે રવિવારે અમદાવાદમાં ટાઉનહોલ બેઠક દરમિયાન સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને દિલ્હી પોતાના ઘરે ભોજન પર આમંત્રણ આપ્યું હતું.
ત્યારબાદ સોમવારે સફાઈ કર્મચારી અને તેમનો પૂરેપૂરો પરિવાર આજે દિલ્હી એરપોર્ટ પહોંચ્યો અને અહીં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેમનું સ્વાગત કર્યું. પંજાબ ભવનમાં તેમના રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સફાઈ કર્મચારી અને તેમના પરિવારના આવવા જવાની વ્યવસ્થા પોતાના તરફથી કરી છે. ગુજરાતના આપ નેતા ગોપાલ ઈટાલિયા પણ પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા છે.
आज CM @ArvindKejriwal के निमंत्रण पर Harsh Solanki परिवार समेत Gujarat से Delhi आए हैं
आजतक नेता Vote बटोरने के लिए लोगों के घर जाते थे।आज पहली बार किसी CM ने दिल से एक परिवार को भोज के लिए निमंत्रण दिया
हर्ष परिवार समेत Delhi Govt School और Hospital भी देखेंगे
— AAP (@AamAadmiParty) September 26, 2022
દિલ્હી પહોંચીને એરપોર્ટ પર સફાઈ કર્મચારી હર્ષે કહ્યું કે હું કેજરીવાલનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે તેમણે મને તેમના ઘરે ભોજન માટે બોલાવ્યો. આવું ક્યારેય વિચાર્યું નહતું. લાગે છે કે ખુલ્લી આંખે સપનું જોઈ રહ્યો છું. અમને પૂરેપૂરી આશા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના વાલ્મીકિ સમાજની સમસ્યાઓ દૂર કરશે.
Gujarat के Harsh Solanki अपने परिवार के साथ पहुंचे Delhi । LIVE https://t.co/XXMKqIkTLk
— AAP (@AamAadmiParty) September 26, 2022
કેજરીવાલે આપ્યું હતું આમંત્રણ
રવિવારે ગુજરાતના અમદાવાદમાં સફાઈકર્મીઓ સાથે સંવાદ દરમિયાન એક યુવકે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે ભોજનનું આમંત્રણ આપ્યું હતું. જેના પર અરવિંદ કેજરીવાલે તે યુવકના આમંત્રણનો સ્વીકાર કરતા કહ્યું કે તમે તમારા પૂરેપૂરા પરિવાર સાથે પહેલા દિલ્હી સ્થિત મારા ઘરે આવીને ભોજન કરવાનું રહેશે. હું જ્યારે આગામી પ્રવાસે ગુજરાત જઈશ ત્યારે તમારા ઘરે આવીને ભોજન કરીશ.
વાત જાણે એમ છે કે આ દરમિયાન સફાઈ કર્મચારી હર્ષે કહ્યું હતું કે 15 દિવસ પહેલા તમે ગુજરાત પ્રવાસ દરમિયાન એક રિક્ષાચાલકના ઘરે જઈને ભોજન કર્યું હતું. તો શું તમે એ જ રીતે વાલ્મીકિ સમાજના ઘરે જઈને ભોજન કરશો. જેના પર સીએમ અરવિંદ કેજરીવાલે પહેલા તે યુવકનું નામ પૂછ્યું અને કહ્યું કે હું તમારા ઘરે જરૂરી ભોજન કરીશ, પરંતુ તે પહેલા તમારો એક પ્રસ્તાવ છે. જો તમે મારા આ પ્રસ્તાવને સ્વીકારશો તો જ હું તમારા ઘરે ભોજન કરીશ.
Gujarat से आए Harsh Solanki अपने परिवार के साथ Delhi के Mohalla Clinic देखने पहुंचे | @Gopal_Italia | LIVE https://t.co/SWYVhBFgZC
— AAP (@AamAadmiParty) September 26, 2022
કેજરીવાલે કહ્યું કે મે જોયું છે કે તમામ નેતાઓ ચૂંટણી પહેલા દલિતોના ઘરે દેખાડા માટે જઈને ખાવાનું ખાય છે. આજ સુધી કોઈ નેતાએ કોઈ દલિતને પોતાના ઘરે ભોજન માટે બોલાવ્યા નથી. શું તમે મારા ઘરે ભોજન માટે આવશો? જેના પર હર્ષે અરવિંદ કેજરીવાલના આમંત્રણનો સ્વીકાર કરી લીધો.
કેજરીવાલે કહ્યું કે હું તમારા સમગ્ર પરિવાર માટે ફ્લાઈટની ટિકિટ મોકલીશ. કાલે તમે દિલ્હી આવી જજો. તમારા સમગ્ર પરિવાર સાથે મારો પૂરેપૂરો પરિવાર ભોજન કરશે. ત્યારબાદ જ્યારે હવે હું અમદાવાદ આવીશ ત્યારે હું તમારા ઘરે ભોજન માટે આવીશ. હર્ષનો પરિવાર આજે સવારે 8.30 વાગે ફ્લાઈટથી દિલ્હી રવાના થયો. 10.30 વાગે પરિવાર દિલ્હી પહોંચ્યો.
इतनी सारी Facilities वाला Govt School पहले कभी नहीं देखा।
ये Gujarat में भी होना चाहिए। बच्चों को अच्छी शिक्षा मिलनी चाहिए।
-@ArvindKejriwal जी के सरकारी स्कूल देखने के बाद बोले Harsh Solanki pic.twitter.com/iWM285WEuu
— AAP (@AamAadmiParty) September 26, 2022
દિલ્હી સરકારી શાળા જોઈ
હર્ષ સોલંકીએ પરિવાર સાથે દિલ્હીની સરકારી શાળા જોઈ. ત્યારબાદ મોહલ્લા ક્લિનિકની પણ મુલાકાત લીધી. હર્ષ સોલંકીએ ત્યારબાદ કહ્યું કે મે આટલી બધી સુવિધાવાળી સરકારી શાળા અગાઉ જોઈ નથી. આવી ગુજરાતમાં પણ હોવી જોઈએ. સારું શિક્ષણ મળવું જોઈએ.
Delhi CM @ArvindKejriwal hosts the family of Harsh Solanki from Gujarat for lunch at his residence. pic.twitter.com/mXldwX36Ck
— AAP (@AamAadmiParty) September 26, 2022
કેજરીવાલ સાથે કર્યું લંચ
હર્ષ સોલંકીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સહપરિવાર લંચ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે