વેલેન્ટાઈન ડે પર ગુલાબથી વધુ આ વસ્તુનું થયું વેચાણ, માત્ર એડલ્ટ કરે છે ઉપયોગ, તૂટી ગયા તમામ રેકોર્ડ

Valentine Day Condoms Sale Increases: વેલેન્ટાઈન વીક પર આ વખતે ફૂલ કરતા કોન્ડોમનું વેચાણ વધુ થયું છે. ઓનલાઇન સામાન ડિલિવર કરનાર કંપની Blinkit ના ફાઉન્ડર અલબિંદર ઢીંડસાએ ટ્વિટ કરી એક રિપોર્ટ શેર કર્યો છે. 7થી 14 ફેબ્રુઆરી સુધી ચાલેલા વેલેન્ટાઈન વીકમાં કોન્ડોમના વેચાણના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.
 

વેલેન્ટાઈન ડે પર ગુલાબથી વધુ આ વસ્તુનું થયું વેચાણ, માત્ર એડલ્ટ કરે છે ઉપયોગ, તૂટી ગયા તમામ રેકોર્ડ

નવી દિલ્હીઃ વેલેન્ટાઈન ડે પર ફુલોનું વેચાણ ખુબ થાય છે. આ દિવસોમાં ફૂલ પણ સામાન્ય દિવસોની તુલનામાં મોંઘા મળે છે. પરંતુ તમે જાણીને ચોંકી જશો કે આ વખતે વેલેન્ડાઈન ડે પર ફૂલોથી વધુ નિરોધ (Condom)નું વેચાણ થયું છે. 7થી 14 ફેબ્રુઆરી સુધી ચાલનાર વેલેન્ટાઈન વીકમાં કોન્ડોમનું રેકોર્ડતોડ વેચાણ થયું છે. અત્યાર સુધી વેલેન્ટાઈન વીકમાં દરેક દિવસ પ્રમાણે પ્રેમી યુગક એકબીજાને ગિફ્ટ આપતા હતા. તેમાં ટેડી ડે, ચોકલેટ ડે, પ્રપોઝ ડે અને પછી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. અત્યાર સુધી વેલેન્ટાઈન વીકમાં પુષ્કળ ફૂલો વેચાતા હતા. વેલેન્ટાઈન વીકની શરૂઆત પહેલા દુકાનદારો પણ વિવિધ પ્રકારની ભેટો અને ફૂલો લાવે છે. વેલેન્ટાઈન વીક દરમિયાન ગિફ્ટ કાર્ડ્સનું પણ ઘણું વેચાણ થતું હતું. પરંતુ આ વખતે આ તમામનું વેચાણ ઘણું પાછળ રહી ગયું છે. કોન્ડોમના વેચાણના આંકડા જોઈને તમે ચોંકી જશો.

ઓનલાઈન ખુબ થઈ કોન્ડોમની ખરીદી
ઓનલાઇન સામાન ડિલિવર કરનારી કંપની  Blinkit ના ફાઉન્ડર અલબિંદર ઢીંડસા પ્રમાણે વેલેન્ટાઈન ડે પર કોન્ડોમ (Condom) અને મીણબત્તી બંનેનું વેચાણ ખુબ થયું છે. બાકી પ્રોડક્ટ્સમાં પુરૂષો માટે ડિઓડોરેન્ટ, મહિલાઓ  માટે પરફ્યૂમ, સિંગલ ગુલાબ, બુકે અને ચોકલેટ સામેલ છે. તેમણે ટ્વિટર પર એનાલિટિક્સ પર કેટલાક રિપોર્ટ પણ શેર કર્યાં છે. એક રિપોર્ટ પ્રમાણે બ્લિંકિટે 10 હજારથી વધુ ગુલાબ વેચ્યા છે અને 10 કલાક સુધી 1200 બુકે ડિલિવર કર્યાં હતા. 

— Albinder Dhindsa (@albinder) February 14, 2023

વેલેન્ટાઈન ડે પર કોન્ડોમનું રેકોર્ડ વેચાણ
સુપરમાર્કેટ ચેન ચલાવનારી કંપની Foodstuffs ના નોર્થ આઈલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં 330 સ્ટોર અને 24 હજાર ફૂડી સ્ટોલ છે.  Foodstuffs ના એક રિપોર્ટ પ્રમાણે આ વર્ષે વેલેન્ટાઈન વીક દરમિયાન ફુલ અને ગિફ્ટથી વધુ કોન્ડોમની ડિમાન્ડ રહી છે. આ સાથે પર્સનલ લુબ્રિકેન્ટના વેચાણમાં 61 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. પાછલા વર્ષ એટલે કે 2022થી તુલના કરવામાં આવે તો વેલેન્ટાઈન વીક દરમિયાન 22 ટકા કોન્ડોમનું વેચાણ વધુ થયું છે. 

યૂએસ નેશનલ રિટેડ ફેડરેશન (US National Retail Federation)પ્રમાણે વેલેન્ટાઈન ડેને લઈને યુવાઓમાં ખુબ ઉત્સાહ હોય છે. હેલ્થ અને યૌન સંબંધોને કારણે થનાર બીમારીઓને લઈને જાગરૂત કરવા માટે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ International Condom Day પણ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં કોન્ડોમ ખરીદવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં કોન્ડોમ બનાવનારી કંપનીઓ તે માટે તૈયારી પણ કરે છે. વેલેન્ટાઈન ડે પહેલા ઘણા પ્રકારની ઓફર માર્કેટમાં લાવવામાં આવે છે, જેથી તેનું વેચાણ થઈ શકે. રિપોર્ટ પ્રમાણે 14 ફેબ્રુઆરીએ કોન્ડોમનું ધૂમ વેચાણ થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news