કોંગ્રસનો ફરી પ્રહાર, પૂછ્યું- મજબૂત ભારતના PMએ ચીનનું નામ લેવાનું કેમ ટાળ્યું?

ભારત અને ચીનની વચ્ચે તણવા વધી રહ્યો છે. ચીન સાથે સીમા પર વધી રહેલા તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર સવારે લેહ પહોંચ્યા હતા. પીએમ મોદીની આ મુલાકાત અચાનક હતી. જેનાથી દરેક ચોંકી ઉઠ્યા છે. આ વચ્ચે કોંગ્રેસે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
કોંગ્રસનો ફરી પ્રહાર, પૂછ્યું- મજબૂત ભારતના PMએ ચીનનું નામ લેવાનું કેમ ટાળ્યું?

નવી દિલ્હી: ભારત અને ચીનની વચ્ચે તણવા વધી રહ્યો છે. ચીન સાથે સીમા પર વધી રહેલા તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર સવારે લેહ પહોંચ્યા હતા. પીએમ મોદીની આ મુલાકાત અચાનક હતી. જેનાથી દરેક ચોંકી ઉઠ્યા છે. આ વચ્ચે કોંગ્રેસે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરતા પૂછ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનનું નામ લેવાનું કેમ ટાળ્યું. સાથે જ સુરજેવાલાએ કહ્યું આ પણ સવાલ કર્યો કે ચીનથી આંખમાં આંખ નાખી વાત ક્યારે થશે. સુરજેવાલાએ કહ્યું છે કે, આખરે મજબૂત ભારતના પ્રધાનમંત્રી આટલા નબળા કેમ છે.

30 मई, 2020 -
“राष्ट्र के नाम” संदेश में चीन का नाम नहीं।

3 जुलाई, 2020 -
“सैनिकों से बात” में चीन का नाम नहीं।

मज़बूत भारत के प्रधानमंत्री इतने कमजोर क्यों?
चीन का नाम तक लेने से गुरेज़ क्यों?
चीन से आँख में आँख डाल कब बात होगी?

— Randeep Singh Surjewala (@rssurjewala) July 3, 2020

ગલવાન ખીણમાં ચીનની સાથે થયેલા લોહીયાળ સંઘષમાં 20 ભારતીય જવાન શહીદ થયા છે. ત્યારબાદથી કોંગ્રેસના દ્વારા પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ પીએમ મોદી તરફથી ચીનનું નામ ન લેવા પર પ્રહાર કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news