રામ, કૃષ્ણ, શિવની જાન.. પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથ, યૂપી પોલીસ પર કર્યા પ્રહાર

પ્રિયંકા ગાંધી બોલ્યા કે લખનઉના દારાપુરીમાં 77 વર્ષના નિવૃત ઓફિસરની ઘરેથી ધરપકડ કરવામાં આવી, જે આંબેડકરવાદી હતા. 
 

રામ, કૃષ્ણ, શિવની જાન.. પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથ, યૂપી પોલીસ પર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે લખનઉમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે રાજ્યની યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યાં અને નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનમાં જે હિંસા થઈ તેમાં યૂપી પોલીસના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશની પોલીસ આ સમયે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના 'બદલા' લેવાના નિદેવન પર કામ કરી રહી છે. 

પ્રિયંકા ગાંધીએ પોતાની પત્રકાર પરિષદમાં શું કહ્યું....
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને કહ્યું કે, આજે સવારે અમારી તરફથી રાજ્યપાલને એક પત્ર મોકલવામાં આવ્યો છે, તે સંપૂર્ણ પત્ર છે, જેનો ઉલ્લેખ મીડિયામાં થઈ રહ્યો છે. પ્રદેશ સરકાર તંત્ર અને પોલીસ દ્વારા ઘણી જગ્યાએ અરાજકતા ફેલાય છે, તેમણે એવા પગલા ભર્યાં છે જેનો કોઈ ન્યાય કે કાયદાકીય આધાર નથી. 

પ્રિયંકા બોલી કે હું બિજનોર ગઈ હતી, ત્યાં બે બાળકોના મોત થયા છે. એક યુવક કોફી મશીન ચલાવતો હતો, તે ઘરની બહાર ઉભો હતો. તે માત્ર દૂધ લેવા માટે ગયો હતો, પરંતુ ત્યાં પર તેનું મોત થયું હતું. બાળકની લાશ ન આપવામાં આવી, પરિવારને કેસ કરવાની ધમકી આપવામાં આવી છે. આ સિવાય પ્રિયંકાએ સુલેમાનની વાત કરી જે યૂપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. 

— ANI UP (@ANINewsUP) December 30, 2019

લખનઉના ઓફિસરની કહાની....
પ્રિયંકા ગાંધી બોલ્યા કે લખનઉના દારાપુરીમાં 77 વર્ષના નિવૃત ઓફિસરની ઘરેથી ધરપકડ કરવામાં આવી, જે આંબેડકરવાદી હતા. તેમણે પ્રદર્શનને લઈને એક ફેસબુક પોસ્ટ કરી, પછી લોકોને સાવધાની વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી. પરંતુ પોલીસ તેમના ઘરે આવી અને ધરપકડ કરીને લઈ ગઈ હતી. 

આ દરમિયાન તેમણે એક કિસ્સો સંભળાવતા કહ્યું કે, 10 વર્ષનું બાળક, 16 વર્ષની બાળકી આજે એકલી રહે છે, કારણ કે તેમની માતા માત્ર રસ્તા પર જારી પ્રદર્શનનો વીડિઓ લઈ રહી હતી, પરંતુ પોલીસે તેમની પણ ધરપકડ કરી લીધી હતી. પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન કહ્યું કે, પ્રદેશમાં 5500 લોકો કસ્ટડીમાં છે, 1100ની ધરપકડ થઈ છે. 

પ્રિયંકા ગાંધીનો યોગી પર હુમલો
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યૂપી સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યું કે, શ્રીકૃષ્ણ, રામ કરૂણાના પ્રતિક છે, આપણે ત્યાં શિવની જાનમાં બધા નાચતા હતા. દેશની આત્મામાં બદલા જેવા શબ્દને જગ્યા નથી, શ્રીકૃષ્ણએ ક્યારેય બદલાની વાત કરી નથી. આ પ્રદેશના સીએમ યોગીના વસ્ત્ર પહેરે છે, આ ભગવા તમારો નથી. આ ભગવો હિન્દુસ્તાનની ધાર્મિક આસ્થાનું પ્રતિક છે, તે ધર્મનું પાલન કરતા શીખો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news