મુશ્કેલીમાં કમલનાથ સરકાર, કોંગ્રેસ ધારાસભ્ય હરદીપ સિંહ ડંગે આપ્યું રાજીનામું
હરદીપ સિંહ ડંગ તે ચાર ધારાસભ્યોમાં સામેલ છે, જેમને બેંગલુરૂ લઈ જવાની વાત સામે આવી રહી હતી. કોંગ્રેસનો આરોપ છે કે વિપક્ષી ભારતીય જનતા પાર્ટી હોર્ટ ટ્રેડિંગ કરીને કમલનાથ સરકારને પાડવા ઈચ્છે છે.
Trending Photos
ભોપાલઃ મધ્ય પ્રદેશની કમલનાથ સરકારની મુશ્કેલી હવે ખરેખર વધવા લાગી છે. મંદસૌરની સુવસરા વિધાનસભા સીટથી કોંગ્રેસના ધારાસભ્ય હરદીપ સિંહ ડંગે રાજીનામું આપી દીધું છે. 'જુગાડ'ના બહુમત પર ચાલી રહેલી કમલનાથ સરકાર માટે આ રાજીનામું ખતરાની ઘંટી જેમ છે. જો વધુ કોઈ ધારાસભ્ય રાજીનામું આપે છે તો બહુમતનો આંકડો ઓછો થશે અને કમલનાથની સરકાર પડી શકે છે.
હરદીપ સિંહ ડંગ તે ચાર ધારાસભ્યોમાં સામેલ છે, જેમને બેંગલુરૂ લઈ જવાની વાત સામે આવી રહી હતી. કોંગ્રેસનો આરોપ છે કે વિપક્ષી ભારતીય જનતા પાર્ટી હોર્ટ ટ્રેડિંગ કરીને કમલનાથ સરકારને પાડવા ઈચ્છે છે. તો ભાજપનું કહેવું છે કે કોંગ્રેસમાં એટલા જૂથ છે કે તે એકબીજાને નીચા દેખાડવામાં લાગ્યા છે.
તો લાપતા ચાલી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય બિસાહુલાલ સિંહના ગુમ થવાનો કેસ ભોપાલના ટીટી નગરમાં નોંધાવવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ધારાસભ્ય બિસાહુલાલ સિંહ ગાયબ છે. આ પહેલા મંગળવારે મોડી રાત્રે રાજકીય નાટક તે સમયે શરૂ થયું, જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ, બીએસપી અને એસપીના કુલ 9 ધારાસભ્યો અચાનક ગાયબ થઈ ગયા હતા.
દેશમાં કોરોનાથી પીડિતોની સંખ્યા 31 પર પહોંચી, ઇટાલીના પ્રવાસીની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ
નવ ધારાસભ્યો ગાયબ, માત્ર 5 પરત ફર્યા
તેમાંથી પાંચ ધારાસભ્યો બુધવારે મોડી રાત્રે ભોપાલ આવી ગયા હતા. પરંતુ ચાર ધારાસભ્યોની માહિતી મળી શકી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર દારાસભ્ય કોંગ્રેસના બિસાહુલાલ, હરદીપ સિંહ ડંગ, રઘુરાજ કંસાના અને અપક્ષ સુરેન્દ્ર સિંહ શેરાનું લોકેશન મળી રહ્યું નથી. હવે તેમાંથી હરદીપ સિંહ ડંગે રાજીનામું આપી દીધું છે.
દિગ્વિજય અને સિંધિયાના નજીકના ધારાસભ્યો પરત ફર્યા
જે 5 ધારાસભ્યો પરત ફર્યા, તેમાંથી 3 કોંગ્રેસ 2 બીએસપીના છે. તેમાંથી ત્રણ દિગ્વિજયના નજીકના અને બાકી બે ધારાસભ્યો મંત્રી ન બનાવવાથી નારાજ હતા જ્યારે એક જ્યોતિરાદિત્ય સિંધિયાના કેમ્પનો છે. પાર્ટી સૂત્રો સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે કમલનાથ સરકારમાં કુલ 14 ધારાસભ્ય નારાજ ચાલી રહ્યાં છે, જેના પર ભાજપની નજર છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે