પતિનો મિત્ર મહિલાને છરીની અણીએ ગેસ્ટહાઉસમાં લઇ ગયો, પાંચ મહિના સુધી કર્યું એવું કે...

રાધનપુરની પરણિત મહિલાને તેંના પિયર મહેમદાવાદમાં રહેતા યુવકે ઘરે મૂકી જવાનું કહી છરીની અણીએ મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તેના ફોટા અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયર કરવાની ધાક ધમકી આપી હતી.

Updated By: Mar 5, 2020, 11:31 PM IST
પતિનો મિત્ર મહિલાને છરીની અણીએ ગેસ્ટહાઉસમાં લઇ ગયો, પાંચ મહિના સુધી કર્યું એવું કે...

પ્રેમલ ત્રિવેદી/રાધનપુર: રાધનપુરની પરણિત મહિલાને તેંના પિયર મહેમદાવાદમાં રહેતા યુવકે ઘરે મૂકી જવાનું કહી છરીની અણીએ મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તેના ફોટા અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયર કરવાની ધાક ધમકી આપી હતી. સતત પાંચ મહિના સુધી મહિલા પર દુષ્કર્મ આચરતા અને છેવટે મહિલાને સહન ના થતા તેઓએ ઝેરી પ્રવાહી પી આત્મહત્યાની કોશિશ કરતા અને આ બાબતની જાણ પરિવારજનોને થતા મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ યુવતીએ પરિવારજનોને કરતા તેઓએ આ નરાધામ યુવક વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ : બિમાર કુતરાની સારવાર પ્રિન્સિપાલને 45 હજારમાં પડી, જીવદયા પ્રેમી ખાસ વાંચો
રાધનપુરમાં હસતા ખેલતા પરિવારને એક નરાધામ યુવકની એવી નજર લાગી કે આ પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. જેની ઘટના પર નજર કરીએ તો રાધનપુરમાં રહેતી અને મહેમદાવાદ ખાતે પિયર ધરાવતી પરણિત મહિલા રાધનપુરના બજારમાં કામ અર્થે નીકળી હતી. તે સમયે રસ્તામાં પિયર મહેમદાવાદ ગામનો યુવક મળતાં તેને બાઈક ઉપર મહિલાને ઘરે મૂકી જવાનું કહેતા અને મહિલા યુવકને ઓળખતી હોવાને કારણે મહિલા બાઈક પર બેસી ગઈ હતી. ત્યાર બાદ યુવક બાઈક સુમસામ રસ્તે લઈ જઈ પરણિત મહિલાને છરી બતાવી નજીકની હોટલના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ યુવકે મહિલા પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી અને તેનો ફોટો અને વિડિઓ ઉતારી લઇ અને આ બાબત ની કોઈ ને જાણ કરશ તો તેના દીકરાને મોત ને ઘાટ ઉતારવાની ધમકી આપી. જે અશ્લીલ ફોટો અને વિડિઓ હતા તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધાક ધમકી આપી સતત પાંચ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. છેવટે મહિલાને સહન નહી થતા તેને ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરવાની કોશિશ કરતા અને તે બાબતની જાણ પરિવારને થતા તેઓએ મહિલાને તાબડતોબ રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. આ પગલું ભરવા અંગે મહિલાને પૂછતાં તેઓ એ સમગ્ર આપવીતી પરીવારજનોને જણાવતા પરિવારજનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. 
ગુજરાતમાં મેઘાડંબર: કમોસમી વરસાદે ભાવનગરમાં કર્યું કરોડો રૂપિયાનું નુકસાન

સમગ્ર ઘટના અંગે પીડિત મહિલાએ રાધનપુર પોલીસ મથકે નરાધામ યુવક રાઉમા અલાઉદ્દીન  વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના અનુસંધાને  ફરાર આરોપી યુવકને ઝડપી પાડવા પૂછપરછ સહિતનો દોર શરૂ કર્યો છે. આજના યુગમાં મહિલાઓ પણ પુરુષોની  હરોળમાં આગળ વધીને નોકરી અને વ્યવસાય સાથે સંકળાઇ છે, ત્યારે આવી ઘટનાઓ પરથી બોધ પાઠ લઇ સાવધાન રહેવું તે ખુબજ જરૂરી બનવા પામ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube