દસોલ્ટ CEOના રાફેલ ડીલના દાવાને કોંગ્રેસે સરકારનું PR સ્ટંટ ગણાવ્યું
દસોલ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી એરિક ટ્રેપિયર દ્વારા રાફેલ ડીલને સાફ-સુધરુ કહેવાયા બાદ કોંગ્રેસે નરેન્દ્ર મોદી પર ફરીથી શાબ્દિક પ્રહાર કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે, સરકરા આ કૌભાંડ પર પડદો નાખવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે ટ્રેપિયરના દાવાને ઘડી કાઢવામાં આવેલ અસત્ય ગણાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી : દસોલ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી એરિક ટ્રેપિયર દ્વારા રાફેલ ડીલને સાફ-સુધરુ કહેવાયા બાદ કોંગ્રેસે નરેન્દ્ર મોદી પર ફરીથી શાબ્દિક પ્રહાર કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે, સરકરા આ કૌભાંડ પર પડદો નાખવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે ટ્રેપિયરના દાવાને ઘડી કાઢવામાં આવેલ અસત્ય ગણાવ્યું છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, દેશ વિમાન ડિલમાં બનાવાયેલું સ્પષ્ટીકરણ નહિ, પરંતુ નિષ્પક્ષ તપાસ ઈચ્છે છે. સુરજેવાલાએ કહ્યું કે, પૂર્વનિયોજિત ઈન્ટરવ્યૂ અને મનઘડંત અસત્યથી રાફેલ ડીલ વિમાનને દબાવી શકાતુ નથી. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપા સરકાર અને દસોલ્ટની વચ્ચે ફિકસ્ડ મેચ છે. વડાપ્રધાન મોદી અને એરિક ટ્રેપિયરના પીએર સ્ટંટથી ભ્રષ્ટાચારને છુપાવી શકાતુ નથી.
હકીકતમાં, દસોલ્ટના સીઈઓ એરિક ટ્રેપિયરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 58 હજાર કરોડ રૂપિયાના આ વિમાન ડીલમાં કંઈ ખોટું થયું નથી અને તે સાફ-સુધરી ડીલ છે. ટ્રેપિયરે દાવો કર્યો છે કે, તેમની કંપનીએ ઓફસેટ સાઝેદાર તરીકે જાતે રિલાયન્સની પસંદગી કરી છે.
સરકાર આ કૌભાંડને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે
કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ આરોપ લગાવ્યો કે, સરકારે આ કૌભાંડ પર પડદો ઢાંકવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે કહ્યું કે, એરિક ટ્રેપિયરના ઈન્ટરવ્યૂના સમયે એક બાબત ધ્યાન રાખવાની જરૂર છે કે, આ ઈન્ટરવ્યૂ તે સમયે આવ્યો છે જ્યારે ઈલેક્શન નજીક છે. વડાપ્રધાને આ કરારને ખુદ બદલાવ્યો છે અને 126ને બદલે 36 વિમાન ખરીદવાનો નિર્ણય લીધો છે. સરકાર આ કૌભાંડને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે.
રાહુલ ગાંધીએ પીએમ પર સાધ્યું નિશાન
બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંદીએ રાફેલ મામલે પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે અને આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુસેનાને પૂછવામાં આવેલ રાફેલનો કોન્ટ્રાક્ટ બદલી દીધો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, સુપ્રિમ કોર્ટમાં મોદીજીએ પોતાની ચોની માની છે. અરજીનામામાં માન્યું કે, તેમણે વાયુસેનાને પૂછ્યા વગર કોન્ટ્રાક્ટ બદલ્યો અને 30 હજાર કરોડ રૂપિયા અંબાણીના ખિસ્સામાં નાખ્યા. પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત...
અનેક દિવસોથી કોંગ્રેસ ઉઠાવી રહ્યો છે આ મુદ્દો
હકીકતમાં, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની પાર્ટી અનેક મહિનાઓ સુધી આ આરોપ લગાવી રહી છે કે, મોદી સરકારે ફ્રાન્સની કંપની દસોલ્ટને 36 રાફેલ ફાઈટર વિમાન ખરીદવા માટે જે ડીલ કરી હતી, તેનું મૂલ્ય અગાઉની યુપીએ સરકારમાં વિમાનના ભાવને લઈને બનેલી સહમતિની સરખામણીમાં ઘણા વધુ છે. તેનાથી સરકારી ખજાનાને હજારો કરોડો રૂપિયાનુ નુકશાન થયું છે.
પાર્ટીએ એમ પણ દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીલને બદલાવીને એચએએલ પાસેથી કામ લઈને રિલાયન્સ ડિફેન્સને આપ્યું છે. સરકારે આ આરોપોને નકારી કાઢ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે