મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ અર્પી શ્રદ્ધાંજલી

 વિજય રૂપાણીઃ આજે અટલજી આપણી વચ્ચે રહ્યા નથી એ બાબતનું ખુબ જ દુખ છે. પક્ષમાં રહેલા તમામ લોકો તેમને ખુબ જ પ્રેમ કરતા હતા. અટલજીની વિશાળતા, દેશભક્તી અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિતતા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પ્રેરણા આપશે. તેઓ સદીના એક મોટા નેતા હતા અને સાચા અર્થમાં કહીએ તો પ્રજાના હૃદયના સિંહાસન પર બિરાજમાન હતા.કરોડો દેશવાસીને તેઓ પ્રિય હતા. એક મહાન નેતાનો યુગ સમાપ્ત થયો છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપી. તેમનાં સ્વજનોને આ દુખની ઘડીમાં શક્તી મળે એવી પ્રાર્થના છે. 
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ અર્પી શ્રદ્ધાંજલી

ગાંધીનગર : વિજય રૂપાણીઃ આજે અટલજી આપણી વચ્ચે રહ્યા નથી એ બાબતનું ખુબ જ દુખ છે. પક્ષમાં રહેલા તમામ લોકો તેમને ખુબ જ પ્રેમ કરતા હતા. અટલજીની વિશાળતા, દેશભક્તી અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિતતા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પ્રેરણા આપશે. તેઓ સદીના એક મોટા નેતા હતા અને સાચા અર્થમાં કહીએ તો પ્રજાના હૃદયના સિંહાસન પર બિરાજમાન હતા.કરોડો દેશવાસીને તેઓ પ્રિય હતા. એક મહાન નેતાનો યુગ સમાપ્ત થયો છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપી. તેમનાં સ્વજનોને આ દુખની ઘડીમાં શક્તી મળે એવી પ્રાર્થના છે. 

અટલજીના મોઢામાં જ સરસ્વતીનો વાસ હતો. તેમનું વક્તવ્ય, તેમની કવિતાઓ, તેમની દશભક્તી વાતો અમારા જેવા કાર્યકર્તાઓને ખૂબ જ પ્રેરણા આપતી હતી. ગુજરાત સાથે પણ તેમનો એક અનેરો નાતો હતો. નવિર્માણ આંદોલન અને ત્યાર બાદ ગુજરાતમાં પ્રથમ વખત ગઠબંધન એટલે કે જનતા મોરચાની રચના અને પ્રથમ વખત 1974માં બિનકોંગ્રેસી સરકાર અટલજીનાં પ્રયાસોથી બની હતી. તેઓ ગાંધીનગરની બેઠક પરથી લોકસભા માટે ચૂંટાયા હતા. ગુજરાતના અનેક રાજકીય મુદ્દાઓમાં અટલજીનું માર્ગદર્શન રહ્યું છે. 

નીતીન પટેલઃ અટલજીને છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંજે સાડા પાંચ કલાકે એઈમ્સ તરફથી જાહેર કરાયેલા બુલેટિનમાં તેમના દુઃખદ અવસાનના સમાચાર આપ્યા બાદ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વાજપેયીજીને જાણનારા, સાંભળનારા અને નજીકથી જોનારા દેશનાં કરોડો લોકોને આઘાત લાગ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં છેલ્લા 9 અઠવાડીયાથી દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે નિધન થઇ ગયું. અગાઉ વડાપ્રધાન મોદી પણ તેમની તબિયત પુછવા માટે એમ્સ ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદી એમ્સ માટે રવાના થયા હતા. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત ઘણા મંત્રીઓ અને નેતાઓ પણ એમ્સમાં હાજર જ છે. સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અટલ બિહારી વાજપેયીની હાલત ગંભીર છે અને તેમના સ્વાસ્થય માટે ડોક્ટર્સ દ્વારા પોતાની તમામ શક્તિ અને અનુભવ કામે લગાડી દેવાયા છે. જો કે તેમના કેટલાક અંગો રિકવર થવાનું છોડી દીધું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news