કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 મહિનાનો મળ્યો સમય

પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 1 મહિનાની અંદર પ્રિયંકા ગાંધીને લોધી રોડ સ્થિત સરકારી બંગલા નંબર 35ને ખાલી કરવાનો રહેશે. પ્રિયંકા ગાંધી પર બંગલાનું 3 લાખ 46 હજાર રૂપિયા બાકી છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 મહિનાનો મળ્યો સમય

નવી દિલ્હી: પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 1 મહિનાની અંદર પ્રિયંકા ગાંધીને લોધી રોડ સ્થિત સરકારી બંગલા નંબર 35ને ખાલી કરવાનો રહેશે. પ્રિયંકા ગાંધી પર બંગલાનું 3 લાખ 46 હજાર રૂપિયા બાકી છે. એસપીજી સુરક્ષા નહી લેવાના કારણે બંગલામાં રહી ન શકે. 
प्रियंका गांधी को खाली करना होगा सरकारी बंगला.

પ્રિયંકા ગાંધીને સરકારના આદેશનુસાર 1 ઓગસ્ટ પહેલાં પોતાનો સરકારી બંગલો ખાલી કરવો પડશે. એક સત્તાવાર રિલીઝમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે કહ્યું કે પ્રિયંકા ગાંધીને દિલ્હીના લોધી રોડ પર બંગલો ખાલી કરવાની જાણકારી આપવામાં આવી છે. અત્યારે તેમની પાસે હવે એસપીજી સુરક્ષા નથી. પ્રિયંકા ગાંધીને કહેવામાં આવ્યું છે કે જો તે એક મહિનામાં સરકારી બંગલો ખાલી નહી કરે તો તેમને દંડ ચૂકવવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news