તાપીમાં વધુ એક સગીરા પિંખાઈ, નરાધમે યુવતીની મરજી વિરુદ્ધ બે વખત આચર્યું દુષ્કર્મ

રાજ્યમાં અવારનવાર યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટાનાઓ સામે આવતી રહે છે. ત્યારે વ્યારામાં હજુ 7 નરાધમો દ્વારા યુવતની સતામણી અને જાતીય શોષણનો કિસ્સો શાંત થયો નથી ત્યાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વ્યારામાં એક સગીરા પર બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

Updated By: Jul 1, 2020, 08:04 PM IST
તાપીમાં વધુ એક સગીરા પિંખાઈ, નરાધમે યુવતીની મરજી વિરુદ્ધ બે વખત આચર્યું દુષ્કર્મ

તાપી: રાજ્યમાં અવારનવાર યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટાનાઓ સામે આવતી રહે છે. ત્યારે વ્યારામાં હજુ 7 નરાધમો દ્વારા યુવતની સતામણી અને જાતીય શોષણનો કિસ્સો શાંત થયો નથી ત્યાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વ્યારામાં એક સગીરા પર બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- દાવાનળની જેમ સુરતમાં ફેલાયો કોરોના, અમદાવાદ કરતા વધુ કેસ

વ્યારા નગરમાં સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા શોયેબ રાહતખાન પઠાણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. શોયેબે સગીરાને તેની મોટી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સગીરાના ઘરની બહાર આટાફેરા મારતો હતો. શોયેબે સગીરાને ગભરાવી સ્ટેશન રોડ પર આવેલા એન.પી.જી બિલ્ડિંગના ફ્લેટ પર બોલાવી હતી. 

આ પણ વાંચો:- રાજ્યના આરોગ્ય અગ્રસચિવ 10 દિવસમાં બીજી વખત સુરતની મુલાકતે, જાણો કેમ...

એન.પી.જી બિલ્ડિંગના સાતમાં માળે શોહેબ રાહતખાન પઠાણે સગીરા સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આ ઘટના બાદ ફરિયાદ નોધી પોલીસે આરોપી શોહેબ રાહતખાન પઠાણ સામે દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube