Jodhpur Violence Latest Update: જોધપુરમાં ફરી પથ્થરો ફેંકાયા, સમગ્ર વિસ્તારમાં તણાવ
સોમવારે મોડી રાતે બબાલ થયા બાદ આજે ફરીથી પથ્થરમારો થયો. બે સમુદાયો વચ્ચેના વિવાદનો મામલો જોધપુરના કબૂતરોના ચોક પર સામે આવ્યો.
Trending Photos
Communal Clash and Stone Pelting in Jodhpur: ઈદ પહેલા જ રાજસ્થાનના જોધપુરમાં ગઈ કાલે મોડી રાતે જૂથ અથડામણ થઈ. બે સમુદાયના લોકો આમને સામને આવી ગયા અને ઘર્ષણ થયું. વિવાદ ઈસ્લામિક ઝંડાને લઈને થયો હતો. જે વધતા પથ્થરમારા સુધી પહોંચી ગયો. અનેક લોકો આ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા છે. સોમવારે મોડી રાતે બબાલ થયા બાદ આજે ફરીથી પથ્થરમારો થયો. બે સમુદાયો વચ્ચેના વિવાદનો મામલો જોધપુરના કબૂતરોના ચોક પર સામે આવ્યો.
નમાજ બાદ પથ્થરો ફેંકાયા
ઝાલૌરી ગેટ પર થયેલી હિંસા બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. ઈદના અવસરે મંગળવારે નમાજ બાદ સમુદાય વિશેષના લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. જિલ્લા પ્રશાસને સુરક્ષાકારણોસર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી છે.
શું છે સમગ્ર ઘટના?
જોધપુરના ઝાલૌરી ગેટ ચાર રસ્તા પર બે જૂથ વચ્ચે સ્વતંત્રતા સેનાનીની મૂર્તિ પર ઈસ્લામિક ઝંડો લહેરાવવા મુદ્દે વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ વધતા પથ્થરમારા સુધી પહોંચી ગયો. ઘટનાની સૂચના મળતા કંટ્રોલ રૂમમાંથી વધારાના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ભીડને તરત જ ત્યાંથી ખદેડી મૂકી. જ્યાં વિવાદ થયો હતો તે ચાર રસ્તા પણ બંધ કરી દેવાયા. એક સમુદાય તરફથી ભેગી થયેલી ભીડે પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો.
હાલ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને પોલીસે પણ સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે અપીલ કરી છે. વિસ્તારમાં તણાવના પગલે ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે. વાત જાણે એમ છે કે હાલ જોધપુરમાં ત્રણ દિવસનો પરશુરામ જયંતી મહોત્સવ ચાલે છે. એ જ કડીમાં ઝાલૌરી ગેટ ચાર રસ્તા પર સ્વર્ગીય બાલમુકુંદ બિસ્સા ચાર રસ્તા પર ભગવો ધ્વજ ફરકાવેલો હતો. જેને લઈને પ્રશાસને બ્રાહ્મણ સમાજને ભલામણ કરીને સોમવારે બપોરે ભગવો ધ્વજ ઉતરાવી લીધો હતો. પરંતુ રાત થતા તો લઘુમતી સમુદાયના લોકોએ સ્વતંત્રતા સેનાનીની પ્રતિમા પર ચડીને ધ્વજ લગાવી તેમના ચહેરાને ટેપથી ઢાકી દીધો હતો.
જેને લઈને સ્વર્ગીય સ્વતંત્રતા સેનાની બાલમુકુંદ બિસ્સાના સંબંધીઓ અને અન્ય લોકોએ લઘુમતી સમુદાયના લોકોને ઈસ્લામિક ધ્વજ ઉતારવા માટે કહ્યું ત્યારે લઘુમતી સમુદાયના લોકોએ હિન્દુ સંગઠનના લોકો પર હુમલો કરી દીધો અને મારપીટ કરી. ત્યારબાદ હિન્દુ સંગઠનના લોકો બચવા માટે નજીકની પોલીસચોકી પહોંચ્યા. પરંતુ અલ્પસંખ્યકોની ભીડે પોલીસ ચોકીમાં પણ તોડફોડ મચાવી અને મારપીટ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે