Corona Update: પ્રતિબંધોની અસર? કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો પણ મહારાષ્ટ્રમાં લોકડાઉનના ભણકારા 

દેશમાં કોરોના (Corona Virus) ના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. જો કે આજે જાહેર થયેલા આંકડા મુજબ નવા કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે. પરંતુ આમ છતાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ ચિંતાજનક સ્તરે જોવા મળી રહ્યો છે.

Corona Update: પ્રતિબંધોની અસર? કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો પણ મહારાષ્ટ્રમાં લોકડાઉનના ભણકારા 

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. જો કે આજે જાહેર થયેલા આંકડા મુજબ નવા કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે. પરંતુ આમ છતાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ ચિંતાજનક સ્તરે જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો હવે લોકડાઉનની વિચારણા થઈ રહી છે. જો કે ભાજપ અને એનસીપીએ તેનો વિરોધ કર્યો છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 68 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. 

દેશમાં કોરોનાના 56 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 56,211 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,20,95,855 પર પહોંચ્યો છે. જ્યારે 1,13,93,021 લોકો અત્યાર સુધીમાં રિકવર થયા છે. જો કે 5,40,720 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાથી એક જ દિવસમાં 271 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,62,114 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 6,11,13,354 લોકોને રસી આપવામાં આવી છે. 

Total cases: 1,20,95,855
Total recoveries: 1,13,93,021
Active cases:5,40,720
Death toll: 1,62,114

Total vaccination: 6,11,13,354 pic.twitter.com/Z8hFiTC4m4

— ANI (@ANI) March 30, 2021

મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર
મહારાષ્ટ્ર (Maharashtra) ના કોરોનાના આંકડા ચોંકાવનારા છે. સોમવારે અહીં કોરોના વાયરસના સંક્રમણના 31,643 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 102 લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ કેસ વધીને 27,45,518 થઈ ગયા છે. અત્યાર સુધી 23,53,307 લોકો સાજા થયા છે.

મુંબઈ, પુણે, નાગપુર સહિત ઘણા શહેરોમાં કોરોના બેકાબુ થઈ ચુક્યો છે. તેના કારણે ત્યાં અનેક પ્રતિબંધો લાગૂ છે. ઔરંગાબાદ અને નાગપુરમાં પૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુરમાં 31 માર્ચ સુધી લૉકડાઉન લાગૂ રહેશે, જ્યારે ઔરંગાબાદમાં 30 માર્ચથી 8 એપ્રિલ સુધી લૉકડાઉન લાગૂ રહેશે. લૉકડાઉન દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓની મંજૂરી છે. તો રાજ્યમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. 

લોકડાઉન પર માથાપચ્ચી
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Corona Virus) ને કારણે સ્થિતિ ખુબ ગંભીર છે. કોરોના ટાસ્ક ફોર્સે કોરોનાને કાબુમાં લેવા માટે લૉકડાઉનની ભલામણ કરી છે, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ તૈયારી કરવાના નિર્દેશ આપ્યા છે. પરંતુ ઉદ્ધવના આદેશ પર સરકારની સહયોગી એનસીપી સહમત નથી. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા લૉકડાઉનના મામલામાં ઉદ્ધવ કરતા અલગ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, અમે લૉકડાઉન અફોર્ડ કરી શકીએ તેમ નથી. 

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યુ છે. કોરોનાના વધતા કેસના કારણે તેમણે પ્રશાસનને લૉકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે, પરંતુ તેનો અર્થ તે નથી કે લૉકડાઉન ફરજીયાત છે. જો લોકો નિયમોનું પાલન કરે છે તો પછી તેનાથી બચી શકાય છે. 

અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી ઠાકરેએ રવિવારે એવી યોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા, જેથી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછી પ્રભાવિત થાય. સીએમની સાથે બેઠક બાદ રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ ડો પ્રદીપ વ્યાસે કહ્યુ કે, આવનારા દિવસોમાં બેડની સંખ્યા, ઓક્સિજનની પૂર્તિ અને વેન્ટિલેટર પર ભારે દબાવ હશે અને જો કેસ વધતા રહેશે તો તેની કમીનો સામનો કરવો પડી શકે છે. નિવેદનમાં મુખ્યમંત્રીના હવાલાથી કહેવામાં આવ્યુ કે, લૉકડાઉનની જાહેરાત થવા પર લોકોની વચ્ચે કોઈ પ્રકારની અસમંજસની સ્થિતિ ન હોવી જોઈએ. 

ગુજરાતમાં સ્થિતિ ચિંતાજનક
રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ચિંતાજનક સ્તરે જઈ રહ્યું છે. સોમવારે વિવિધ જિલ્લામાં કુલ 2252 દર્દીઓ નોંધાયા. તેની સામે 1731 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કેસનો કુલ આંક 3,03,118 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,86,577 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,500 પર પહોંચ્યો છે.

— Omar Abdullah (@OmarAbdullah) March 30, 2021

ફારુક અબ્દુલ્લા કોરોના પોઝિટિવ
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા કોરોના રસીનો પહેલો ડોઝ લીધાના લગભગ 28 દિવસ બાદ કોવિડ 19થી સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી ફારુક અબ્દુલ્લાના પુત્ર અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને આપી. આ સાથે જ તેમણે થોડા દિવસમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને જરૂરી સાવધાની વર્તવાની અપીલ કરી. 

પરિવારના અન્ય લોકોએ પોતાને કર્યા હોમ ક્વોરન્ટિન
ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે મારા પિતાને  કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને કેટલાક લક્ષણો જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી અમે પોતાની તપાસ ન કરાવી લઈએ, મે મારી જાતને પરિવારના અન્ય સભ્યો સાથે સેલ્ફ આઈસોલેટ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ હું ભલામણ કરું છું કે તેઓ તમામ સાવધાનીઓ વર્તે. ફારુક અબ્દુલ્લાએ 2 માર્ચના રોજ શ્રીનગરના શેર એ કાશ્મીર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news