અમારા લોહીથી બની હતી પાર્ટી, કમ્પ્યૂટરથી નહીં, ગુલામ નબી આઝાદના નિશાને કોંગ્રેસ
Jammu and Kashmir: કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે આજે સૈનિક કોલોનીમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યાં હતા.
Trending Photos
શ્રીનગરઃ Ghulam Nabi Azad On Congress: કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે રવિવારે જમ્મુની સૈનિક કોલોનીમાં પોતાની પ્રથમ રેલી કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને તે નેતાઓનો આભાર માન્યો, જેમણે તેનો સાથ આપ્યો છે. આ સાથે આઝાદે આજથી પોતાની નવી રાજકીય યાત્રા શરૂ કરી છે. ગુલામ નબી આઝાદે પોતાના સંબોધન દરમિયાન નવી પાર્ટી બનાવવાનો સંકેત પણ આપી દીધો છે.
ગુલામ નબી આઝાદે જનસભામાં કોંગ્રેસના હલ્લા બોલ કાર્યક્રમ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકો હવે બસોમાં જેલ જાય છે, તે ડીજીપી, કમિશ્નરોને બોલાવે છે, પોતાનું નામ લખાવે છે અને એક કલાકની અંદર ચાલ્યા જાય છે. આ કારણ છે કોંગ્રેસ વિકસિત થઈ શકી નથી.
કોંગ્રેસ માટે 50 વર્ષ સુધી કામ કર્યું
ગુલામ નબીએ કહ્યુ કે તેમણે પાર્ટી માટે 50 વર્ષ સુધી કામ કર્યું છે. તેમણે કહ્યું- આજે હું કંઈ નથી છતાં રાજ્યની જનતા પાસેથી આટલો પ્રેમ મળી રહ્યો છે. મારા કારણે ઘણા લોકોએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. તમારા બધાનો આભાર વ્યક્ત કરૂ છું, તમે મને આટલો પ્રેમ અને સમર્થન આપ્યું છે.
I've not decided upon a name for my party yet. The people of J&K will decide the name and the flag for the party. I'll give a Hindustani name to my party that everyone can understand: Former senior Congress leader Ghulam Nabi Azad during a public meeting in Jammu pic.twitter.com/c8If02mgKZ
— ANI (@ANI) September 4, 2022
પોતાના લોહી પરસેવાથી બનાવી કોંગ્રેસ
તેમણે પાર્ટી પર નિશાન સાધતા કહ્યુ, કોંગ્રેસ અમે બનાવી છે. અમારા લોહી પરસેવાથી બનાવી છે. તે કમ્પ્યૂટરથી બની નથી, ટ્વિટરથી બની નથી, મેસેજથી બની નથી. જે અમને બદનામ કરે છે તેની રીચ માત્ર ટ્વિટર પર, કમ્પ્યૂટર પર અને મેસેજ પર છે. અલ્લાહને દુઆ કરૂ છું કે અમને જમીન મળે અને તેને એટલે કોંગ્રેસને ટ્વીટ મળે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ડ્રગ્સના તાર અફઘાનિસ્તાન સાથે જોડાયા, 4 કિલો હેરોઇન સાથે દિલ્હીમાં યુવક પકડાયો
આઝાદ બાદ ઘણા નેતાઓએ છોડી પાર્ટી
73 વર્ષના ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમણે પોતાના રાજીનામા બાદ કહ્યું હતું કે તેમને તેનું ઘર (કોંગ્રેસ) છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા. નબીના રાજીનામા બાદ ઘણા કોંગ્રેસ નેતા અને કાર્યકર્તા પાર્ટી છોડી ચુક્યા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, 8 પૂર્વ મંત્રી, એક પૂર્વ સાંસદ, 9 ધારાસભ્યો સહિત અનેક નેતાઓએ પાર્ટી છોડી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે