Raja Pateriya Statement on PM Narendra Modi: 'PM મોદીની હત્યા' માટે તૈયાર રહો...કોંગ્રેસ નેતાના વિવાદિત નિવેદનથી રાજકીય ભૂકંપ
Raja Pateriya: કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાનું એક અત્યંત વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ કથિત રીતે 'પીએમ મોદીની હત્યા' અંગે વાત કરી રહ્યા છે. આ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પૂર્વ મંત્રીના આ વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસ નેતા પર લોકોને ઉક્સાવવાનો આરોપ લગાવતા તપાસની માંગણી કરી છે.
Trending Photos
Raja Pateriya Statement on PM Modi: કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાનું એક અત્યંત વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ કથિત રીતે 'પીએમ મોદીની હત્યા' અંગે વાત કરી રહ્યા છે. આ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પૂર્વ મંત્રીના આ વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ મામલે પોલીસ FIR કરી રહી છે અને કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રાનો ઢોંગ કરનારાઓની અસલિયત સામે આવી ગઈ છે. પીએમ મોદી જનતાના હ્રદયમાં વસે છે. કોંગ્રેસી પીએમ મોદી જોડે મેદાનમાં મુકાબલો નથી કરી શકતા તો કોંગ્રેસના એક નેતા પીએમ મોદીની હત્યાની વાત કરી રહ્યા છે.
પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ પૂર્વ મંત્રી રાજા પટેરિયા પર પ્રહાર કરતા કહ્યું કે રાજા પટેરિયાના પીએમની હત્યા માટે જનતા અને કોંગ્રેસ કાર્યકરોને ઉક્સાવવા અત્યંત ગંભીર અને નિંદનીય છે. શું હાલમાં જ મધ્ય પ્રદેશથી નીકળેલી રાહુલ ગાંધીની 'ભારત તોડો યાત્રા'માં આ ષડયંત્રની તૈયારી થઈ? તેની તપાસ થવી જોઈએ.
રાજા પટેરિયાનો કથિત રીતે જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ પન્નાના પવઈમાં કેટલાક કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કરી રહ્યા છે. તેઓ કહેતા નજરે ચડે છે કે દેશનું બંધારણ બચાવવું હોય, આદિવાસીઓને સુરક્ષિત કરવા હોય તો 'મોદીની હત્યા' માટે તૈયાર રહો. તેમણે કહ્યું કે આપણા દેશના રાજકારણમાં હવે સામંજસ્ય અને ભાઈચારાનો સમન્વયનો દૂર દૂર સુધી નાતો રહ્યો નથી. જો કે પછી તેમણે આ હત્યાનો અર્થ ચૂંટણીમાં હરાવવા એમ જણાવ્યું.
ભાજપના નેતાઓએ શેર કર્યો વીડિયો
ભાજપના નેતા રાજપાલ સિંહ સિસોદિયાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો. જેમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયા કોંગ્રેસ કાર્યકરોને ભાષણ આપી રહ્યા છે અને પીએમ મોદી વિરુદ્ધ ભડકાવતા નજરે ચડે છે. તેમણે લખ્યું છે કે આ છે અસલ ચહેરો..પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા રાજા પટેરિયા મોદીજીની હત્યાનું નિવેદન આપી સમાજને વિભાજિત કરી ભડકાઉ ભાષણ આપી રહ્યા છે. આ ઉપરાંત અન્ય એક ભાજપ નેતા શેહજાદ પુનાવાલાએ પણ ટ્વિટર પર વીડિયો શેર કર્યો.
यह है @INCIndia का असली चेहरा पूर्व मंत्री व कांग्रेस नेता श्री राजा पटेरिया मोदी जी की हत्या का बयान देकर समाज को विभाजित कर भड़काऊ भाषण दे रहे है @BJP4India @BJP4MP @vdsharmabjp @HitanandSharma @LokendraParasar pic.twitter.com/XfJ0EApASx
— Rajpal Singh Sisodiya (@rpssisodiya) December 12, 2022
Congress leader & former minister Raja Pateria incites people to kill PM Modi - earlier too Cong leaders spoke about death of PM Modi (Sheikh Hussain)
But now a death threat!
After “Aukat dikha denge” “Raavan” this is Rahul Gandhi’s Pyaar ki Rajniti? Will they act on him? No! pic.twitter.com/wH6LSi63g2
— Shehzad Jai Hind (@Shehzad_Ind) December 12, 2022
રાજકારણ ગરમાયું
રાજા પટેરિયાના આ નિવેદન પર વાર પલટવારનું રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાના પીએમ મોદી વિશે અપાયેલા નિવેદન પર મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પટેરિયાના નિવેદનથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નહીં પરંતુ ઈટલીની કોંગ્રેસ છે અને ઈટાલીની માનસિકતા મુસોલિનીવાળી રહેતી હોય છે. જે પ્રકારે કોંગ્રેસની યાત્રામાં સ્વરા ભાસ્કર, કનૈયાકુમાર, સુશાંત ચાલી રહ્યા છે તેનાથી પણ આ સ્પષ્ટ થાય છે. ગૃહમંત્રીએ કહ્યું કે આ આપત્તિજનક નિવેદન છે. તત્કાળ FIR દાખલ કરવાના પન્ના એસપીને નિર્દેશ અપાયા છે.
पूर्व मंत्री राजा पटेरिया द्वारा प्रधानमंत्री श्री @narendramodi की हत्या के लिए जनता और कांग्रेस कार्यकर्ताओं को उकसाना अत्यंत गंभीर और निंदनीय है।
क्या हाल ही में मध्य प्रदेश से निकली राहुल गांधी की ‘भारत तोड़ो यात्रा’ में इस साजिश की तैयारी हुई? इसकी जांच होनी चाहिये। pic.twitter.com/oUn2dJIR9s
— VD Sharma (@vdsharmabjp) December 12, 2022
બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ પૂર્વ મંત્રી રાજા પટેરિયા પર પ્રહાર કરતા કહ્યું કે રાજા પટેરિયાના પીએમની હત્યા માટે જનતા અને કોંગ્રેસ કાર્યકરોને ઉક્સાવવા અત્યંત ગંભીર અને નિંદનીય છે. શું હાલમાં જ મધ્ય પ્રદેશથી નીકળેલી રાહુલ ગાંધીની 'ભારત તોડો યાત્રા'માં આ ષડયંત્રની તૈયારી થઈ? તેની તપાસ થવી જોઈએ.
રાજા પટેરિયાએ કરી સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોતાની સફાઈમાં રાજા પટેરિયાએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કાર્ડ વિતરણ દરમિયાનનો છે. આ વીડિયોમાં મારા દ્વારા મોદીની હત્યાની જે વાત છે તે ખોટી રીતે પ્રદર્શિત કરાઈ છે. હું ગાંધીને માનનારો માણસ છું, હું આ પ્રકારની વાત કરી શકું નહી. તેમણે કહ્યું કે મારો અર્થ રાજનીતિક પરિપ્રેક્ષ્યમાં હતો. જ્યાં બંધારણ બચાવવા માટે મોદીને હરાવવા જરૂરી છે. અલ્પસંખ્યકોની, દલિતોની આદિવાસીઓની રક્ષા કરવા માટે અને બેરોજગારી હટાવવા માટે મોદીને હરાવવા જરૂરી છે. મારો આશય મોદીની હત્યાને લઈને બિલકુલ ખોટી રીતે રજૂ કરાયો છે.
FIR દાખલ
પૂર્વ મંત્રી રાજા પટેરિયાની પીએમ મોદી અંગે વિવાદિત નિવેદન મામલે મુશ્કેલી વધી રહી છે. પન્ના જિલ્લાની પવઈ પોલીસે છ અલગ અલગ કલમો 451, 504, 505(1)(b), 505(1)(c), 506, 153-B(1)(c) હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.
વધુ વિગતો માટે જુઓ વીડિયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે