શશિ થરૂરના અંગ્રેજી જ્ઞાન અંગે કુમાર વિશ્વાસનો વ્યંગ, નેતાએ આપ્યો આવો જવાબ

અંગ્રેજી શબ્દોના પ્રયોગના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા શશિ થરૂર પર વ્યંગ કરતા એક IPS અધિકારીએ વીડિયો ટ્વીટ કર્યો અને વિવાદે આગ પકડી

શશિ થરૂરના અંગ્રેજી જ્ઞાન અંગે કુમાર વિશ્વાસનો વ્યંગ, નેતાએ આપ્યો આવો જવાબ

નવી દિલ્હી : પોતાનાં વિશિષ્ટ અંગ્રેજી જ્ઞાન અને અને અધરા અંગ્રેજીનાં કારણે વારંવાર સમાચારમાં અને સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા શશિ થરૂરે આ કારણે એકવાર ફરીથી ચર્ચામાં છે. વાત એમ છે કે પ્રસિદ્ધ આઇપીએસ અધિકારી ડી.રૂપાએ એક આફ્રીકન વ્યક્તિનો વીડિયો શેર કરતા કહ્યું કે, તમે ક્યારે વિચાર્યું હતું કે શશિ થરૂરનો કોઇ પ્રતિસ્પર્ધી પણ હશે. આ અંગે વ્યંગ કરતા કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું કે, કુંભના મેળવામાં છુટો પડી ગયેલો શશિ થરૂરજીનો ભાઇ કેમરૂન જઇ પહોંચ્યો અને હવે મળી ગયો છે.

— Dr Kumar Vishvas (@DrKumarVishwas) November 14, 2018

આ અંગે હળવી શૈલીમાં જ પ્રતિક્રિયા વ્યક્ત કરતા કેરળના તિરુઅનંતપુરમનાં કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે હિંદીમા ટ્વીટ કરતા કહ્યું કે, રંગો, ભાષા, લહેજામાં થોડું અંતર હોય છે, અસલમાં વિશ્વ એક ગામ છે. અને બધા જ ભાઇ ભાઇ છે. આ સાથે જ જોડ્યું કે, જો માત્ર બોલચાલ જ મળતી આવતી હોયને કોઇ ભાઇ બહેન બની જતા હોત તો તેનાંથી સારી વાત શું હતી. ચલો હવે AAPનાં લહેજામાં વાત કરી લઇએ, અમે પણ હવે તમારા જેવા થઇ ગયા કે નહી. 

— Dr Kumar Vishvas (@DrKumarVishwas) November 14, 2018

શશિ થરૂરના નિવેદન પર હોબાળો
હાલમાં જ શશિથરૂરનાં એ નિવેદન પર હોબાળો મચી ગયો છે જેમાં જેમાં તેમણે કહ્યું હતું કે, પંડિત નેહરૂનાં કારણે જ શક્ય બન્યું કે એક ચાવાળો વડાપ્રધાન બન્યો. પંડિત નેહરૂની 129મી જયંતીની પૂર્વ સંધ્યાએ એટલે કે 13 નવેમ્બરે કોંગ્રેસ સાંસદ શથિ થરૂરનાં પુસ્તક નેહરૂ ધ ઇન્વેન્શન ઓફ ઇન્ડિયાનું પુનર્વિમોચન થયું. પંડિત નેહરૂએ લોકશાહીની સંસ્થાઓને મજબુત કરી અને હંમેશા રચનાત્મક આલોચનાને પ્રોત્સાહિત કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news