Corona ના કારણે ICSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષાઓ રદ, ધોરણ 12 માટે લેવાયો આ નિર્ણય
ICSE Board 10th Exam 2021: કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને CICSE બોર્ડે ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી છે. ધોરણ 12ની પરીક્ષાઓ ગત આદેશ પ્રમાણે જ થશે. પરીક્ષાઓ ઓફલાઈન થશે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને CICSE બોર્ડે ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી છે. ધોરણ 12ની પરીક્ષાઓ ગત આદેશ પ્રમાણે જ થશે. પરીક્ષાઓ ઓફલાઈન થશે. અત્રે જણાવવાનું કે અગાઉ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી. નોંધનીય છે કે ICSE ની ધોરણ 10ની પરીક્ષાઓ 4 મેથી શરૂ થવાની હતી. આ અગાઉ ICSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. બોર્ડે કહ્યું હતું કે સ્થિતિની સમીક્ષા બાદ 12મા ધોરણની પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ જૂનમાં નવી પરીક્ષા તારીખોની જાહેરાત થઈ શકે છે.
પહેલા આ હતો કાર્યક્રમ
નોંધનીય છે કે ICSEની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પહેલા 4 મેથી શરૂ થઈને જૂન સુધી ચાલવાની હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 8 એપ્રિલથી શરૂ થવાની હતી. જેનું 18 જૂનના રોજ છેલ્લું પેપર હહતું. અત્રે જણાવવાનું કે CISCE બે બોર્ડ મળીને બન્યું છે. જે હેઠળ 10મા ધોરણની પરીક્ષા ICSE બોર્ડ અને 12માં ધોરણની પરીક્ષા ISC બોર્ડ હેઠળ થાય છે.
ICSE cancels class 10 board examinations, in the wake of #COVID19 situation. The status of exams for class 12 remains the same as the previous order - Class 12 Exam (offline) will be conducted at a later date. pic.twitter.com/59yD583ShL
— ANI (@ANI) April 20, 2021
દેશમાં 24 કલાકમાં 2.59 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,59,170 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,53,21,089 થયો છે. જેમાંથી 1,31,08,582 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. જ્યારે 20,31,977 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 1761 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,80,530 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 12,71,29,113 લોકોને રસી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે