Corona Update: ચોથી લહેરના ભણકારા! કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો

Corona Latest Update: દેશમાં વળી પાછા કારોનાના કેસ વધી રહ્યા છે જે જોતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.

Corona Update: ચોથી લહેરના ભણકારા! કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો

Corona Latest Update: દેશમાં વળી પાછા કારોનાના કેસ વધી રહ્યા છે જે જોતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7240 કેસ નોંધાયા છે. કોરોનાથી એક દિવસમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાા સતત વધી રહેલા કેસે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે. પહેલી માર્ચ બાદ સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 7,240 દર્દીઓ નોંધાયા છે. હાલ 32,498 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી કુલ મૃત્યુની વાત કરીએ તો અત્યાર સુધીમાં 524723 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોના માત આપવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,94,59,81,691 ડોઝ અપાયા છે. જેમાં ગઈ કાલે અપાયેલા 15,43,748 ડોઝ પણ સામેલ છે. 

— ANI (@ANI) June 9, 2022

અત્રે જણાવવાનું કે કોવિડના નવા સંક્રમણ મામલે સતત બીજા દિવસે એવું બન્યું છે કે નવા કેસમાં 40 ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દશમાં કુલ 3591 લોકો કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. સાજા થયેલા લોકોની સંખ્યા નવા દર્દીઓની સરખામણીમાં અડધા  કરતા પણ ઓછી છે. 

ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધ્યા
ગુજરાતની વાત કરીએ તો લાંબા સમય પછી કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા જ્યારે 29 દર્દીઓ સાજા થયા. કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.07 ટકા થયો છે. નવા નોંધાયેલા કેસમાંથી 50 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે વડોદરામાં 25, સુરતમાં 10 અને રાજકોટમાં નવા 9 કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મૃત્યુ નોંધાયા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news