T20માં કેમ ભારતનું પલડું છે ભારે? જાણો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ક્રિકેટ જંગનો રોચક ઈતિહાસ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ટી20નો જંગ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે, આ સીરીઝ શરૂ થાય તે પહેલાં જાણી લો આંકડામાં કોણ છે આગળ.

T20માં કેમ ભારતનું પલડું છે ભારે? જાણો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ક્રિકેટ જંગનો રોચક ઈતિહાસ

યશ કંસારા, અમદાવાદ: ભારત અને દક્ષિણ આફ્રિકાની ટી20 મેચો કાયમ રસપ્રદ રહી છે. અને આ વખતે પણ બને દેશો વચ્ચેની સીરીઝ રસપ્રદ રહેશે તેવી આશા બંને ટીમોના ફેન્સને છે. ટી20 વર્લ્ડ કપ અગાઉ આ સીરીઝ બંને ટીમો માટે મહત્વની છે. એક તરફ ટીમ પ્રોટીયસ પોતાના દમખમ સામે એટલે કે પોતાની મજબૂત ટીમ સાથે ભારત સામે મેદાનમાં ઉતરી રહી છે. જ્યારે, ભારતીય ટીમમાં આઈપીએલ 2022માં સારું પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

2007થી શરુ થયેલી આ રાયવલરીમાં આવો જોઈએ કોણ છે આગળ:
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યારસુધી 15 ટી20 મેચ રમાઈ છે. જેમાં ભારતે આફ્રિકન જાયન્ટસને 9 મેચોમાં હરાવ્યા છે. જ્યારે, દક્ષિણ આફ્રિકા ભારત સામે 6 મેચ જીતી છે.

હાઈએસ્ટ, લોએસ્ટ ટી20 ટોટલ:
હાઈએસ્ટ ટોટલ
સાઉથ આફ્રિકાઃ 219-5, જોહ્નેશબર્ગ, 2012.
ઈન્ડિયાઃ 203-5, જોહ્નેશબર્ગ, 2012.
લોએસ્ટ ટોટલ
ઈન્ડિયાઃ 92 ઓલ આઉટ, કટ્ટક, 2015.
સાઉથ આફ્રિકાઃ 116-9, ડરબન, 2007.

હાઈએસ્ટ રન સ્કોર્ર્સ:
રોહિત શર્માઃ 362 રન (13 મેચ)
સુરેશ રૈનાઃ 339 રન (12 મેચ)
જેપી ડ્યુમિનીઃ 295 રન (10 મેચ)
વિરાટ કોહલીઃ 254 રન (10 મેચ)
શિખર ધવનઃ 223 રન (7 મેચ)

હાઈએસ્ટ ઈન્ડિવીડ્યુલ સ્કોર:
રોહિત શર્માઃ 106 રન, ધર્મશાલા, 2015.
સુરેશ રૈનાઃ 101 રન, ગ્રોસ ઈસ્લેટ, 2010.
મનિષ પાંડેઃ 79 રન, સેન્ચુરિયન, 2018.
ક્વિન્ટન ડિ કોકઃ 79 રન, બેંગ્લોર, 2019.
કોલિન ઈન્ગ્રામઃ 78, બેંગ્લોર, 2019.

સૌથી વધુ સિક્સ:
જેપી ડ્યુમિનીઃ 16
રોહિત શર્માઃ 14
સુરેશ રૈનાઃ 13
વિરાટ કોહલીઃ 9
હેનરિચ ક્લાસેનઃ 8

સૌથી વધુ વિકેટ:
આર અશ્વિનઃ 10 વિકેટ (6 મેચ)
ભુવનેશ્વર કુમારઃ 8 વિકેટ (6 મેચ)
જુનિયર ડાલાઃ 7 વિકેટ (3 મેચ)
ઝહીર ખાનઃ 6 વિકેટ (3 મેચ)
ક્રિશ મોરિસઃ 6 વિકેટ (3 મેચ)

બેસ્ટ બોલિંગ સ્ટેટ્સ:
ભુવનેશ્વર કુમારઃ 24/5, જોહ્નેશબર્ગ, 2018
આરપી સિંહઃ 13/4, દરબન, 2007
એલ્બિ મોર્કલઃ 12/3, કટ્ટક, 2015
જોહાન બોથાઃ 16/3, નોટિંઘમ, 2009
ઝહીર ખાનઃ 22/3, કોલમ્બો, 2012

સૌથી વધુ કેચ:
સુરેશ રૈનાઃ 9 કેચ
રોહિત શર્માઃ 9 કેચ
એબી ડિ વિલિયર્સઃ 6 કેચ
રવિન્દ્ર જાડેજાઃ 5 કેચ
ડેવિડ મિલરઃ 5 કેચ

હાઈએસ્ટ પાર્ટનરશીપ:
રોહિત શર્મા અને વિરોટ કોહલીઃ 138 રન, ધર્મશાલા, 2015
જેક કાલિસ અને કોલિન ઈનગ્રામઃ 119 રન, જોહ્નેશબર્ગ, 2012
જેપી ડ્યુમિની અને બેહરાદ્દિનઃ 105 રન, ધર્મશાલ, 2015
એમએસ ધોની અને મનિષ પાંડેઃ 98 રન, સેન્ચુરિયન, 2018
જેક કાલિસ અને ગ્રેમ સ્મિથઃ 97 રન, ગ્રોસ ઈસ્લેટ. 2010.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news