બ્રિટનમાં નવા કોરોના વાયરસનો ડર, ભારતે 31 ડિસેમ્બર સુધી ફ્લાઇટ્સ પર લગાવ્યો પ્રતિબંધ

બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. સરકારે બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

 બ્રિટનમાં નવા કોરોના વાયરસનો ડર, ભારતે 31 ડિસેમ્બર સુધી ફ્લાઇટ્સ પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનો નવા સ્ટ્રેન જોવા મળ્યા બાદ હડકંચ મચી ગયો છે. આ કારણે ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ કડીમાં ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્લાઇટ્સ પર પ્રતિબંધ આજે રાત્રે 12 કલાકથી શરૂ થશે. આ પહેલા આવનારી તમામ ફ્લાઇટ્સના દરેક પેસેન્જર માટે  RT-PCR ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો હતો. 

— ANI (@ANI) December 21, 2020

ભારત સરકાર તરફથી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે, બ્રિટનમાં હાલની સ્થિતિને જોતા ભારત સરકારે નિર્ણય લીધો છે કે 31 ડિસેમ્બર 2020 સુધી બ્રિટનથી ભારત આવનારી તમામ ઉડાનોને સસ્પેન્ડ કરી દીધી છે. આ પ્રતિબંધ આજે રાત્રે 12 કલાકથી શરૂ થશે. જે 31 ડિસેમ્બર મધ્યરાત્રી સુધી જારી રહેશે. 

શું છે કોરોનાનો નવો સ્ટ્રેન
બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન  VUI-202012/01 મળ્યો છે, ત્યારબાદ વિજ્ઞાન જહતમાં હલચલ તેજ છે. બ્રિટને પોતાને ત્યાં  નિયમો કડક કરી દીધા છે. જ્યારે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ સહિત યૂરોપના ઘણા દેશોએ યૂકેની ફ્લાઇટ પર બેન લગાવી દીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોરોનાના નવા સ્ટ્રેનના પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

                  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news