93 વર્ષની ઉંમરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નિધન, ગઇકાલે હતો જન્મદિવસ
કોંગ્રેસના દિગ્ગજ નેતા મોતીલાલ વોરાનું દુ:ખદ નિધન થયું છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા મોતીલાલ વોરાનું દુ:ખદ નિધન થયું છે. હાલમાં જ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. 93 વર્ષના મોતીલાલ વોરા ચાલુ વર્ષે એપ્રિલ સુધી રાજ્યસભા સાંસદ હતા. કોંગ્રેસના સંગઠનમાં કેટલાક સપ્તાહ પહેલા થયેલા ફેરફાર અગાઉ સુધી તેઓ પાર્ટીના મહાસચિવ (પ્રશાસન) હતા.
જાણવા મળી રહ્યું છે કે મોતીલાલ વોરાને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. તે સમયે તેમની સારવાર દિલ્હી એમ્સમાં કરવામાં આવી તી. સારવાર બાદ તેઓ સાજા થઈ ચુક્યા હતા અને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી.
મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ પણ રહી ચુક્યા છે. મોતીલાલ વોરા ગાંધી પરિવારની ખુબ નજીક હતા. મોતીલાલ વોરા લાંબા સમય સુધી કોંગ્રેસમાં કોષાધ્યક્ષની જવાબદારી સંભાળવા રહ્યા હતા. પરંતુ વર્ષ 2018મા વધતી ઉંમરનો હવાલો આવતા રાહુલ ગાંધીએ કોષાધ્યક્ષની જવાબદારી અહમદ પટેલને આપી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે