Covid-19 Updates: 26 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ, પણ મોતનો આંકડો ચિંતાજનક

ભારતમાં કોરોના વાયરસનો કહેર થોડો ઓછો થયો છે. નવા કેસમાં ઘટાડો ચોક્કસ થયો છે. પરંતુ દેશભરમાં કોરોનાથી થતા મોતની સંખ્યા ચિંતા વધારી રહી છે.

Covid-19 Updates: 26 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ, પણ મોતનો આંકડો ચિંતાજનક

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો કહેર થોડો ઓછો થયો છે. નવા કેસમાં ઘટાડો ચોક્કસ થયો છે. પરંતુ દેશભરમાં કોરોનાથી થતા મોતની સંખ્યા ચિંતા વધારી રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 2.81 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે જ્યારે 4100થી વધુ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

એક દિવસમાં 2.81 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં 2,81,386 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 2,49,65,463 પર પહોંચી ગયો છે. જો કે એક દિવસમાં કોરોનાથી 3,78,741 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા  2,11,74,076 થઈ છે. જો કે મોતનો આંકડો ચિંતાજનક છે. એક દિવસમાં કોરોનાએ 4106 લોકોનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2,74,390 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 18,29,26,460 લોકોને રસી અપાઈ છે. 

Total cases: 2,49,65,463
Total discharges: 2,11,74,076
Death toll: 2,74,390
Active cases: 35,16,997

Total vaccination: 18,29,26,460 pic.twitter.com/RJCDwbzyha

— ANI (@ANI) May 17, 2021

15 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી 15,73,515 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી દેશભરમાંથી 31,64,23,658 સેમ્પલ ટેસ્ટિંગ કરાયા છે. 

કોરોનાથી થતા મોતની સંખ્યાએ ચિંતા વધારી
ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો થવા છતાં જે રીતે મોતનો આંકડો જોવા મળી રહ્યો છે તે ચિંતાજનક છે. રોજ લગભગ 4000 લોકો આ મહામારીના કારણે જીવ ગુમાવી રહ્યા છે. આજે જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 4106 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુઆંક 2,74,390 પર પહોંચી ગયો છે. 

મહારાષ્ટ્રમાં નોધાયા સૌથી વધુ મોત
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો કહેર સતત ચાલુ છે. રવિવારે એક દિવસમાં સૌથી વધુ મોતના કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા. સ્વાસથ્ય વિભાગના આંકડા મુજબ 24 કલાકમાં 34389 નવા દર્દીઓ નોંધાયા. જ્યારે આ દરમિયાન કોવિડ-19ના 974 દર્દીઓના મોત થયા. કોરોનાના કુલ કેસનો આંકડો 53,78,452 થયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 81,486 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

ગુજરાતમાં ઘટી રહ્યા છે કેસ અને મોત
ગુજરાત આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ રવિવારે એક દિવસમાં કોરોનાના કુલ 8210 નવા કેસ નોંધાયા. જ્યારે 14,483 લોકો રિકવર થયા. 24 કલાકમાં 82 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news