Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો, મહારાષ્ટ્રના નાના શહેરોમાં પણ વધવા લાગ્યા કેસ

દેશમાં એક બાજુ જ્યાં મોટા પાયે કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે ત્યાં સતત વધી રહેલા કોરોના (Corona Virus)  કેસે ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજાર જેટલા નવા દર્દીઓ નોંધાતા સરકારના હોશ ઉડ્યા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. આવામાં ચિંતા થવા લાગી છે કે જો ક્યાંક ગામડાઓમાં કોરોનાનો મોટા પાયે પગપેસારો થયો તો કાબૂ કેવી રીતે મેળવવામાં આવશે. 

Updated By: Mar 19, 2021, 10:33 AM IST
Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો, મહારાષ્ટ્રના નાના શહેરોમાં પણ વધવા લાગ્યા કેસ
સાંકેતિક તસવીર

નવી દિલ્હી: દેશમાં એક બાજુ જ્યાં મોટા પાયે કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે ત્યાં સતત વધી રહેલા કોરોના (Corona Virus)  કેસે ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજાર જેટલા નવા દર્દીઓ નોંધાતા સરકારના હોશ ઉડ્યા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. આવામાં ચિંતા થવા લાગી છે કે જો ક્યાંક ગામડાઓમાં કોરોનાનો મોટા પાયે પગપેસારો થયો તો કાબૂ કેવી રીતે મેળવવામાં આવશે. 

કોરોનાના નવા 39 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા  39,726 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,15,14,331 પર પહોંચી છે. જેમાંથી 1,10,83,679 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે જ્યારે 2,71,282 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 154 દર્દીના મોત નિપજ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,59,370 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 3,93,39,817 લોકોને રસી આપવામાં આવી છે. 

મહારાષ્ટ્ર બની રહ્યું છે સૌથી મોટું ક્લસ્ટર?
કોરોનાના વધતી ગતિ ડરામણી છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં જે સ્પીડથી કોરોના વધી રહ્યો છે તે ચિંતાજનક છે. રોજ આવી રહેલા નવા કેસમાં લગભગ 60 ટકા કેસ મહારાષ્ટ્રથી છે. ગત વર્ષે પણ જ્યારે દેશમાં રોજ એક લાખ કેસ સામે આવતા હતા ત્યારે તેમાંથી સૌથી વધુ કેસ મહારાષ્ટ્રના જ હતા. મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના 25 હજારથી વધુ કેસ આવ્યા. જેમાંથી એકલા મુંબઈના જ 2800થી વધુ કેસ નોંધાવા ચિંતાજનક છે. એક મોટી ચિંતાનું કારણ એ પણ છે કે હવે મહારાષ્ટ્રમાં મુંબઈ-નાગપુર-પુણે-નાસિક જેવા મોટા શહેરો ઉપરાંત હવે ટિયર-2 શહેરોમાં પણ કોરોનાની ગતિ અચાનક વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં થાણે, ઔરંગાબાદ, નાંદેડ, અમરાવતી, અકોલા, નાંદુરબાર જેવા વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. 

વધતા કેસ સાથે પ્રતિબંધો પણ વધવા લાગ્યા
જેમ જેમ કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ તેમ સરકારો ચિંતિત થઈ છે. આ જ કારણ છે કે હવે એકવાર ફરીથી જાહેર સ્થળો પર કડકાઈ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર- ગુજરાત જેવા રાજ્યમાં તો હાલાત લોકડાઉન, કરફ્યૂ તરફ વધી ચૂક્યા છે. જાણો કેટલીક મહત્વની માહિતી...

- સૂરતમાં શુક્રવારે રાતે 9 વાગ્યાથી સોમવારે સવાર સુધી તમામ મોલ બંધ રહેશે. મોલ ઉપરાંત શહેરમાં નાઈટ કરફ્યૂ રહેશે. 
- સૂરત અગાઉ અમદાવાદ, વડોદરા, રાજકોટમાં પણ નાઈટ કરફ્યૂની જાહેરાત થઈ ચૂકી છે. ભારત-ઈંગ્લેન્ડ ટી20 સિરીઝમાં પણ દર્શકોનો પ્રવેશ બંધ કરાયો છે. 
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહી દીધુ કે કોરોનાના કેસ વધી રહ્યા છે આવામાં દિલ્હીમાં કડકાઈ રહેશે. રસીકરણમાં પણ તેજી લાવવામાં આવશે. 
- વધતા કોરોનાના કારણે નોઈડા, ગાઝિયાબાદમાં કલમ 144 લાગુ કરાઈ છે. એટલે કે એક જગ્યાએ 4થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં. 

ગુજરાત (Gujarat) માં લાગુ કરાયા આ પ્રતિબંધો
- 8 મહાનગરપાલિકાઓ અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ શાળા, કોલેજો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આઠ મહાનગરોમાં શાળામાં વિદ્યાર્થીને બોલાવીને શિક્ષણ આપી શકાશે નહી. એટલે કે ઓનલાઇન શિક્ષણ આપવાનું રહેશે. જો કે આ આઠ મહાનગર અને તેના પાલિકા હદ વિસ્તારની બહારની શાળાઓ ઇચ્છે તો શાળાઓ ચાલુ રાખી શકે છે. 

- 8 મહાનગર પાલિકા હદ વિસ્તારની બહારની શાળાઓ વિદ્યાર્થીઓ ઇચ્છે તો ઓફલાઇન શિક્ષણ આપી શકે અને ઇચ્છે તો ઓનલાઇન શિક્ષણ પણ લઇ શકશે. આ શાળાઓ નિયમ સમયપત્ર અનુસાર પરીક્ષાનું આયોજન પણ કરશે. ત્યાં તમામ કાર્યક્રમ નિયત સમયપત્રક અનુસાર ચાલશે. ત્યાં રાજ્ય સરકારનો કોઇ પણ નિર્ણય લાગુ પડશે નહી. જો કે જે આઠ મહાનગર પાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે ત્યાં શાળાઓ અને પરીક્ષા તમામ રદ્દ કરવામાં આવી છે. અહીં ન તો વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શકાશે ન તો વિદ્યાર્થીઓની પરીક્ષા લઇ શકાશે. અહીં શાળાઓ માત્ર ઓનલાઇન શિક્ષણ આપી શકશે. જો કે તમામ પ્રકારની ઓફલાઇન પ્રવૃતિ રદ્દ કરવામાં આવી છે. આ આઠ મહાનગર પાલિકાઓમાં 10 એપ્રીલ બાદ શાળાઓ શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે. 

- અમદાવાદ મનપા દ્રારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. જેમાં શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવામાં આવશે. તેમજ આજથી રાત્રિ કરર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યું રહેશે.  

- સુરત મનપાના જણાવ્યાં મુજબ શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવામાં આવશે. તેમજ આજથી રાત્રિ કરર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યું રહેશે. એટલે કે આવતી કાલથી આ નિયમ લાગુ પડી જશે. 9 વાગ્યાથી શહેરનાં તમામ એકમો બંધ કરી દેવાનાં રહેશે. 

One year of Corona: ગુજરાતના કોરોના લિસ્ટમાંથી નેતાઓ પણ બાકાત નથી, અમુકને સંક્રમિત કર્યા તો અમુકનો જીવ લઈ લીધો

West Bengal Election: PM મોદીએ જણાવ્યો TMCનો અર્થ, કહ્યું- 'ટ્રાન્સફર માય કમિશન'

Shocking! પુત્રએ એવો કચકચાવીને વૃદ્ધ માતાને લાફો માર્યો, માતા મોતને ભેટી, ઘટના CCTV માં કેદ

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube