Hair Care: વાળમાં મહેંદી લગાવતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન
મહેંદી વાળની ચમક તો વધારે જ છે પણ સાથે સાથે વાળને હેલ્દી પણ બનાવે છે. મહેંદી પલાળતા સમયે આપણે તેમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. અમુક લોકો તેમાં આંબળા, શિકાકાઈ અને અરીઠા જેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગરમીમાં મોટાભાગની મહિલાઓ વાળમાં મહેંદી નાખે છે... મહેંદી વાળની ચમક તો વધારે જ છે પણ સાથે સાથે વાળને હેલ્દી પણ બનાવે છે. મહેંદી પલાળતા સમયે આપણે તેમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. અમુક લોકો તેમાં આંબળા, શિકાકાઈ અને અરીઠા જેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે. જો કે, આ સિવાય પણ ઘણા એવા ઈન્ગ્રેડિયન્સ છે જેનો મહિલાઓ મહેંદી પલાળતા સમયે ઉપયોગ કરે છે. પરંતુ આ ઈન્ગ્રેડિયન્સનો ઉપયોગ કરતાં પહેલાં તે જાણવું જરૂરી છે કે તે વાળ માટે ફાયદાકારક છે કે નહીં.
Rashami Desai નો શોર્ટ સ્કર્ટમાં ડાંસ જોઈ ફેન્સે કહ્યું આમા બધું દેખાય છે! આ પહેલાં કેમેરા સામે બદલ્યાં હતા કપડાં
ઘણીવાર મહેંદીમાં ખોટા ઈન્ગ્રેડિયન્સ મિક્સ કરવાથી વાળ ખરાબ થઈ જાય છે. જણાવી દઈએ કે, મહેંદીથી ફાયદો ત્યારે જ થશે જ્યારે તેમાં ઉપયોગી સામગ્રીનું મિશ્રણ કર્યું હોય. ઘણા લોકોને મહેંદીને સાચી રીતે લગાવવાની જાણકારી નથી હોતી, જેના કારણે જ મહેંદી લગાવ્યા બાદ જોઈએ તેવું પરિણામ નથી મળતું. જો તમે પણ વાળમાં મહેંદી લગાવતા સમયે આ ભૂલો કરતો છો તો ચેતી જાવ. કેમ કે, આવું કરવાથી વાળમાં ફાયદાની જગ્યાએ ડબલ નુકસાન થશે.
મહેંદીને પર્યાપ્ત સમય સુધી પલાળી રાખોઃ
જો તમે મહેંદી પલાળીને તાત્કાલિક વાળમાં નાખો છો તો તે ખોટી રીત છે. આવું કરવાથી મહેંદીનો કલર વાળમાં નહીં આવે અને જોઈએ તેવું પોષણ પણ વાળને નહીં મળે. એટલા માટે મહેંદીને હંમેશા 10થી 12 કલાક સુધી પલાળી રાખો. રાત્રે મહેંદી પલાળીને પછી સવારમાં તેની વાળમાં નાખી શકાય છે.
મહેંદીમાં આ વસ્તુઓને ન કરો મિક્સઃ
મહેંદી પલાળતા સમયે જો તમે તેમાં ઈંડા અથવા તો દહીં જેવી વસ્તુઓ મિક્સ કરો છો તો બંધ કરી દો. કેમ તે મહેંદીમાં રહેલા પ્રોટીન સાથે મળીને બોન્ડ બનાવે છે, જેનાથી વાળને આવશ્યક પ્રોટીન મળી નથી શકતું. એટલા માટે મહેંદીમાં દહીં અથવા તો ઈંડુ મિક્સ ન કરો.
મહેંદી લગાવતા પહેલાં વાળમાં ન લગાવો તેલઃ
વાળમાં મહેંદી લગાવવાની છે તો ઓયલિંગ ન કરો. મહેંદી લગાવવાની હોય તો એક દિવસ અગાવ તેલ લગાવી લો. જો તમારા વાળ ડ્રાય નથી તો મહેંદી લગાવતા પહેલાં તેલ ન લગાવો. તેલ લગાવવાથી ઓયલનું એક લેયર બની જાય છે જેનાથી મહેંદીનો જોઈએ તેવો રંગ નથી આવી શકતો. જો તમે ઈચ્છો છો કે વાળમાં મહેંદીનો કલર સારો આવે તો વાળમાં તેલ લગાવ્યા વગર જ મહેંદી લગાવો.
નોર્મલ પાણીમાં ન પલાળો મહેંદીઃ
વાળમાં મહેંદીનો સારો કલર આવે તે માટે નોર્મલ પાણીનો ઉપયોગ ન કરો. સાદા પાણી કરતાં તમે કોફી અથવા તો ચાના પાણીનો મહેંદી પલાળવા ઉપયોગ કરી શકો છો.આનાથી વાળમાં મહેંદીનો કલર સારો આવે છે. તમે પાણીને પહેલાં ગરમ કરીને પછી ઠંડુ કરીને તેમાં પણ મહેંદી પલાળી શકો છો. જો સફેદ વાળને કાળા કરવા માગો છો તો મહેંદીને લોખંડની કઢાઈમાં પલાળો.
લીંબુના રસનો ન કરો ઉપયોગઃ
મહેંદીને પલાળતા સમયે લીંબુના રસનો બિલકુલ ઉપયોગ ન કરો. કેમ કે લીંબુ તમારા વાળને ડ્રાય બનાવે છે. લીંબુના રસમાં સિટ્રિક એસિડ હોય છે, જેનો ઉપયોગ વાળમાં ક્યારેય પણ ન કરાઈ. જણાવી દઈએ કે, ડેન્ડ્રફ દૂર કરવા માટે લીંબુનો રસ ભલે ઘરેલુ ઉપાય તરીકે વપરાતો હોય પરંતુ લીંબુનો રસ વાળને બેજાન અને ડ્રાય બનાવી દે છે. માટે મહેંદીમાં ક્યારેય પણ લીંબુનો ઉપયોગ ન કરવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે