Corona: કોરોનાની નાગચૂડમાંથી થશે છૂટકારો!, આજથી દેશમાં 'ટીકા મહોત્સવ'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નિર્દેશ પર દેશમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી 'ટીકાઉત્સવ'નું આયોજન કરાયું છે. જેનો હેતુ વધુમાં વધુ યોગ્ય લાભાર્થીઓના રસીકરણ (Corona Vaccination) નો છે.

Corona: કોરોનાની નાગચૂડમાંથી થશે છૂટકારો!, આજથી દેશમાં 'ટીકા મહોત્સવ'

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નિર્દેશ પર દેશમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી 'ટીકા ઉત્સવ'નું આયોજન કરાયું છે. જેનો હેતુ વધુમાં વધુ યોગ્ય લાભાર્થીઓના રસીકરણ (Corona Vaccination) નો છે. 'ટીકા ઉત્સવ' દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા અનેક રાજ્ય લોગોને રસી લેવાની અપીલ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ લોકોને અપીલ કરી છે કે 'ટીકા ઉત્સવ' દરમિયાન મોટી સંખ્યામાં લોકો રસી મૂકાવે. 

રસીકરણમાં નંબર 1 બન્યું ભારત
કેન્દ્રીય સ્વાસથ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે ભારતે 85 દિવસમાં 10 કરોડ લોકોને રસી મૂકી છે અને તે દુનિયાનો સૌથી ઝડપી રસીકરણ અભિયાન (Corona Vaccination)  ચલાવનારો દેશ બન્યો છે. મંત્રાલયે કહ્યું કે અમેરિકાને રસીના 10 કરોડ ડોઝ આપવામાં 89 દિવસ લાગ્યા જ્યારે ચીનને આ આંકડા સુધી પહોંચતા 102 દિવસ લાગ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ પણ ભારતમાં સૌથી ઝડપી રસીકરણ દર્શાવતો એક ચાર્ટ ટ્વીટ કર્યો અને તેને સ્વસ્થ અને કોવિડ મુક્ત ભારત (Healthy and Covid-19 free India) માટે મજબૂત પ્રયત્ન ગણાવ્યો. 

સમીક્ષા બેઠકમાં પીએમ મોદીના નિર્દેશ
કોવિડ-19 સ્થિતિ અને રસીકરણ અભિયાનની ગુરુવારે મુખ્યમંત્રીઓ સાથેની સમીક્ષા  બેઠક દરમિયાન પીએમ મોદીએ તેમને અપીલ કરી હતી કે તે તમામ લોકોના રસીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે જેમની ઉંમર 45 વર્ષથી વધુ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 'ક્યારેક ક્યારેક તેનાથી માહોલ બદલવામાં મદદ મળે છે. જ્યોતિબા ફૂલેની જયંતી 11 એપ્રિલના રોજ છે અને 14 એપ્રિલે બાબા સાહેબની જયંતી છે. શું આપણે 'ટીકા ઉત્સવ'નું આયોજન કરી શકીએ અને 'ટીકા ઉત્સવ'નો માહોલ બનાવી શકીએ?'

રાજ્યોના આરોપો પર જવાબ
પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે આપણે વિશેષ અભિયાનના માધ્યમથી વધુમાં વધુ યોગ્ય લાભાર્થીઓનું રસીકરણ કરવું જોઈએ અને તેની  બરબાદી બિલકુલ ન થાય તેના પર વિચાર કરવો જોઈએ. રસી ઉત્સવ દરમિયાન જો ચાર દિવસમાં બરબાદી નહીં થાય તો તેનાથી આપણા રસીકરણની ક્ષમતા વધશે. કેટલાક રાજ્યોએ જ્યાં રસીની આપૂર્તિમાં કમીનો મુદ્દો ઉઠાવ્યો તો કેન્દ્રએ કહ્યું કે તમામ રાજ્યોને પૂરતી સંખ્યામાં રસી ફાળવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news