2021 પહેલાં બનશે નહી કોરોનાની રસી, સંસદીય પેનલે આપી જાણકારી

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus)ની રસી (Vaccine)ને લઇને ઘણા પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ શુક્રવારે એક સંસદીય પેનલ સમક્ષ રજૂ થયેલા અધિકારીઓએ કહ્યું કે કોરોના વાયરસની રસી (Corona Vaccine) આગામી વર્ષ પહેલાં તૈયાર થશે નહી. 

2021 પહેલાં બનશે નહી કોરોનાની રસી, સંસદીય પેનલે આપી જાણકારી

નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus)ની રસી (Vaccine)ને લઇને ઘણા પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ શુક્રવારે એક સંસદીય પેનલ સમક્ષ રજૂ થયેલા અધિકારીઓએ કહ્યું કે કોરોના વાયરસની રસી (Corona Vaccine) આગામી વર્ષ પહેલાં તૈયાર થશે નહી. 

સંસદીય પેનલે જણાવ્યું કે કોવિડ 19ની વેક્સીન આગામી વર્ષ સુધી બનાવી શકાશે. તમને જણાવી દઇએ કે ટેક્નોલોજી, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન સંબંધી સંસદીય સ્થાઇ સમિતિની એક બેઠક શુક્રવારે આયોજિત કરવામાં આવી હતી. જેમાં કોરોના વેક્સીન બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશની અધ્યક્ષતા વાળી પેનલમાં બેઠક માટે છ અન્ય સભ્યો પણ સામેલ થયા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે 25 માર્ચથી દેશવ્યાપી તાળાબંધી બાદ ચેનલની આ પહેલી બેઠક હતી. માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ સંસદઈય સમિતિની બેઠક ફરીથી શરૂ થતાં ખુશી વ્યક્ત કરી અને વિલંબ પર પરિસ્થિતિઓના નિયંત્રણથી પરે હોવાની વાત કહી. 

વેંકૈયા નાયડૂએ કહ્યું કે દરેક સમિતિ દ્વારા કમને ફરીથી શરૂ કરવા માટે ઉત્સુક હતું, પરંતુ પરિસ્થિતિઓ આપણા નિયંત્રણમાં ન હતી અને આપણે મજબૂર હતા. નાયડૂ સાથે બેઠકોનું આયોજન કરવાનો આગ્રહ કરતાં રમેશે ટ્વિટમાં કહ્યું કે સર હું તમને અનુરોધ કરીશ કે તમે ડિજિટલ બેઠકોને અનુમતિ આપો કારણ કે સંસદ આગામી ઓછામાં ઓછા એક મહિના સુધી શરૂ થવાની સંભાવના નથી.  

સૂત્રોના અનુસાર બેઠકમાં હાજર અન્ય સભ્યોએ પણ ડિજિટલ વિચાર વિમર્શ પર ભાર મુક્યો. બેઠકમાં સરકારની કોવિડ 19ની તૈયારીઓ અને સંચાલન પર ચર્ચા થઇ. જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું કે આપણી સંસદીય સ્થાયી સમિતિ વિજ્ઞાન અને ટેક્નોલોજી અને કોવિડ 19ના મુદ્દે @DBTIndia @IndiaDST @ASIR_IND और @PrinSciAdvGol સાથે વધુ જાણકારી વાળી અને ઉપયોગી બેઠક કરી રહી છે. આ ખરાબ છે કે આપણને ડિજિટલ બેઠકો કરવાની પરવાનગી નથી જેથી વધુ સાંસદ હોઇ શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news