કોરોનાઃ નોઇડામાં 2 શાળા બંધ, 1000 કંપનીઓનો નોટિસ, દિલ્હીમાં એક કેસ, નિવારણ માટે પીએમ મોદીએ સંભાળી કમાન


દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ચેપનો પ્રથમ મામલો સામે આવ્યા બાદ દેશભરમાં લોકો ડરેલા છે. કારણ સ્પષ્ટ રીતે મહત્વનું છે. દિલ્હીમાં દરરોજ દેશભરમાંથી લોકો આવતા જતા રહે છે. તેવામાં લોકોને તે વાતને લઈને ડર છે કે જો દિલ્હીમાં આ વાયરસનો ચેપ ફેલાય છે તો તેના દેશભરમાં વધવાનો ખતરો હોઈ શકે છે. 
 

 કોરોનાઃ નોઇડામાં 2 શાળા બંધ, 1000 કંપનીઓનો નોટિસ, દિલ્હીમાં એક કેસ, નિવારણ માટે પીએમ મોદીએ સંભાળી કમાન

નવી દિલ્હીઃ કોરોના વાયરસ હવે ભારતમાં પણ પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે. પાછલા બે દિવસની અંદર જે રીતે ભારતમાં તેના મામલા સામે આવ્યા છે ત્યારબાદથી લોકોમાં ડરનો માહોલ છે. અત્યાર સુધી ભારતમાં કોરોનાના 9 શંકાસ્પદ મામલા સામે આવી ચુક્યા છે, જેમાં એક દિલ્હીથી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને લોકોને કહ્યું કે, ડરવાની જરૂર નથી. આ અપીલ બાદ પણ લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. લોકો આ વાયરસના ચેપને લઈને આશંકામાં છે. સરકાર તરફથી એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. 

હકીકતમાં, અત્યાર સુધી ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના ફેલાતા ચેપના સમાચાર આવી રહ્યાં હતા પરંતુ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ચેપનો પ્રથમ મામલો સામે આવ્યા બાદ દેશભરમાં લોકો ડરેલા છે. કારણ સ્પષ્ટ રીતે મહત્વનું છે. દિલ્હીમાં દરરોજ દેશભરમાંથી લોકો આવતા જતા રહે છે. તેવામાં લોકોને તે વાતને લઈને ડર છે કે જો દિલ્હીમાં આ વાયરસનો ચેપ ફેલાય છે તો તેના દેશભરમાં વધવાનો ખતરો હોઈ શકે છે. 

પીએમ મોદીએ સાવધાની રાખવાનું કહ્યુંટ
તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોવેલ કોરોના વાયરસનો સામનો કરવાની તૈયારીની મંગળવારે સમીક્ષા બેઠક કરી હતી. તેમણે લોકોને કહ્યું કે, ડરવાની કોઈ જરૂર નથી. વડાપ્રધાને ટ્વીટમાં જણાવ્યું, 'કોવિડ 19નો સામનો કરવાની તૈયારીની ઊંડી ચર્ચા કરી. વિભિન્ન મંત્રાલયો અને રાજ્યની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ, જે ભારતમાં આવનારા લોકોની તપાસથી લઈને ત્વરિત સારવાર ઉપલબ્ધ કરાવવાના સંબંધમાં છે.'

વડાપ્રધાન કાર્યાલયે તેમના હવાલાથી જણાવ્યું, 'કોવિડ-19 નોવેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને તેની સમીક્ષા કરવામાં આવી છે. ભારત આવતા લોકોના સ્ક્રીનિંગથી લઈને તાત્કાલિક સારવાર પ્રદાન કરાવવા સુધીની તમામ ગતિવિધિઓ માટે વિભિન્ન મંત્રાલય મળીને કામ કરી રહ્યાં છે. ડરવાની કોઈ જરૂર નથી. આપણે સાથે મળીને કામ કરવું અને આત્મસુરક્ષા નક્કી કરવા માટે નાના પરંતુ મહત્વપૂર્ણ ઉપાય કરવાની જરૂર છે.'

કોરોના સામે લડવા માટે તૈયાર છે દિલ્હી
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોરોના વાયરસથી બચવા માટે કેટલિક સાવધાની રાખવાની જરૂર છે. તેમાં સૌથી જરૂરી છે કે હાથ ધોઈને પોતાની આંખ, મોઢા વગેરેને લગાવો. જે વ્યક્તિને કોરોનાનો ચેપ છે તેની નજીક ન જાવો, ઓછામાં ઓછા 2 કે અઢી ફૂટના અંતર પર રહો. સૌથી વધુ જરૂરી છે કે ડરો નહીં. સાફ-સફાઈનું ખુબ ધ્યાન રાખો. તેમણે આગળ કહ્યું કે, દિલ્હીમાં કોરોનાને લઈને ખુબ તૈયારીઓ કરી છે. આ મામલામાં સાવધાની રાખવાની જરૂર છે. 

સત્યેન્દ્ર જૈને આગળ કહ્યું કે, 25 હોસ્પિટલોમાં કોરોનાની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. 230 બેડ તૈયાર છે. તો 12 જગ્યાએ મેડિકલ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય સાડા ત્રણ લાખ N95 માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાના મામલાની સંખ્યા પણ તેમણે જણાવ્યું કે, હજુ સુધી 1 કેસની ખાતરી થઈ છે જ્યારે દેશભરમાં 3-4 કેસ મળ્યા છે. 

નોઇડાની કંપનીઓને એલર્ટ રહેવાની ચેતવણી
કોરોના વાયરસના ખતરાને જોતા ગૌતમબુદ્ધ નગર જિલ્લા તંત્રએ એલર્ટ જારી કર્યું છે અને અહીં સ્થિત 1000થી વધુ દેશી-વિદેશી કંપનીઓને કોરોના વાયરસ એલર્ટ નોટિસ આપવામાં આવી છે. મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી ગૌતમબુદ્ધ નગર અનુરાગ ભાર્ગવે જણાવ્યું કે, નોટિસમાં તમામ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે જો તેનો કોઈ કર્મચારી વિદેશ ગયો હોય તો તેના ભારત પરત ફરવા પર સ્વાસ્થ્ય વિભાગને તેની જાણકારી આપવામાં આવે. સીએમઓએ જણાવ્યું કે, ઈરાન, સિંગાપુર, ચીન સહિત 13 દેશોથી પરત આવનાર લોકોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

શાળાઓમાં રજા, વાલીઓ સાથે ચર્ચા
કોરોનાના ડરથી નોઇડાની બે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. કેટલિક શાળાઓમાં વાલીઓ સાથે ચર્ચા કરી સૂચના આપવામાં આવી છે કે બાળકોને શરદી ઉધરસ હોય તો તેને શાળાઓ ન મોકલો. તેમાં કહેવામાં આવ્યું છે કે જરૂરીયાત પડવા પર શાળામાંથી રજા આપી શકાય છે. તો નોઇડાની બે શાળામાં મંગળવારથી આગામી કેટલાક દિવસો સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news