101 અધિકારીઓની મુખ્યમંત્રી-રાજ્યપાલોને પત્ર, કહ્યું મુસ્લિમોનું થઇ રહ્યું છે ઉત્પીડન
Trending Photos
નવી દિલ્હી : કોરોના વાયરસનું સંકટ સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. કોવિડ 19 મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉન છે. લૉકડાઉન વચ્ચે 101 પૂર્વ અધિકારીઓએ મુસ્લિમોના ઉત્પીડનનો ઉલ્લેખ કરતા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોને ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં મુસ્લિમ ઉત્પીડનની વાત કહેવામાં આવી છે.
ચિઠ્ઠીનો મતલબ સ્પષ્ટ છે કે તબલીગી જમાત કેસ બાદ મુસ્લિમો વિરૂદ્ધ માહોલ તૈયાર કરવામાં આવ્યો, જેનાથી તેઓ ભેદભાવનો શિકાર થઇ રહ્યા છે. આ પત્રમાં તબલીગી જમાતની ટીક કરવામાં આવી છે, પરંતુ આરોપ એ લગાવવામાં આવ્યા છે કે મુસ્લિમો વિરૂદ્ધ આનાથી દેશમાં માહોલ બની રહ્યો છે.
આ પત્રમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ઉલ્લંઘન એકલા જમાતે નથી કર્યું. ધ્યાન આપવાની વાત એ છે કે આ ચિઠ્ઠી તે દિવસે સામે આવી છે, જે દિવસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ પર સાંપ્રદાયિકતા ફેલાવવાના આરોપ લગાવ્યા છે. 23 એપ્રિલે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, સાંપ્રદાયિકતાનો વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે. 101 પૂર્વ નૌકરશાહોની ચિઠ્ઠી પણ રાજ્યોને ગુરૂવારે લખી હતી.
ચિઠ્ઠી બાદ હોબાળો થયો
તબલીગી જમાતથી ફેલાયેલા કોરોના સંક્રમણથી ઉઠેલા મામલો હવે એક નવો વળાંક લેતો દેખાઇ રહ્યો છે. જ્યારે રમઝાનનો મહિનો શરૂ થઇ રહ્યો છે તો આ વચ્ચે 101 પૂર્વ નૌકરશાહોના ખુલ્લા પત્રએ હોબાળો મચાવી દીધો છે. રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલોને ચિઠ્ઠી લખી કહેવામાં આવ્યું છે કે ખુબ નારાજગી સાથે અમે દેશના કેટલાક ભાગોમાં મુસ્લિમોના ઉત્પીડનની ઘટનાઓ પર તમારુ ધ્યાન અપાવી રહ્યા છીએ. ખાસ કરીને તે ઘટનાઓ જે દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતની બેઠક બાદ બની છે.
સંક્રમણને આપવામાં આવ્યો સાંપ્રદાયિક રંગ
સોશિયલ ડિસ્ટેન્સિંગને ન માનવા માટે જમાતની ટીકા થઇ છે. જોકે આવી રાજકીય અને ધાર્મિક આ એકલી બેઠક ન હતી, પરંતુ મીડિયાના એક વર્ગએ કોવિડ 19ને સાંપ્રદાયિક રંગ આપી દીધો. દિલ્હી સરકારની એડવાઇઝરીને ન માનીને જમાતે નિંદનીય કામ કર્યું પરંતુ આને મીડિયાનો સાંપ્રદાયિક રંગ આપવે ખુબ જ ગેરજવાબદાર છે.
મુસ્લિમો વિરૂદ્ધ બનાવવામાં આવ્યો નફરતનો માહોલ
ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે આનાથી મુસ્લિમોને લઇને સમાજમાં શત્રુતા ભરાઇ ગઇ. મુસ્લિમ વિક્રેતાઓને થૂંકવાના ફર્જી વીડિયો ક્લિપ્સ સામે આવ્યા. ચિઠ્ઠીમાં એવી કેટલીક ઘટનાઓને બ્યૌરા છે, જેમાં મુસ્લિમોને કથિત રીતે ભેદભાવ થયો. ચિઠ્ઠી આ ઘટનાઓને લઇને મુસ્લિમ દેશોથી ભારતના સંબંધોને લઇને પણ ચેતે છે.
23 એપ્રિલે જ લખવામાં આવી હતી ચિઠ્ઠી
મોટી વાત એ છે કે આ ચિઠ્ઠી 23 એપ્રિલે જ લખવામાં આવી જે દિવસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સીઈસીની બેઠકમાં કહ્યું હતું કે જ્યારે આપણે કોરોના વાયરસ સામે એકજૂટ થઇને લડવું જોઇએ ત્યારે ભાજપ સાંપ્રદાયિક ભેદભાવ અને નફરતનો વાયરસ ફેલાવી રહ્યી છે. આપણી સામાજીક શાખને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.
સોનિયા ગાંધીનું નિવેદન પાલઘરમાં 2 સાધુઓની લિંચિંગ પર ઉઠેલા તુફાનને ધ્યાન રાખ્યું હતું, જોકે સોનિયાને ભાજપે જવાબ આપવામાં મોડું નથી કરવામાં આવ્યું. સાંપ્રદાયિકતાને ધ્યાને રાખતા સોનિયાના ભાજપ પર સીધા પ્રહાર અને 101 પૂર્વ નૌકરાશાહોને ચિઠ્ઠીથી અસહિષ્ણુતાની ચર્ચા ફરી શરૂ થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે