તેજસ્વી યાદવનું ટ્વીટ- 50 ટ્રેનોનો ખર્ચ આપશે RJD, હિસાબ કરીને જણાવે સુશીલ મોદી


રાજદ નેતા તેજસ્વી યાદવે બિહારની રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેજસ્વીનું કહેવું છે કે, સરકાર મજૂરોને પરત લાવવા મુદ્દે ગંભીર નથી. 

તેજસ્વી યાદવનું ટ્વીટ- 50 ટ્રેનોનો ખર્ચ આપશે RJD, હિસાબ કરીને જણાવે સુશીલ મોદી

પટનાઃ લૉકડાઉનમાં મળેલી રાહત બાદ હવે પ્રવાસી મજૂરોની ઘર વાપસી શરૂ થઈ ગઈ છે, પરંતુ જે ટ્રેનથી મજૂરોને પરત લાવવામાં આવી રહ્યાં છે, તેના ભાડાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે હવે બિહારમાં આવનારી 50 ટ્રેનોનો ખર્ચ ઉઠાવવાની વાત કરી છે. આ સાથે તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. 

તેજસ્વી યાદવે સોમવારે ટ્વીટ કરીને લખ્યું, '15 વર્ષ વાળી ડબલ એન્જિન સરકાર બિહારી મજૂરોને પરત ન લાવવાના બહાના શોધીને ટાળી રહી છે. 5 દિવસોમાં 3 ટ્રેનોથી લગભગ 3500 લોકો પરત આવી રહ્યાં છે. ત્યારેક ભાડું, ક્યારેક સંસાધનો તો ક્યારેક નિયમોનો હવાલો દેવામાં આવે છે. નીતીશ સરકારનો ઇરાદો મજૂરોને પરત લાવવાનો નથી.'

તેજસ્વીએ લખ્યું કે, રાષ્ટ્રીય જનતા દળ શરૂઆતી તબક્કામાં બિહાર સરકારને પોતાના તરફથી 50 ટ્રેન આપવા તૈયાર છે. અમે મજૂરો તરફથી 50 રેલગાડિઓનું ભાડું અસમર્થ બિહાર સરકારને આપીશું. સરકાર આગામી 5 દિવસમાં ટ્રેનોની વ્યવસ્થા કરે, પાર્ટી તેનું ભાડું સીધુ સરકારના ખાતામાં ટ્રાન્સફર કરશે. 

સોનિયા ગાંધીએ મજૂરોના ટ્રેન ભાડા પર ઉઠાવ્યા સવાલ, રેલવેએ આપ્યું આ સ્પષ્ટીકરણ

રાજ્ય સરકાર પર નિશાન સાધતા તેજસ્વીએ લખ્યું કે, આદરણીય નીતીશ કુમાર જી, ગરીબ મજૂરો તરફથી 50 ટ્રેનોનું ભાડું રાજદ વહન કરવા એકદમ તૈયાર છે કારણ કે ડબલ એન્જીન સરકાર સક્ષમ નથી. મહેરબાની કરીને હવે જલદી વ્યવસ્થા કરાવો. સુશીલ મોદી હિસાબ કરીને જણાવી દો, સીધો ચેક મોકલી દેવામાં આવશે. આમ પણ તમને ખાતાવહી જોવાનો શોખ છે. 

— Tejashwi Yadav (@yadavtejashwi) May 4, 2020

ઉલ્લેખનીય છે કે બિહારના 20 લાખથી વધુ મજૂરો દેશના અલગ-અલગ રાજ્યોમાં ફસાયા છે અને તેને પરત લાવવાની તૈયારીઓ થઈ રહી છે. થોડા દિવસ પહેલા બિહાર સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે, સરકારની પાસે બસોની વ્યવસ્થા નથી. તેવામાં કેન્દ્ર ટ્રેનની વ્યવસ્થા કરાવે. પરંતુ બાદમાં કેન્દ્ર તરફથી તમામ રાજ્યો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news