પબ્લિક ટોઈલેટમાં આવા કામ? મહિલા સિપાઈ અંદર ગઈ અને જોયું તો યુવક-યુવતી કરી રહ્યા હતા...
મહિલા સિપાઈએ જ્યારે આ બંનેને ટોક્યા તો તેઓ તેમની સાથે ગેરવર્તણૂક કરવા લાગ્યા.
Trending Photos
નોઈડા: સ્વચ્છતા અભિયાન હેઠળ નોઈડામાં સેકડોની સંખ્યામાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અને મહિલાઓ માટે ખાસ કરીને પિંક ટોઈલેટ બનાવવામાં આવ્યા છે. પરંતુ જ્યારે આ સુવિધાઓનો ઉપયોગ પ્રેમી જોડા પ્રેમલીલા માટે કરવા લાગે તો ચોંકાવનારું કહેવાય. આવો જ એ એક મામલો નોઈડાના સેક્ટર 62માં આવેલા મહિલા શૌચાલયમાં જોવા મળ્યો. એક મહિલા સિપાઈ જ્યારે શૌચાલયનો ઉપયોગ કરવા માટે ત્યાં પહોંચી તો એક યુવક અને યુવતી કઢંગી હાલતમાં જોવા મળ્યા.
મહિલા સિપાઈએ જ્યારે આ બંનેને ટોક્યા તો તેઓ તેમની સાથે ગેરવર્તણૂક કરવા લાગ્યા. ત્યારે મહિલા સિપાઈએ પોલીસ ચોકીએ જાણ કરી અને ઘટનાસ્થળે પોલીસકર્મીઓને બોલાવી લીધા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બંનેની અટકાયત કરી અને પોલીસ ચોકી લઈ આવી. તેમના પર શાંતિ ભંગ કરવાની કલમો હેઠળ કેસ દાખલ કરાયો અને ધરપકડ કરાઈ.
પોલીસ ચોકી સેક્ટર 58 પ્રભારીએ જણાવ્યું કે સેક્ટર 62 ગોલચક્કર પાસે મહિલા શૌચાલયમાં સોમવારે સાંજે એક કંપનીનો મેનેજર અને યુવતી અશ્લીલ હરકત કરી રહ્યા હતા. એક મહિલા સિપાઈ જ્યારે શૌચાલયમાં ગઈ ત્યારે આ મામલો સામે આવ્યો. મહિલાએ બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈને ટોક્યા. પરંતુ તેઓ મહિલા સિપાઈ પર રોફ મારવા લાગ્યા. તેમણે કહ્યું કે તમારું કામ અમારા જેવા લોકોને સુરક્ષા આપવાનું છે અમારા અંગત જીવનમાં દખલગીરી કરવાનું નહીં.
ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલે પોલીસ ચોકીએ જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બંને પકડી લીધા. અહીં પણ બંનેએ હંગામો મચાવ્યો. તેમનો દાવો હતો કે આ તેમની અંગત જિંદગી છે. જોત જોતામાં તો ટોળું ભેગુ થઈ ગયું. યુવકની ઓળખ અંકિત તરીકે થઈ છે. જે સેક્ટર 6ની એક કંપનીમાં મેનેજર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે