પથ્થરબાજ યુવકને જીપ સાથે બાંધનાર મેજર કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં દોષીત

કોર્ટમાં તેઓ વિપરિત સ્થિતીમાં સ્થાનીક મહિલા સાથે સંબંધ રાખવા અને પોતાના કાર્યસ્થળથી દુર રહેવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા

પથ્થરબાજ યુવકને જીપ સાથે બાંધનાર મેજર કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં દોષીત

નવી દિલ્હી : શ્રીનગર હોટલ કાંડમાં ભારતીય સેનાના મેજર લીતલ ગોગોઇની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી થશે. સેનાની કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં ગોગોઇની વિરુદ્ધ કાર્યવાહીની અનુશંસા કરવામાં આવી છે. તપાસમાં મેજર ગોગોઇની ડ્યુટી કોઇ અન્ય સ્થળે હોવા છતા તેઓ અન્ય કોઇ સ્થળ પર હાજર હતા. આદેશ વિરુદ્ધ જઇને સ્થાનીક લોકો સાથે તાલમેલ બેસાડવાનાં દોષીત સાબિત થયા હતા. 

કોર્ટ ઓફ ઇન્કવાયરીની અનુશંસા બાદ મેજર ગોગોઇને કોર્ટ માર્શલનો સામનો પણ કરવો પડી શકે છે. સુત્રોએ જણાવ્યું કે, કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં સામે આવ્યું કે, મેજર ગોગોઇએ એક ઘર્ષણયુક્ત ક્ષેત્રમાં  એક સ્થાનીક મહિલા સાથે સંબંધ બાંધીને આ સંબંધમાં સેનાના નિયમનું ઉલ્લંઘન કર્યું અને તેમણે ડ્યૂટીના સ્થાનથી દૂર રહીને માનક સંચાલનની પ્રક્રિયાનુ ઉલ્લંઘન કર્યું હતું. 

કોર્ટે તેમને નિર્દેશથી વિપરિત સ્થાનીક મહિલા સાથે સુમેળ રાખવા અને એક અભિયાનવાળા વિ્તારમાં પોતાનાં કાર્યસ્થળથી દુર રહીવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. સેનાના સુત્રોએ જણાવ્યું કે, ગોગોઇની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી ચાલુ કરવા માટેના આદેશ જાહેર કરવામાં આવ્યા છ. 

સુત્રોએ જણાવ્યું કે, સીઓઆઇએ આ મહિનાની શરૂઆતમાં સંબંધિત વિભાગને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો.ત્યાર બાદ આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી. સેનાએ 23 મેની ઘટના બાદ સીઓઆઇને આદેશ આપ્યા હતા. 

પથ્થરમારો કરનાર એક વ્યક્તિને જીપને આગળ બાંધીને ફેરવ્યા બાદ ચર્ચામાં આવેલ મેજર ગોગોઇ 23મેના રોજ શ્રીનગર ખાતેની હોટલમાં તકરાર થયા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યાં તેમને કથિત રીતે 18 વર્ષીય મહિલા સાથે પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. થોડા દિવસો બાદ સેનાએ ઉક્ત ઘટના અંગે કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપ્યા હતા. 

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પહલગામમાં કહ્યું હતું કે, જો ગોગોઇને કોઇ પણ ગુનામાં દોષીત સાબિત થશે તો તેને કઠોર સજા આપવામાં આવશે. રાવતે કહ્યું હતું કે, ભારતીય સેનામાં કોઇ પણ (કોઇ પણ રેંકનો) જવાન કંઇ પણ ખોટુ કરે છે અને તેને અમારા સંજ્ઞાનમાં આવે છે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો મેજર ગોગોઇએ કંઇ પણ ખોટુ કર્યું હશે તો હું કહી શકું છું કે તેમનો યોગ્ય દંડ આપવામાં આવશે અને અને દંડ પણ એવું હશે કે એક ઉદાહરણ સ્થાપિત કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news