CRPFના કાફલાનું નેતૃત્વ કરશે એસપી રેંકના અધિકારી, 40થી વધારે વાહન નહી

સુત્રોએ જણાવ્યું કે, કાફલો કમાન્ડર હવે સીધો રિપોર્ટ કરશે અને કાશ્મીરમાં ત્રણ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં અધિકારીઓ સાથે સમન્વય કરશે

CRPFના કાફલાનું નેતૃત્વ કરશે એસપી રેંકના અધિકારી, 40થી વધારે વાહન નહી

નવી દિલ્હી : કાશ્મીરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)નાં કાફલાનું નેતૃત્વ એસપી રેંકના અધિકારી કરશે અને કાફલામાં એક સમયે મહત્તમ 40 વાહનોનો જ સમાવેશ કરી શકાશે. પુલવામામાં થયેલા આતંકવાદીને ધ્યાને રાખી અર્ધસૈનિક દળને આ આદેશ આપવામાં આવ્યો છે. આ હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. પીટીઆઇનાં નવા માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી) પ્રાપ્ત થઇ છે જેમાં જમ્મુ કાશ્મીરમાં વાહનોનાં સૈનિકોનાં આવન જાવન માટે દિલ્હી ખાતેનાં મુખ્યમથક દ્વારા ઇશ્યું કરી હતી. જેમાં આદેશ આપવામાં આવ્યો છે કે કાફલામાં રહેલા પ્રત્યેક વાહનને અનુશાનનું પાલન કરવું પડશે. 

રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા વાયનાડની પસંદગી કેમ કરી? 5 મુદ્દામાં સમજો આખી વાત 

અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, તે સુનિશ્ચિત કરવાનું છે કે આતંકવાદી ગતિવિધિઓ અને આઇઇડી ખતરાનાં કારણે વધારે સંવેદનશીલ કાશ્મીર ખીણમાં આવવા અને જનારા દરેક કાફલાનું નેતૃત્વ તેના પ્રબંધનથી વધારે સમજ અને રણનીતિ રાખનારા એક અનુભવી અને વરિષ્ઠ અધિકારી દ્વારા કરવામાં આવે. 

સુત્રોએ જણાવ્યું કે, નવો કાફલો કમાન્ડર હવે સીધો રિપોર્ટ કરશે અને કાશ્મીરમાં ત્રણ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં ઉપ મહાનિરીક્ષક (સંચાલન)માંથી એકની સાથે સમન્વય કરશે. તેમણે જણાવ્યું કે, એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે કોઇ પણ સ્થિતીમાં કાફલામાં 40થી વધારે  વાહન નહી હોય અને પ્રભાવી મેનેટમેન્ટ અને નિયંત્રણ માટે કાફલામાં વાહનોની સંખ્યા ઓછી રાખવા માટેના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news