રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા વાયનાડની પસંદગી કેમ કરી? 5 મુદ્દામાં સમજો આખી વાત 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2019માં ઉત્તર પ્રદેશના અમેઠીની સાથે સાથે કેરળની વાયનાડ લોકસભા સીટથી પણ ચૂંટણી લડવાના છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા વાયનાડની પસંદગી કેમ કરી? 5 મુદ્દામાં સમજો આખી વાત 

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2019માં ઉત્તર પ્રદેશના અમેઠીની સાથે સાથે કેરળની વાયનાડ લોકસભા સીટથી પણ ચૂંટણી લડવાના છે. આવામાં સોશિયલ મીડિયા પર એવી વાતચીત શરૂ થઈ ગઈ છે કે આખરે રાહુલ ગાંધીએ અમેઠીની સાથે વાયનાડ સીટથી પણ ચૂંટણી લડવાનું કેમ નક્કી કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યાં છે કે રાહુલ ગાંધીને ડર છે કે તેઓ અમેઠી લોકસભા સીટ પર સ્મૃતિ ઈરાનીથી ડરી ગયા છે. આથી તેમણે કેરળથી પણ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. આવામાં સમજવાની કોશિશ કરીએ કે આખરે કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને બે સીટોથી ચૂંટણી લડાવવાનું કેમ નક્કી કર્યું છે. 

કોંગ્રેસ માટે એકદમ સુરક્ષિત બેઠક છે વાયનાડ
1 નવેમ્બર 1980ના રોજ કેરળમાં વાયનાડ જિલ્લાને માન્યતા મળી. આ લોકસભા સીટ 2008માં બાદ અસ્તિત્વમાં આવી  હતી. પહેલા વાયનાડના ભાગે કોઝિકોડ, અને કન્નૂકર જ આવતા હતાં. અંગ્રેજોના આક્રમણ બાદ ટીપુ સુલ્તાન અહીંના રાજા હતા. આ જિલ્લામાં વ્યગથરી જૈન મંદિર ખુબ પ્રચલિત છે. આ સીટ કોંગ્રેસ માટે એકદમ સુરક્ષિત ગણાય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કેરળ પ્રદેશના મહાસચિવ એમ આઈ શાહનવાઝ વાયનાડથી જીત્યા હતાં અને તેમને 3,77,035 મતો મળ્યાં હતાં. બીજા નંબરે સીપીઆઈના ઉમેદવાર પી આર સત્યન મુકરી હતાં. શાહનવાઝ 2009થી વાયનાડથી સાંસદ છે. 

દક્ષિણમાં ભાજપને કોઈ તક લેવા દેવા માંગતી નથી કોંગ્રેસ
ભાજપ ઉત્તર ભારતની પાર્ટી ગણાય છે. દક્ષિણ ભારતમાં એક માત્ર રાજ્ય કર્ણાટકમાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવી ચૂક્યો છે. હાલના સમયમાં પણ ભાજપ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુલ્લાપલ્લી રામચંદ્રનના હાલના નિવેદન પર નજર નાખીએ તો માલુમ પડશે કે પાર્ટી દેશના અનેક ભાગમાં ભાજપને કોઈ પણ ભોગે વધવા દેવા માંગતી નથી. કહેવાય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીથી ચૂંટણી લડી હતી. આ જ કારણે તેઓ ઉત્તર પ્રદેશ અને બિહારના પૂર્વાંચલ ભાગમાં પડતી સીટો પર ભાજપને સફળતા અપાવવામાં સફળ નિવડ્યા હતાં. આ જ રીતે કોંગ્રેસ 2019ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ ભારતના જોરે દિલ્હી પર પોતાની દાવેદારી મજબુત કરવા માંગે છે. 

કર્ણાટક, તામિલનાડુ, અને કેરળની મળીને લોકસભાની 84 સીટો છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની, તામિલનાડુમાં AIDMK અને કેરળમાં ડાબેરીઓની સરકાર છે. આવામાં કોંગ્રેસની કોશિશ છે કે આ 84 બેઠકોમાંથી ઓછામાં ઓછી બેઠકો ભાજપના ખાતામાં જવા દે. કોંગ્રેસની કેન્દ્રીય થિંક ટેંકનું માનવું છે કે સૌથી વધુ 80 બેઠકોવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને આરએલડીના ગઠબંધનના કારણે ભાજપને નુકસાન થવાનું નક્કી છે. આવામાં જો દક્ષિણના રાજ્યોમાં પણ ભાજપની હાલત  ખરાબ રહેશે તો કેન્દ્રમાં સરકાર  બનાવવામાં મુશ્કેલી પડશે. 

તામિલનાડુ, કર્ણાટક અને કેરળમાં રાહુલની હાજરી દેખાડવાની કોશિશ
વાયનાડ એક એવી લોકસભા બેઠક છે જે રાજ્ય સરહદે આવેલી છે. કેરળની આ બેઠકનો ઘણો ભાગ કર્ણાટક અને તામિલનાડુને અડીને આવેલો છે. આ કારણે તેના રાજકીય હાલાતમાં પણ ઘણી સમાનતા છે. કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે વાયનાડમાં રાહુલની હાજરીથી ત્રણ રાજ્યોની અનેક બેઠકો પર કોંગ્રેસને થોડી લીડ મળવાની આશા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ કહ્યું કે આ દક્ષિણ ભારતની આકાંક્ષાઓના સમર્થનની લડાઈ છે. વાયનાડ સીટ ત્રણ દક્ષિણી રાજ્યોનું ત્રિકોણીય જંકશન છે. જે તાકાતો સંસ્કૃતિઓ, ભાષાઓ અને જીવનશૈલી સાથે જ ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના ગાઢ સંપર્ક પર હુમલા કરે છે તેમને જડબાતોડ જવાબ આપવાનો પ્રયત્ન છે. 

વાયનાડનો મોટાભાગનો ભાગ ગ્રામીણ
શહેરના લોકો જ્યાં ભજાપના  પરંપરાગત મતદારો ગણાય છે ત્યાં ગ્રામીણ ભારતમાં કોંગ્રેસને સમર્થન મળવાની પેટર્ન રહી છે. વાયનાડની 93.15 ટકા વસ્તી ગ્રામીણ છે અને માત્ર 6.85 ટકા લોકો શહેરોમાં રહે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારના 73 ટકા લોકોએ મતદાન કર્યું હતું. કોંગ્રેસે આ વખતે દાવો કર્યો છે કે જો તેઓ સત્તામાં આવ્યાં તો ગરીબ લોકોના બેંક ખાતામાં વાર્ષિક 72000 રૂપિયા કેશ જમા કરાવશે. આવામાં મોટાભાગની ગ્રામીણ વસ્તીવાળી આ સીટ પર રાહુલ અને કોંગ્રેસ વધુ મજબુતાઈથી પોતાના વચનને સમજાવી શકશે. જેને લઈને કોઈ પણ કોંગ્રેસી ઉમેદવાર માટે વાયનાડ એક સુરક્ષિત સીટ માની શકાય છે. 

વાયનાડના કારણે દેશના બીજા ભાગોમાં સમય આપી શકશે રાહુલ
મોટાભાગના રાજનેતાઓ અત્યંત સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડે છે. ખાસ કારણ એ છે કે જો મોટા રાજનેતાને પોતાની જ ચૂંટણી લડવામાં વધુ જોર લગાવવું પડે તો તેઓ દેશના બાકીના ભાગોમાં પોતાની પાર્ટીના ઉમેદવારો માટે મત માંગવામાં વધુ સમય નહીં આપી શકે. આવામાં રાહુલ ગાંધી જ્યારે વાયનાડ જેવી સુરક્ષિત સીટથી ચૂંટણી લડશે તો તેમણે ત્યાં જીતવા માટે વધુ સમય નહીં આપવો પડે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news