J&K: સોપોરમાં CRPF પર હુમલો, આતંકીઓના ફાયરિંગ વચ્ચે જવાને 3 વર્ષના બાળકને બચાવ્યો

જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આજે સવારે આતંકીઓએ ઘાત લગાવીને CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ હુમલામાં એક જવાન શહીદ થયો અને 3 ઘાયલ થયા. જ્યારે એક નાગરિકનું પણ દુખદ મોત થયું. આતંકીઓના ફાયરિંગમાં જવાને ખુબ બહાદુરીથી એક ત્રણ વર્ષના બાળકનો જીવ બચાવ્યો. જેના ખુબ વખાણ થઈ રહ્યાં છે. આ જવાનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. 
J&K: સોપોરમાં CRPF પર હુમલો, આતંકીઓના ફાયરિંગ વચ્ચે જવાને 3 વર્ષના બાળકને બચાવ્યો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આજે સવારે આતંકીઓએ ઘાત લગાવીને CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ હુમલામાં એક જવાન શહીદ થયો અને 3 ઘાયલ થયા. જ્યારે એક નાગરિકનું પણ દુખદ મોત થયું. આતંકીઓના ફાયરિંગમાં જવાને ખુબ બહાદુરીથી એક ત્રણ વર્ષના બાળકનો જીવ બચાવ્યો. જેના ખુબ વખાણ થઈ રહ્યાં છે. આ જવાનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. 

— ANI (@ANI) July 1, 2020

CRPF દ્વારા એક નિવેદનમાં જણાવાયું કે સોપોરથી કૂપવાડા આવતી કાર આતંકીઓના ફાયરિંગ રેન્જમાં આવતા જ કાર ચલાવતા વ્યક્તિ કારને અટકાવીને સુરક્ષિત નીકળી જવા માટે તેઓ કારમાંથી બહાર નીકળ્યા. પરંતુ આ દરમિયાન આતંકીઓની ગોળીનો ભોગ બની ગયા. આ દરમિયાન નાનકડા બાળકને સુરક્ષાદળો દ્વારા બચાવી લેવાયો. 

— ANI (@ANI) July 1, 2020

જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યાં મુજબ આતંકીઓએ સોપોરના મોડલ ટાઉન વિસ્તારમાં એક નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો. આતંકીઓને દબોચવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. 

— ANI (@ANI) July 1, 2020

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news