Cyclone Remal Latest Update: રવિવાર સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી મધરાતે આ આ જગ્યાએ ત્રાટકશે વાવાઝોડું, જાણો ગુજરાત પર શું થઈ શકે અસર?

Cyclone Remal Latest Update: બંગાળની ખાડીમાં  બની રહેલું ચક્રવાતી તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં બની રહેલું આ પહેલું તોફાન છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજ સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે

Cyclone Remal Latest Update: રવિવાર સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી મધરાતે આ આ જગ્યાએ ત્રાટકશે વાવાઝોડું, જાણો ગુજરાત પર શું થઈ શકે અસર?

Cyclone Remal Effect: બંગાળની ખાડીમાં  બની રહેલું ચક્રવાતી તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં બની રહેલું આ પહેલું તોફાન છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજ સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને રવિવાર મધરાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે. 

લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર દબાણ, સાગરદ્વિપ (પશ્ચિમ બંગાળ)ના દક્ષિણ પૂર્વમાં લગભગ 380 કિમી અને ખેપુપારા (બાંગ્લાદેશ)ના 490 કિમી દક્ષિણમાં તે વિસ્તારમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું. 25 જૂનની સાંજ સુધીમાં તે એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને રવિવારે 26 તારીખની મધરાત સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે અને તેના બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટોને પાર કરવાની શક્યતા છે. 

ક્યારે ત્રાટકશે?
આ તોફાન 26મીના રોજ મધરાતની આજુબાજુ પશ્ચિમ બંગાળના સાગરદ્વિપ કે બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે જમીન સાથે ટકરાય તેવું અનુમાન છે. માછીમારોને 27મીમેની સવાર સુધી ઉત્તરી બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી અપાઈ છે. 

— India Meteorological Department (@Indiametdept) May 25, 2024

આ રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે 26 અને 27મી મેના રોજ પશ્ચિમ બંગાળના કાંઠાવાળા જિલ્લાઓ અને ઉત્તર ઓડિશાની આજુબાજુના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળો પર હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 26 મેના રોજ પશ્ચિમ બંગાળના કાંઠાવાળા જિલ્લાઓમાં ભારે વરસાદ  પડી શકે છે. 26મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં તથા 27 અને 28 મેના રોજ અસમ, મેઘાલય, અરુણચાલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, અને ત્રિપુરામાં અલગ અલગ સ્થાનો પર અતિ ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળો પર હળવો વરસાદ પડવાની શક્યતા છે.

રેમલ નામ
હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણની પ્રણાલી મુજબ તેનું નામ રેમલ રાખવામાં આવશે. રવિવારે ચક્રવાતના પ્રભાવને કારણે પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 

કેમ આવે છે આ વાવાઝોડા?
જ્યારે સમુદ્ર પર ગરમ અને નરમ હવા ઉઠે છે ત્યારે ચક્રવાતી તોફાન આવે છે. તેનાથી સમુદ્રની સપાટી પાસે હવા ઓછી થાય છે કારણ કે આ હવા ઉપર જાય છે અને તેનાથી દૂર જતી રહે છે. જેમ જેમ આ પવન ઉપરની તરફ જાય છે તેમ તેમ નીચેની તરફ હળવા દબાણનું ક્ષેત્ર બને છે. જેમ જેમ આજુબાજુની હવાઓથી ઓછા દબાણવાળું ક્ષેત્ર પ્રેશર વધારે છે તેમ તેમ તે વાવાઝોડાનું સ્વરૂપ લેવા લાગે છે. વાવાઝોડું થોડા દિવસ કે પછી થોડા સપ્તાહ સુધી પણ રહી શકે છે. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રની સપાટીનું તાપમાન વધુ હોવાના કારણે ચક્રવાતી તોફાન ઝડપથી વિકરાળ સ્વરૂપ લઈ રહ્યા છે અને લાંબા સમય સુધી પોતાની શક્તિ જાળવી રહ્યા છે કારણ કે મહાસાગર ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનથી વધુમાં વધુ ઉર્જા અવશોષિત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે 30 વર્ષોમાં સમુદ્રની સપાટીનું તાપમાન 1880માં રેકોર્ડ થયા બાદથી સૌથી વધુ રહ્યું છે. 

સમુદ્રની સપાટીનું તાપમાન હાલમાં લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ

આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પાઈના જણાવ્યા મુજબ સમુદ્રની સપાટીનું તાપમાન ગરમ થવાનો અર્થ છે કે વધુ ભેજ, જે ચક્રવાતોની તીવ્રતા માટે અનુકૂળ છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન નંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવને કહ્યું કે ઓછા દબાણનું ચક્રવાતમાં ફેરવાય તે માટે સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ હોવું જોઈએ. બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીનું તાપમાન હાલમાં લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ છે. 

રાજીવનને કહ્યું કે બંગાળની ખાડી અને અરબ સાગર હાલના સમયમાં ખુબ ગરમ છે, આથી ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરળતાથી બની શકે છે. જો કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને ફક્ત મહાસાગર જ નિયંત્રિત કરે છે એવું નથી પરંતુ વાયુમંડળ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

અંબાલાલની ગુજરાત માટે આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે પણ વાવાઝોડાની આગાહી કરી છે. આગામી બે દિવસ બાદ રાજ્યવાસીઓને મળશે ગરમીથી રાહત. તેમના કહેવા મુજબ આજથી 26 મે સુધીમાં બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની અસર રહેશે. તેમણે પણ કહ્યું છે કે આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે. આજથી દક્ષિણ પશ્ચિમી તટો પર ભારે વરસાદની શક્યતા રહેશે. પવનની ગતિ 100 km ઉપર રહેવાની શક્યતા છે.

બંગાળના ઉપસગાર અને અરબસાગર ના ભેજ અને પવનો અથડાઈ પડતા ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે. 26 મે થી 4 જૂન વચ્ચે દેહ દઝાડતી ગરમીથી રાહત મળશે. 43 ડિગ્રી ગરમી તાપમાન રહેશે. આ સમયે પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ, કચ્છ, સુરત, આહવા,વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ રહેશે. 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગો માં 40 ડિગ્રી તાપમાન રહેશે. 4 થી 8 જૂનમાં મૃગશિષ નક્ષત્રમાં થશે. પવન અને ગાજવીજ સાથે 22 જૂનથી વરસાદ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news