તારીખ
|
13 ઓગસ્ટ, 2018 સોમવાર
|
માસ
|
શ્રાવણ સુદ બીજ
|
નક્ષત્ર
|
પૂ.ફાલ્ગુની
|
યોગ
|
શિવ
|
ચંદ્ર રાશી
|
સિંહ
|
- આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર. શિવજીને ભક્તિ સમર્પિત કરવાનો અતિ પવિત્ર દિવસ. શ્રાવણીયા સોમવારનું અતિ મહત્ત્વ છે.
- શિવજીને બિલીપત્ર અર્પણ કરી શકાય.
- શિવજીને આખા ચોખા, જવ, ધતુરો, કમળ વગેરે પુષ્પ પણ અર્પણ કરી શકાય.
- શિવજીને ચંદનની અર્ચા અવશ્ય કરવી.
- શિવજીને ફળ કેળુ અર્પણ કરી શકાય.
- વળી, આપે જો રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તો તેનું પણ પૂજન કરજો.
- આજે ગુગળના ધુપથી તેમની આરતી અવશ્ય ઉતારી શકાય.
મેષ (અલઈ)
|
- જે પુરુષ જાતકોને ગૃહ કલેશ ચાલતો હોય તેમણે પત્ની સાથે સમાધાનકારી વલણ અપનાવવું
- નોકરીમાં આપ આજે દિલ દઈને કાર્ય કરો પણ ક્યાં કાર્ય અવશ્ય ગૂંચવાય
- આજે ધનસ્થાન પ્રબળ દેખાય છે
- મોસાળ પક્ષ તરફથી લાભની અપેક્ષા છે
|
વૃષભ (બવઉ)
|
- અકારણ ચિંતા સતાવી શકે છે
- સંતાન પક્ષે સાનુકૂળ પરિસ્થિતિ રહે
- થોડી ચર્ચા કરીને નિર્ણય લેવો
- રાત્રે ઉંઘમાં વિક્ષેપ પડી શકે છે
|
મિથુન (કછઘ)
|
- મુસાફરીના યોગ સૂચવે છે
- પરિવાર દ્વારા ધનલાભ શક્ય છે
- આવકના સ્રોત મજબૂત બને
- આપ ઊંચા વિચારમાં રાચતા રહો
|
કર્ક (ડહ)
|
- યુવામિત્રોના સંદર્ભમાં પ્રણય પૂર્ણકળાએ ખીલી જાય
- પ્રિયપાત્ર સાથે મુસાફરી પણ સૂચવે છે
- મિત્રો સાથે આજે લાભપ્રદ મુસાફરી
- પીઠના દુઃખાવાથી સાવધાન
|
સિંહ (મટ)
|
- આરોગ્ય વિશેષ જાળવવું
- જો કોઈ કોર્ટકેસ ચાલતો હોય તો આજે સાવધાન
- પારીવારીક વિસંગતતા જોવા મળે છે
- આજે સંયમપૂર્ણ દિવસ વિતાવવાની સલાહ છે
|
કન્યા (પઠણ)
|
- ધનવ્યય અવશ્ય દેખાય છે
- પૈસાની ખેંચ પણ વર્તાય
- પણ હા, પરદેશ જવા ઇચ્છુક જાતકો માટે લાભપ્રદ પરિસ્થિતિ છે
- લાગણીને ઠેસ પહોંચે તેવી ઘટના પણ બની શકે
|
તુલા (રત)
|
- લેખન, કળા તેમજ ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા જાતકોને લાભ
- જે કાર્ય કરો તેમાં લાભ તો થશે જ
- પિતાનું આરોગ્ય અવશ્ય જાળવવું
- સ્ત્રીજાતકોએ ગાયનેક પ્રોબ્લેમથી સાવધ રહેવું
|
વૃશ્ચિક (નય)
|
- આપના ધંધાસ્થાનમાંથી આપના કર્મચારી નોકરી છોડી દે તેવું પણ બને.
- અથવા, તેમના પ્રશ્નનો ઉકેલ પણ શોધવો પડે
- સ્નાયુની બિમારીથી સાવધાન
- મગજ આજે એટલું ચાલે કે આખરે ઉકેલ જ ન મળે
|
ધન (ભધફઢ)
|
- અતિ ચંચળ મન થઈ જાય
- ચારે ય બાજુ લાભ લેવાની ઇચ્છા ન કરતા
- અચાનક ધનલાભ થઈ શકે છે
- વીલવારસાના પ્રશ્ન પ્રત્યે આજે સરળતા દેખાય છે
|
મકર (ખજ)
|
- જીવનસાથીનું આરોગ્ય જોખમાય
- અથવા લગ્નજીવનમાં ખટરાગ થાય
- અગાઉથી ખટરાગ ચાલ્યો આવતો હોય તો આજે પરિસ્થિતિ વિકટ થઈ શકે છે.
- આજનો સંપૂર્ણ દિવસ આ બાબતે સંયમ રાખવાનો છે
|
કુંભ (ગશષસ)
|
- મિત્રો દ્વારા આપને નુકસાન પહોંચી શકે છે
- મિત્રો સાથે આજે હરવાફરવાનું ટાળવું
- હોસ્પિટલની મુલાકાત પણ થઈ શકે છે
- એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વેપાર સાથે સંકળાયેલાને લાભ
|
મીન (દચઝથ)
|
- સ્થાનાંતરના યોગ છે
- આજનો દિવસ આપના માટે લાભપ્રદ છે
- આમ પણ હમણાં આપનો સમય સારો ચાલે છે
- થોડી ચિંતા સતાવે પણ તે માનવ સ્વભાવને કારણે અન્યથા કોઈ મુશ્કેલી નથી.
|
જીવનસંદેશ – ભક્તિનો પ્રારંભ યુવાનીથી જ કરવો જોઈએ...
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે