હનુમાનજી સંજીવની બુટી માટે જે પર્વત ઉઠાવી લાવ્યા હતા, એ ગામના લોકો આજે પણ છે નારાજ

રામાયણમાં શ્રીરામની જેમ તેમના નાના ભાઈ લક્ષ્મ પમ પરમ શક્તિશાળી હતા. તેઓની સામે જીતવુ અશક્ય હતું. લક્ષ્મણજી શેષનાગના અવતાર માનવામાં આવે છે. પરંતુ રાવણ સાથેના યુદ્ધમાં એક સમય એવો પણ આવ્યો કે, જ્યારે લક્ષણ રાવણના પુત્ર મેઘનાથના દિવ્ય શાસ્ત્ર દ્વારા ઘાયલ થઈ જાય છે. તેના બાદ તેમના મૃત્યુ પર વાદળ મંડરાવા લાગે છે. મૂર્છિત પડેલા પોતાના ભાઈને જોઈને ભગવાન રામ વ્યાકુળ થઈ જાય છે. ત્યારે આવામાં સુષેણ વૈદ્યને લાવવામાં આવે છે. જે લક્ષ્મણને બચાવવા માટે સંજીવની બુટી લાવવાનું કહે છે. હનુમાનજી આ કામનું બીડુ ઉપાડવા કહે છે.
હનુમાનજી સંજીવની બુટી માટે જે પર્વત ઉઠાવી લાવ્યા હતા, એ ગામના લોકો આજે પણ છે નારાજ

ઝી મીડિયા/બ્યૂરો :રામાયણમાં શ્રીરામની જેમ તેમના નાના ભાઈ લક્ષ્મ પમ પરમ શક્તિશાળી હતા. તેઓની સામે જીતવુ અશક્ય હતું. લક્ષ્મણજી શેષનાગના અવતાર માનવામાં આવે છે. પરંતુ રાવણ સાથેના યુદ્ધમાં એક સમય એવો પણ આવ્યો કે, જ્યારે લક્ષણ રાવણના પુત્ર મેઘનાથના દિવ્ય શાસ્ત્ર દ્વારા ઘાયલ થઈ જાય છે. તેના બાદ તેમના મૃત્યુ પર વાદળ મંડરાવા લાગે છે. મૂર્છિત પડેલા પોતાના ભાઈને જોઈને ભગવાન રામ વ્યાકુળ થઈ જાય છે. ત્યારે આવામાં સુષેણ વૈદ્યને લાવવામાં આવે છે. જે લક્ષ્મણને બચાવવા માટે સંજીવની બુટી લાવવાનું કહે છે. હનુમાનજી આ કામનું બીડુ ઉપાડવા કહે છે.

કહેવાય છે કે, જ્યાંથી હનુમાનજી સંજીવની બુટી લાવવા ગયા હતા તે ગામ દેવભૂમિ ઉત્તરાખંડમાં હજી પણ છે.  આ ગામનું નામ દ્રોણાગિરિ છે. કહેવામાં આવે છે કે, અહીંના લોકો આજે પણ ભગવાન હનુમાનથી નારાજ છે. જેને કારણે અહીં હનુમાનજીની પૂજા કરવામાં આવતી નથી. ચમોલી ક્ષેત્રમાં આવનારા દ્રોણાગિરિ ગામના લોકોમાં માન્યતા છે કે, લક્ષ્મણજીને બચાવવા માટે હનુમાનજી જે પર્વતને ઉઠાવવા લઈ ગયા હતા,  તે એ જ સ્થિતિમાં હતું. માનવામાં આવે છે કે, આ પર્વતની લોકો પૂજા કરતા હતા. ગામ વાળાઓ માનતા હતા કે, જ્યારે હનુમાનજી સંજીવની બુટી લેવા આવ્યા હતા, તે પહાડ પર દેવતા ધ્યાન મુદ્રામાં હતા. હનુમાનજીએ પહાડ દેવતાની અનુમતિ લીધી ન હતી અને તેમની સાધના પૂરી થવાની રાહ પણ જોઈ ન હતી. તેથી અહીંના લોકો હનુમાનજીથી નારાજ થઈ ગયા હતા.  

સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે, હનુમાનજીને એક વૃદ્ધ મહિલાએ આ પર્વતનો રસ્તો બતાવ્યો હતો, જ્યાં સંજીવની બુટી ઉગે છે. પરંતુ હનુમાનજી એ બુટીને ઓળખી શક્યા ન હતા. આ કારણે તેઓ આખો પર્વત ઉઠાવીને જ લઈ ગયા હતા. જોકે, આ ગામના લોકોને  ભગવાન શ્રી રામથી કોઈ નારાજગી નથી. જેને કારણે અહીં ભગવાન રામની પૂજા તો થાય છે, પરંતુ હનુમાનજીની પૂજા થતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news