15 વર્ષની મુસ્લિમ છોકરી પર સાસરિયાનો ત્રાસ, ગરમ તવા અને કરંટ આપી કરી ટોર્ચર

DCW On Child Marriage: દિલ્હી મહિલા આયોગે 15 વર્ષની મુસ્લિમ છોકરીના બાળ લગ્નનો કિસ્સો દિલ્હી પોલીસે નોટીસ જાહેર કર્યો છે. પીડિતાએ આયોગને પતિ અને સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ કરી છે. 

15 વર્ષની મુસ્લિમ છોકરી પર સાસરિયાનો ત્રાસ, ગરમ તવા અને કરંટ આપી કરી ટોર્ચર

Swati Maliwal On Child Marriage: દિલ્હી મહિલા આયોગે 15 વર્ષની મુસ્લિમ છોકરી સાથે બાળ લગ્ન અને ઘરેલૂ હિંસાના કેસમાં દિલ્હી પોલીસને નોટિસ જાહેર કર્યું છે. પીડિત છોકરીએ મહિલા આયોગને ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન ફેબ્રુઆરી 2022 માં 15 વર્ષની ઉંમરમાં ઉત્તર પ્રદેશના બદાયૂમાં થઇ હતી. તેણે આયોગને જણાવ્યું હતું કે તેના સાસરીવાળાએ તેની સાથે હિંસા પણ કરી છે. 

મુસ્લિમ છોકરી ડીસીડબ્લ્યૂને એ પણ જણાવ્યું કે તે ગર્ભવતી થઇ છે અને તેના સાસરીવાળા એબોર્શનનો પ્રયત્ન કર્યો છે. પીડિતાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિ અને સાસરીવાળા મોટાભાગે તેની સાથે મારઝૂટ કરે છે. તેણે જણાવ્યું કે તેના પતિએ તેના પર ગરમ તવો, વિજળીના તાર અને સ્ક્રૂ ડ્રાઇવર વડે પ્રહાર કર્યો. છોકરીએ કહ્યું કે તેના પતિએ તેને સાસરીવાળાએ કાઢી મુકી અને ત્યારબાદ તે દિલ્હી પોતાની માતાના ઘરે આવી ગઇ, જ્યાં તે હાલમાં રહે છે. 

22 ડિસેમ્બર સુધી કાર્યવાહીનો માંગ્યો રિપોર્ટ
આ મામલાને લઇને ડીસીડબ્લ્યૂ પ્રમુખ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) એ દિલ્હી પોલીસને નોટીસ જાહેર કરી છે. આયોગે આ મામલે કરેલી FIR ની કોપી સાથે ધરપકડ કરી છે. આયોગે આ કેસમાં 22 ડિસેમ્બર 2022 સુધી કાર્યવાહીનો રિપોર્ટ પણ માંગ્યો છે. દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે અમે 15 વર્ષની છોકરીના બાળ લગ્ન અને તેની સાથે દુવ્યવહારની ફરિયાદ મળી છે. તેમણે જણાવ્યું કે બાળકીને ગર્ભ પાડવાની ગોળી ખવડાવવામાં આવી, તાર વડે કરંટ આપવામાં આવ્યો, ગરમ તવા વડે મારવામાં આવી છે. સ્વાતિએ કહ્યું કે અમે દિલ્હી પોલીસને કડક કાર્યવાહી માટે નોટીસ જાહેર કરી છે. કેસમાં FIR નોંધવી જોઇએ અને આરોપી વ્યક્તિના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news