સેના પર નિપાહ વાઇરસનો હૂમલો: એક જવાનનાં મોત બાદ રેડ એલર્ટ

કેરળમાં નિપાહ વાઇરસનો આતંક હજી પણ અટક્યો નથી જેનાં કારણે ભારતીય આર્મીમાં પણ એક મૃત્યુ થયા બાદ સેના રેડ એલર્ટ પર છે

સેના પર નિપાહ વાઇરસનો હૂમલો: એક જવાનનાં મોત બાદ રેડ એલર્ટ

निपाह, निपाह वायरस, Nipah Virus, Soldier death, kolkata, Army's Advisory, केरल, Keralaનવી દિલ્હી : કેરળમાં નિપાહ વાઇરસનો આતંક હજી અટક્યો નથી. આનો શિકાર બનીને મરનારની સંખ્યા સતત વધતી જઇ રહી છે. કેરળમાં બે વધારે લોકોનાં મોત બાદ નિપાહ વાઇરસનાં કારણે મોતનો આંકડો 15 થઇ ચુક્યો છે. મળતી માહિતી અુસાર હજી પણ કેરળમાં 9 લોકો આ વાઇરસથી ગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ વધારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નિપાહ વાઇરસે હવે ભારતીય સેના પર એટેક કર્યો છે. કેરળમાં એક જવાનનું નિપાહ વાઇરસનાં કારણે મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર કોલકાતામાં રહેલો સૈનિક પાંચ દિવસથી વાઇરસથી પીડિત હતો. 

જવાનનું નિપાહ વાઇરસનાં કારણે મૃત્યુ
કોલકાતનાં ફોર્ટ વિલિમમાં ફરજ પર રહેલ કેરળનાં એક સૈનિંકનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. સંરક્ષણ પ્રવક્તાનાં અનુસાર 28 વર્ષીય સૈનિકને કમાન હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યો હતો, જ્યાં પાંચ દિવસ બાદ તેનું મોત નિપજ્યું હતું. કેરળનાં પલક્કડ જિલ્લાનો રહેવાસી સીનુ પ્રસાદનું શબ કેરળ નહોતું લાવવમાં આવ્યું અને કોલકાતામાં જ તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. 

1 મહિનાની રજા ભોગવી પરત ફર્યો હતો જવાન
સૈનિકનાં પરિવારજનો અંતિમ સંસ્કારમાં હિસ્સો લેવા માટે પહોંચ્યા હતા. તેઓ કેરળમાં એક મહિનાની રજા પરથી પરત ફર્યો હતો અને તેને 13 મેનાં રોજ ડ્યુટી જોઇન કરી હતી. જો કે આર્મી હવે ટિશ્યૂ રિપોર્ટની રાહ જોઇ રહી છે. તેનાં પરથી માહિતી મેળવી શકાય છે કે શું વાસ્તવમાં જ સૈનિકનું મૃત્યુ નિપાહનાં કારણે જ થયું હતું. 

આર્મી ઓનએલર્ટ
એક જવાનનાં મોત બાદ આર્મીની મેડિકલ ટીમ એક્ટિવ થઇ ચુકી છે. સામાન્ય ઉધરસ અને તાવનાં કારણે જવાનો અંગે પણ સમગ્ર મેડિકલ ટીમ નજર રાખી રહી છે. સંક્રમણની તપાસ માટે ખાસ સતર્કતા વરતવામાં આવી રહી છે. સેનાએ આ મુદ્દે તમામ જવાનોને રેડ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સેનાનાં ડાયરેક્ટર જનરલ ઓફ મેડિકલ સર્વિસની તરફથી એક એડ્વાઇઝરી આર્મીનાં તમામ છ કમાન્ડ હેડક્વાટર્સને મોકલવામાં આવી છે. સેનાનું કહેવું છે કે, નિપાહ વાઇરસનાં સંક્રમણથી બાહર આપવા માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ(એનસીડીસી)ની એક ટીમ કેરળ પહોંચી ચુકી છે, જે સંક્રમણથી બચાવ અને સંક્રમિત લોકોને સારવાર પર કામ કરી રહ્યા છે. 

ફળ નહી ખાવાની ચેતવણી
સેનાએ પોતાનાં તમામ સૈનિકો અને અધિકારીઓની સલાહઆપી છે કે આ સંક્રમણથી બચવા માટે ચામાચીડીયા અને સુવરથી અંતર જાળવી રાખે. સેનાએ ખાસ રીતે પોતાનાં સૈનિકોને તાકીદ કરી છે કે સંક્રમિત વિસ્તારમાં ઝાડથી જમીન પર પડેલા ફળોનું સેવન ન કરે. આ ફળો ખાવાથી તે સંક્રમણનો શિકાર થઇ શકે છે. 

હજી સુધી કોઇ સટીક સારવાર નથી મળી
સેનાની હેલ્થ સર્વિસ અનુસાર અત્યાર સુધી આ સંક્રમણમાંથી બહાર નિકળવા માટેનો સટીક ઇલાજ સામે નથી આવ્યું છે. હાલનાં સમયમાં આ વાઇરસની સારવાર માટે ન્યૂરોજિકલ સિંટમ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નોજિયા અને વોમિટિંગ અટકાવવા માટે સારવાર આપવામાં આવી રહી છે. સારવાર દરમિયાન દર્દીઓને વેંટીલેટરમાં રાખવાની જરૂર પણ પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news