પતિ પર આ આરોપ લગાવવો ક્રૂરતા સમાન છે, જાણો High Courtની કડક ટિપ્પણી
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) એક દંપતી વચ્ચે છૂટાછેડાના નીચલી અદાલતના હુકમને સમર્થન આપતા કહ્યું છે કે, કોઈ જીવનસાથી પર નપુંસકતાના ખોટા આરોપો લગાવવું ક્રૂરતાના સમાન છે. આ કેસમાં અલગ રહેતી પત્નીએ તેના પતિ પર યૌન સંબંધ ન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. હાઈકોર્ટે પતિની સલાહની અરજી સ્વીકારી કે લેખિત નિવેદનમાં પત્ની દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો ગંભીર છે અને તે તેની માનસિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે, જેની અસર વ્યક્તિની છબી પર પડે છે.
HCની કડક ટિપ્પણી
ન્યાયમૂર્તિ મનમોહન અને ન્યાયામૂર્તિ સંજીવ નરુલાની ખંડપીઠે કહ્યું, 'તેથી, આ વિષય પરના કાયદાને ધ્યાનમાં રાખીને, અમને નીચલી અદાલતના તારણો અને અવલોકનોમાં કોઈ ખામી જણાતી નથી કે અપીલકર્તા (પત્ની)ના લેખિત નિવેદનમાં નપુંસકતા સાથે સંબંધિત આરોપો સ્પષ્ટપણે કાયદોના અતંર્ગત ક્રૂરતાની અવધારણામાં આવે છે.
હાઈકોર્ટે હિન્દુ લગ્ન અધિનિયમ (Hindu Marriage Act) હેઠળ છૂટાછેડા માટે પતિની અરજી પર નીચલી અદાલતના આદેશ સામે મહિલાની અપીલ ફગાવી દેતા ચુકાદો આપ્યો હતો.
આ છે કેસની હિસ્ટ્રી
દંપતિના વિવાહ જૂન 2012માં થયો હતો. મહિલાના આ પહેલા લગ્ન હતા જ્યારે પુરૂષ તે સમયે ડિવોર્સી હતો. વ્યક્તિએ આ આધાર પર લગ્નને સમાપ્ત કરવાની અપીલ કરી હતી કે, મહિલાની કથિત રીતે યૌન સંબંધોમાં રૂચિ નથી અને વિવાહ માટે તેની મંજૂરી મહિલાની કથિત માનસિક અવસ્થાથી સંબંધિત તથ્યોને છુપાવી લેવામાં આવી હતી. વ્યક્તિએ કહ્યું કે, જો તેને આ વાતની જાણકારી હોત તો તે આ વિવાહ માટે ક્યારે તૈયાર થતો નહીં.
ત્યારબાદ મહિલાએ તેના જવાબમાં આરોપ લગાવ્યો કે તેનો પતિ નપુંસકતાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને લગ્ન ન કરવા પાછળનું આ જ વાસ્તવિક કારણ છે, ઉપરાંત સાસુ-વહુ ઝઘડો કરે છે અને દહેજની માંગ કરે છે. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સાસરીયાઓએ તેની સાથે દહેજની માંગણી સાથે નિર્દયતાથી વર્તન કર્યુ હતું અને તેના પતિએ તેની સાસુ-સસરાની સામે તેને ખૂબ જ માર માર્યો હતો.
ન કામ આવી દલીલ
મહિલાએ હાઇ કોર્ટમાં છૂટાછેડા આપવાની નીચલી અદાલતના આદેશને રદ કરવા અને વૈવાહિક અધિકારને પુનર્સ્થાપિત કરવાની માંગ કરી અને કહ્યું કે તે આ વૈવાહિક જોડાણને બચાવવા માંગે છે. આ અંગે હાઈ કોર્ટે કહ્યું કે નિષ્ણાતની જુબાનીને આધારે નીચલી અદાલતે મહિલાના આરોપોને નકારી કાઢ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે