પંજાબ જતા લોકો માટે મોટી રાહત, જાણો ક્યારે પૂર્ણ થઈ રહ્યું છે 'રેલ રોકો' આંદોલન
Trending Photos
ચંદીગઢ: કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પંજાબ (Punjab)ના વિભિન્ન કિસાન સંગઠનોએ શનિવારના જાહેરાત કરી કે યાત્રી ટ્રેનોની અવર જવર માટે તેમજ 23 નવેમ્બરથી પોતાનું રેલ રોકો આંદોલનના પરત લઇ રહ્યાં છે. રાજ્યમાં યાત્રી ટ્રેનોની અવર જવરની મંજૂરી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી અમરિન્દર સિંહ (Captain Amarinder Singh)ની સાથે ખેડૂત નેતાઓના પ્રતિનિધિઓની એક બેઠક બાદ આવ્યો છે. મુખ્યમંત્રીએ ખેડૂતોના પ્રતિનિધિઓની વાતચીત માટે અહીં આમંત્રિત કર્યા હતા.
મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વીટ કર્યું છે કે મુખ્યમંત્રીની ભાવનાત્મક અપીલ પર પંજાબના ખેડુતો સોમવારે (23 નવેમ્બર) માલગાડી અને યાત્રી ગાડીઓની અવરજવર માટેનું આંદોલન પાછું ખેંચશે.
પહેલા માલગાડી પર બની હતી સહમતિ
મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા પહેલા ખેડૂત સંગઠનોએ રેલ રોકો આંદોલન પર વિચાર-વિમર્શ કરવા માટે તેમની બેઠક કરી હતી. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠન 24 ડિસેમ્બરથી રેલ રોકો આંદોલન કરી રહ્યાં હતા. આ અગાઉ, તેમણે રાજ્યમાં માલ ગાડીઓની અવરજવર માટે સંમતિ આપી હતી. જો કે, પેસેન્જર ટ્રેન ચલાવવાને લઇને વિરોધ કરનારાઓ અને રેલ્વે વચ્ચેનો મડાગાંઠ ચાલુ હતો.
રેલવે વિભાગ આ નિર્ણય પર અડગ રહ્યો
ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે, જો કેન્દ્ર પહેલા રાજ્યમાં માલ ગાડીઓનું સંચાલન શરૂ કરશે, તો તેઓ પેસેન્જર ટ્રેનોને દોડવા દેશે. પરંતુ રેલવેએ ફરીથી નૂર ટ્રેનો ચલાવવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તે માલગાડી અને પેસેન્જર બંને ટ્રેનો ચલાવશે કે કોઈ પણ ચલાવશે નહીં.
આ પણ વાંચો:- Nagrota Encounter: મસૂદ અઝહરનો ભાઈએ આતંકીઓને કર્યા હતા મેસેજ, સેનાના હાથ લાગી ચેટ હિસ્ટ્રી
ખેડૂત સંગઠનો પર પણ ઉદ્યોગોનું દબાણ હતું, જેણે રાજ્યમાં માલગાડીઓ ન ચલાવવાને કારણે આશરે 30,000 કરોડનું નુકસાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે