લગ્ન સિઝનમાં અચાનક કર્ફ્યૂ, જે પરિવારમાં લગ્ન છે તે પરિવારોના જીવ તાળવે ચોંટ્યા

 દિવાળીના તહેવાર બાદ હવે લગ્નની સિઝન ચાલુ થઇ ચુકી છે. ત્યારે રાજકોટમાં આજ રાતથી કર્ફ્યૂ જાહેર થતા જ ઘરમાં લગ્ન પ્રસંગનો માહોલ છે. તે લોકો મુંઝવણમાં મુકાયા છે. આ અઠવાડિયામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 500થી વધારે લગ્ન છે. ત્યારે જે ઘરમાં લગ્ન પ્રસંગો યોજાવાનાં છે તેમાં કચવાટ જોવા મળી રહ્યો છે. 

Trending Photos

લગ્ન સિઝનમાં અચાનક કર્ફ્યૂ, જે પરિવારમાં લગ્ન છે તે પરિવારોના જીવ તાળવે ચોંટ્યા

અમદાવાદ :  દિવાળીના તહેવાર બાદ હવે લગ્નની સિઝન ચાલુ થઇ ચુકી છે. ત્યારે રાજકોટમાં આજ રાતથી કર્ફ્યૂ જાહેર થતા જ ઘરમાં લગ્ન પ્રસંગનો માહોલ છે. તે લોકો મુંઝવણમાં મુકાયા છે. આ અઠવાડિયામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 500થી વધારે લગ્ન છે. ત્યારે જે ઘરમાં લગ્ન પ્રસંગો યોજાવાનાં છે તેમાં કચવાટ જોવા મળી રહ્યો છે. 

લગ્ન હવે 4-5 દિવસની જ વાર હોવાથી મંડપ સર્વિસ, કેટરિંગ અને લાઇટ ડેકોરેશન સહિતનું બુકિંગ થઇ ગયું છે. પેમેન્ટ પણ ચુકવાઇ ગયું છે. બીજી તરફ પરમિશન માંગવા માટે જાય છે તો હજુ કોઇ પરિપત્ર મળ્યો નથી તેવું તંત્ર દ્વારા કહેવામાં આવે છે. રાજકોટમાં આ અંગે લગ્ન આયોજીત કરવા ઇચ્છતા લોકો માટે વિકટ સ્થિતી સર્જાઇ છે. 

લોકો લગ્નનની મંજુરી પાસે પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે પોલીસ દ્વારા તેમની પાસે કોઇ પરિપત્ર નહી હોવાનું જણાવી રહ્યા છે. જેથી પછી આવજો તેવું જણાવવામાં આવે છે. બીજી તરફ લાઇટ, ડેકોરેશન, કેટરિંગ, મંડપ સર્વિસ સહિતના વેપારીઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news