Jahangirpuri Violence: જહાંગીરપુરી વિસ્તારમાં પોલીસ પર ફરી થયો પથ્થરમારો, તપાસ માટે પહોંચી હતી ટીમ
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસાની તપાસ કરવા માટે પહોંચેલી પોલીસની ટીમ પર ફરી એકવાર પથ્થરમારો થયો છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની પ્રેસ કોન્ફરન્સની ગણતરીની પળો બાદ જહાંગીરપુરી વિસ્તારમાં પથ્થરમારો થયો.
Trending Photos
Jahangirpuri Violence: દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસાની તપાસ કરવા માટે પહોંચેલી પોલીસની ટીમ પર ફરી એકવાર પથ્થરમારો થયો છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની પ્રેસ કોન્ફરન્સની ગણતરીની પળો બાદ જહાંગીરપુરી વિસ્તારમાં પથ્થરમારો થયો.
મળતી માહિતી મુજબ તપાસ કરવા માટે પહોંચેલી પોલીસની ટીમે એક વ્યક્તિને પૂછપરછ માટે અટકાયતમાં લીધો ત્યારે કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. જો કે વિસ્તારમાં તૈનાત પેરા મિલેટ્રી ફોર્સે તરત એક્શન લીધુ.
હિંસામાં સામેલકોઈને પણ છોડવામાં આવશે નહીં
સોમવારે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આ હિંસામાં સામેલ કોઈને પણ છોડવામાં આવશે નહીં. ભલે તે કોઈ પણ વર્ગ, પંથ કે ધર્મનો હોય. તેમણે જણાવ્યું કે આ મામલે તપાસ માટે 14 ટીમ બનાવવામાં આવી છે.
Rapid Action Force & Police deployed in the violence-hit Jahangirpuri area
"Let me see the situation," Mayank Bansal, Additional DCP on being asked if there was fresh stone-pelting in the area pic.twitter.com/ZwWdAgmuh0
— ANI (@ANI) April 18, 2022
મસ્જિદમા ઝંડો લગાવવાની વાત ખોટી
દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હિંસા થઈ હતી. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે આ મામલે અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ થઈ છે. જેમાંથી 8 લોકો એવા છે જે પહેલેથી કોઈને કોઈ કેસમાં આરોપી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં રાકેશ અસ્થાનાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું જહાંગીરપુરીમાં હિંસા મસ્જિદ પર ભગવો ઝંડો ફરકાવ્યા બાદ થઈ તો તેમણે કહ્યું કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. વિવાદ મામૂલી વાત પર શરૂ થયો હતો. ત્યારબાદ તે હિંસામાં ફેરવાઈ ગયો.
Action will be taken against any person found guilty irrespective of their class, creed, community & religion: Delhi Police commissioner Rakesh Asthana on Jahangirpuri violence pic.twitter.com/nIskYHaB95
— ANI (@ANI) April 18, 2022
અસ્થાનાએ જણાવ્યું કે હિંસામાં 9 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 8 પોલીસકર્મી છે. જે દર્શાવે છે કે પોલીસે બંને પક્ષોને અલગ કર્યા. જેને કારણે નાગરિકોને નુકસાન પહોંચ્યું નહીં. એકતરફી કાર્યવાહી ઉપર તેમણે કહ્યું કે હિંસામાં સામેલ બંને પક્ષના લોકોની ધરપકડ કરાઈ છે.
World Heritage Day: સરકારનો નિર્ણય, ઐતિહાસિક સ્મારકોમાં આ દિવસોએ જશો તો નહીં ખર્ચવા પડે ટિકિટના પૈસા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે