Viral Video: નિષ્ઠુર માતા-પિતા, ફૂલ જેવી બાળકીના હાથ-પગ બાંધી ધોમધખતા તાપમાં ધાબે છોડી દીધી

Viral Video: દિલ્હીમાં માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને માતા પિતાએ એવી તાલિબાની સજા આપી કે વીડિયો જોઈને તમે હચમચી જશો.

Viral Video: નિષ્ઠુર માતા-પિતા, ફૂલ જેવી બાળકીના હાથ-પગ બાંધી ધોમધખતા તાપમાં ધાબે છોડી દીધી

Viral Video: દિલ્હીમાં માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને માતા પિતાએ એવી તાલિબાની સજા આપી કે વીડિયો જોઈને તમે હચમચી જશો. બાળકીનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે હોમવર્ક કર્યું નહીં. આથી ગુસ્સે ભરાયેલા માતા પિતાએ બાળકીને આ સજા આપી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી અને બાળકી પર આવી ક્રૂરતા આચરનાર નિષ્ઠુર માતા પિતાનો સંપર્ક કર્યો અને કાર્યવાહી હાથ ધરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

6 વર્ષની ઉંમરના બાળક પાસેથી તમે કેટલી અપેક્ષા રાખશો? અપેક્ષાઓનું સ્તર જ્યારે અત્યંત વધી જાય અને તમામ હદો પાર કરી નાખે તો માતા પિતા પછી બાળક પાસેથી ધાર્યુ કામ કરાવવા અને પાઠ ભણાવવાના નામે ગમે તે હદે જાય છે. આવું જ કઈક આ કેસમાં જોવા મળ્યુ છે. જેમાં બાળકીનો વાંક માત્ર એટલો કે તેણે હોમવર્ક કર્યું નહીં અને પેરેન્ટ્સ ગુસ્સે ભરાયા. 6 વર્ષની બાળકીને હોમવર્ક ન કરવા બદલ પાઠ ભણાવવા હાથ પગ બાંધીને ધાબે ધોમધખતા તાપમાં છોડી દીધી. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બાળકી બીચારી તાપથી બચવા માટે આમ તેમ ઉપર નીચે થઈ રહી છે. રડે છે કકળે છે પરંતુ કોઈને તેની દયા આવતી નથી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 8, 2022

કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને હાલ સોશિયલ મીડિયા પર તે વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેણે વીડિયો જોયો તેનું લોહી કકળી ગયું. વાત પોલીસ સુધી પણ પહોંચી ગઈ. મળતી માહિતી મુજબ આ વીડિયો 2જી જૂનનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બાળકીના માતા પિતા સાથે વાત કરી. પોલીસનું કહેવું છે કે બાળકીની માતાએ જણાવ્યું કે તેણે હોમવર્ક કર્યું નહતું. આથી સજા આપવા માટે થોડીવાર ધાબે છોડી દેવાઈ હતી. 

મહિલા આયોગે ગંભીરતાથી લીધો મામલો
40 ડિગ્રી તાપમાનમાં બાળકીને ધાબે છોડી દેવાના મામલાને દિલ્હી મહિલા આયોગે પણ ગંભીરતાથી લીધો છે. પોલીસને એફઆઈઆર દાખલ કરવા જણાવ્યું. પોલીસના જણાવ્યાં મુજબ બાળકી એકદમ સ્વસ્થ છે. 

એફઆઈઆર દાખલ
આ મામલે દિલ્હી પોલીસે પણ એક્શનમાં આવી ગઈ છે અને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બાળકીના સમગ્ર પરિવારની અટકાયત કરાઈ છે. આ વીડિયો પહેલા કરાવલ નગરનો હોવાનું કહેવાયું હતું પરંતુ બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો દિલ્હીના ખજૂરી ખાસ વિસ્તારનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news