SCના ઈતિહાસમાં પ્રથમ વખત: એક સાથે 9 જજે લીધા શપથ, બેલા ત્રિવેદી સહિત 3 મહિલા જજનો પણ સમાવેશ
સુપ્રીમ કોર્ટમાં આજે 9 જજોએ એક સાથે શપથ લીધી. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે 9 જજોએ એક સાથે શપથ લીધી. જેમાં 3 મહિલા જજ પણ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે 9 જજોએ એક સાથે શપથ લીધી. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે 9 જજોએ એક સાથે શપથ લીધી. જેમાં 3 મહિલા જજ પણ સામેલ છે. મહિલા જજમાં એક જસ્ટિસ નાગરત્ના પણ છે જેઓ 2027માં દેશના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદી પણ સામેલ છે. આ ઉપરાંત જસ્ટિસ પીએસ નરસિમ્હા પણ છે જે બારથી સીધા સુપ્રીમ કોર્ટમાં એપોઈન્ટ થયા છે.
જસ્ટિસ વિક્રમ નાથ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે પણ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધી. તેઓ આ અગાઉ અલાહાબાદ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. તે પહેલા તેમનું નામ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ભલામણ કરાયું હતું પરંતુ ત્યારે કેન્દ્રએ આ ભલામણને નામંજૂર કરી હતી. 2020માં કોરોના મહામારી દરમિયાન તેઓ દેશના પહેલા ચીફ જસ્ટિસ હતા જેમણે હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ કાર્યવાહી શરૂ કરી હતી.
જસ્ટિસ બેલા ત્રિવેદી
ગુજરાત હાઈકોર્ટમાં 9 ફેબ્રુઆરી 2026થી જજ તરીકે કાર્યરત હતા. 2011માં હાઈકોર્ટમાં એડિશનલ જજ હતા અને ત્યાર પહેલા રાજસ્થાન હાઈકોર્ટમાં પણ એડિશનલ જજ રહી ચૂક્યા છે. તેમનું આખું નામ બેલા મનધૂરિયા ત્રિવેદી છે.
જસ્ટિસ બીવી નાગરત્ના
જસ્ટિસ નાગરત્ના 2008માં કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. 2010માં તેમને પરમેનન્ટ જજ તરીકે નિયુક્ત કરાયા હતા. 2012માં ફેક ન્યૂઝના વધતા કેસને જોતા જસ્ટિસ નાગરત્ના અને અન્ય જજોએ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા કે તે મીડિયા બ્રોડકાસ્ટિંગને રેગ્યુલેટ કરવાની સંભાવનાઓની તપાસ કરે. જો કે તેમણે મીડિયા પર સરકારી નિયંત્રણના જોખમથી પણ માહિતગાર કર્યા હતા.
Delhi: Nine judges -- Justices AS Oka, Vikram Nath, JK Maheshwari, Hima Kohli, BV Nagarathna, CT Ravikumar, MM Sundresh, Bela M Trivedi & PS Narasimha -- take oath as Supreme Court judges
(Photo - Supreme Court) pic.twitter.com/fWeB4HIJF9
— ANI (@ANI) August 31, 2021
જસ્ટિસ હિમા કોહલી
તેલંગણા હાઈકોર્ટના જજ હતા. તેઓ આ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ બનનારા પહેલા મહિલા જજ પણ હતા. દિલ્હી હાઈકોર્ટમાં પણ જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ કોહલી ભારતમાં લીગલ એજ્યુકેશન અને લીગલ મદદ સંલગ્ન પોતાના ચુકાદા માટે જાણીતા છે. દિલ્હી હાઈકોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે દ્રષ્ટિની સમસ્યાવાળા લોકોને સરકારી શિક્ષણ સંસ્થાનોમાં સુવિધાઓ આપવા સંબંધિત ચુકાદો આપ્યો હતો. આ ઉપરાંત સગીર આરોપીઓની ઓળખની સુરક્ષા અંગે પણ ચુકાદો આપ્યો હતો.
જે નવ જજોએ શપથ લીધી તેમના નામ આ પ્રમાણે છે.
1. જસ્ટિસ બીવી નાગરત્ના
2. જસ્ટિસ હિમા કોહલી
3. જસ્ટિસ બેલા ત્રિવેદી
4. જસ્ટિસ વિક્રમ નાથ
5. જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા
6. જસ્ટિસ જિતેન્દ્ર કુમાર મહેશ્વરી
7. જસ્ટિસ સીટી રવિકુમાર
8. જસ્ટિસ પી એસ નરસિંહા
9. જસ્ટિસ એમ એમ સુંદરેશ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે