Toolkit Case: દિશા, નિકિતા અને શાંતનુએ બનાવી ટૂલકિટ, ZOOM પર યોજી હતી બેઠક, દિલ્હી પોલીસનો દાવો

11 જાન્યુઆરીએ નિકિતા અને શાંતનુએ ઝૂમ મીટિંગ અટેન્ડ કરી જે PJF એ હોસ્ટ કરી હતી. આ દરમિયાન દિશા રવિએ ગ્રેટાને ટૂલકિટ મોકલી હતી. પરંતુ દિશા રવિએ પોતાનું વોટ્સએપ ગ્રુપ (Whatts App Group Disha Ravi)  પણ ડિલીટ કરી દીધું હતું.

Toolkit Case: દિશા, નિકિતા અને શાંતનુએ બનાવી ટૂલકિટ, ZOOM પર યોજી હતી બેઠક, દિલ્હી પોલીસનો દાવો

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીના થયેલી હિંસા અને લગભગ તે દરમિયાન ભારત વિરુદ્ધ થઈ રહેલા વિદેશી ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો છે. પોતાની પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસ સાઇબર સેલના જોઈન્ટ સીપી પ્રેમ નાથે આ સિલસિલામાં ટૂલકિટ ષડંત્રના દરેક ચહેરાના ઉઘાડા પાડ્યા છે. પોલીસ તપાસમાં જે તથ્ય સામે આવ્યા છે તે પ્રમાણે નિકિતા જોસેફ (Nikita Joseph) પણ ટૂલકિટની એક એડિટર છે. દિલ્હી પોલીસ પ્રમાણે વકીલ નિકિતાએ જણાવ્યું કે, તેણે દિશા રવિ (Disha Ravi) અને શાંતનુની સાથે મળીને ટૂલકિટ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. નિકિતાએ પૂછપરછમાં જણાવ્યું કે, તેણે દિશા અને શાંતનુની સાથે મળીને ટૂલકિટ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. 

11 જાન્યુઆરીએ થઈ  Zoom મીટિંગ
11 જાન્યુઆરીએ નિકિતા અને શાંતનુએ ઝૂમ મીટિંગ અટેન્ડ કરી જે PJF એ હોસ્ટ કરી હતી. આ દરમિયાન દિશા રવિએ ગ્રેટાને ટૂલકિટ મોકલી હતી. પરંતુ દિશા રવિએ પોતાનું વોટ્સએપ ગ્રુપ (Whatts App Group Disha Ravi)  પણ ડિલીટ કરી દીધું હતું. જે ખાસ કરીને આ ઈરાદાથી બનાવવામાં આવ્યું હતું. નિકિતાના ઘરે તપાસ માટે કોર્ટના આદેશનો સહારો લેતા સર્ચ વોરન્ટ ઇશ્યૂ કરાવવામાં આવ્યું હતું. ત્યાં તપાસમાં સામે આવ્યું કે, PJF ના ફાઉન્ડર ધાલીવાલે પોતાના કેનેડામાં રહેતા સાથી પુતીનની મદદથી પોતાનો પ્લાન બનાવ્યો અને 11 જાન્યુઆરીએ ધાલીવાલે ઝૂમ દ્વારા બેઠક કરી હતી. આ બેઠકમાં દિશા, નિકિતા, શાંતનુ પણ સામેલ હતા. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, આંદોલનને વધુ મોટુ બનાવવાનું છે. આ બધાએ ટૂલકિટ ડોક્યુમેન્ટ બનાવ્યા અને દિશાએ ટૂલકિટ ગ્રેટાને મોકલી હતી. 

4 ફેબ્રુઆરીએ ટૂલકિટ ષડયંત્રનો ખુલાસો
27 નવેમ્બર 2020થી કિસાન આંદોલનની શરૂઆત થઈ હતી. આ વચ્ચે બાકી તપાસ દરમિયાન 4 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન ટૂલકિટનો ખુલાસો થયો. તો  23 જાન્યુઆરીએ મીડિયા પર અને 26 જાન્યુઆરી પર વાસ્તવિક એટલે ખરેખર પગલા ભરવાના છે જેવી વાતનો ખુલાસો થયો હતો. બધા તથ્યોને ધ્યાનમાં રાખતા દિલ્હી પોલીસ (Delhi Police) ના સાઇબર સેલે કેસ નોંધ્યો હતો. 

દિલ્હી પોલીસ પ્રમાણે
- દેશનો માહોલ બગાડવા માટે તૈયાર ટૂલકિટની મુખ્ય ષડયંત્રકર્તા દિશા રવિ છે. 
- ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટૂલકિટને ટ્વીટ કર્યા બાદ ડિલીટ કરી હતી, તેને દિશા રવિએ ઘણીવાર એડિટ કરી હતી.
- કોર્ટમાં જ્યારે પોલીસ રિમાન્ડની સુનાવણી થઈ તો દિશા રડી અને તેણે સ્વીકાર્યું કે બે લાઇન એડિટ કરી હતી. 
- પોલીસે દિશાનો મોબાઇલ જપ્ત કર્યો છે પરંતુ તેનો ડેટા પહેલાથી ડિલીટ કરી દેવામાં આવ્યો છે, જેને હવે પોલીસ રિટ્રીવ કરશે. 

આ મામલામાં દિલ્હી પોલીસને ખાલિસ્તાની એંગલ પણ મળ્યો છે. પોલીસ પ્રમાણે આ ખાલિસ્તાની ગ્રુપ બીજીવાર ઉભુ કરવાનું ષડયંત્ર છે. પોલીસ સૂત્રો પ્રમાણે દિશા અને ટૂલકિટ સાથે જોડાયેલા સભ્યો ખાલિસ્તાની સંગઠન પોઇટિક જસ્ટિસ ફાઉન્ડેશનના ધાલીવાલના સંપર્કમાં હતા. પરંતુ દિશાએ ધાલીવાલ કે પોઇટિક જસ્ટિસ ફાઉન્ડેશન સાથે કોઈ લિંકનો ઇનકાર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news